Surat : કોર્પોરેશને 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને કેવું બોર્ડ લગાવવા કર્યું ફરમાન?
સુરતમાં 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને આવતી કાલથી 7 એપ્રીલ સુધીમાં ફરજિયાત કોરોનાની રસી લેવાની રહેશે એટલું જ નહીં, રસીનો પહેલો ડોઝ લીધાનું બોર્ડ પણ દુકાન બહાર લગાવવું પડશે.
સુરતઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પછી કોરોનાએ ઉથલો માર્યો છે. અત્યારે રાજ્યમાં સુરત શહેરમાં કોરોનાનું સંક્રમણ સૌથી વધુ છે. ત્યારે કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સુરત કોર્પોરેશન હરકતમાં આવી ગયું છે અને કોરોનાને કાબૂમાં લેવા માટે વિવિધ પગલા ભરી રહ્યું છે. સુરતમાં 45 વર્ષથી ઉપરના તમામ દુકાનદારોને આવતી કાલથી 7 એપ્રીલ સુધીમાં ફરજિયાત કોરોનાની રસી લેવાની રહેશે એટલું જ નહીં, રસીનો પહેલો ડોઝ લીધાનું બોર્ડ પણ દુકાન બહાર લગાવવું પડશે.
શહેરમાં હાલમાં કોવિડ કેસીઝ વધતાં સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવેલ ખાસ કામગીરી અને કોવિડ SOP અંગેના નવા નિર્ણયો/સૂચનોની માહિતી.
સુરત મહાનગરપાલિકાનું મિશન #CoronaKoHarana #CovidFreeSurat #askamask pic.twitter.com/Bd1jwpn104
">
હવે સુરત કોર્પોરેશને વધુ એક ફરમાન કર્યું છે. શહેરમાં આવેલ વિવિધ પ્રકારની દુકાનો, કરીયાણા, મોલ, મલ્ટીપ્લેક્ષ, ઇન્ડસ્ટ્રીઝ, ટેક્સટાઇલ, ડાયમંડ યુનિટ અને અન્ય વ્યવસાય ક્ષેત્રમાં કામ કરતાં કારીગરો-માલિકો વગેરે પૈકી જેઓ 45 વર્ષથી ઉપરની વયના હોય તેવા તમામ લોકોએ પહેલી એપ્રીલથી 7 એપ્રીલ સુધીમાં વેક્સીન લેવાની કામગીરી ફરજિયાત પૂર્ણ કરવાની રહેશે અને વેક્સીન લીધા બાદ તેઓએ ફર્સ્ટ વેક્સીન લીધેલ છે. એટલું જ નહીં આ બાબતના બોર્ડ બનાવી ફરજિયાત દુકાનની બહાર પ્રદર્શિત કરે, જેથી તેનો પ્રચાર-પ્રસાર થાય અને અન્ય લોકો પણ વેક્સીન લેવા માટે બહોળી સંખ્યામાં જોતરાય.
ગુજરાતમાં (Gujarat Corona Cases) છેલ્લા થોડા દિવસોથી કોરોનાએ (Coronavirus) રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ત્રણ-ચાર દિવસથી રોજના 2200થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તેમાં પણ બે મોટા શહેરો અમદાવાદ (Ahmedabad) અને સુરતની (Surat) સ્થિતિ ફરીથી ચિંતાજનક છે. ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી (Gujarat Municipal Elections 2021) અને નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં (Narendra Modi Stadium) યોજાયેલી મેચ બાદ કોરોનાનો કહેર સતત વધતો જઇ રહ્યો છે.
4 કરતાં વધુ વ્યક્તિ નહીં ભેગા થઈ શકે
ડાયમંડ નગરી (Diamond City) સુરતમાં કોરોનાની વર્તમાન પરિસ્થિતિને જોતા શહેરમાં શાંતિ તેમજ કાયદા વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તેમજ કોરોનાનું સંક્રમણ પણ વધે નહીં તે માટે શહેરના પોલીસ કમિશનરે (Surat Police Commissioner) જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે. પોલીસ કમિશનરે 4 કરતા વધારે વ્યક્તિઓ ભેગાં થવા પર, જાહેરમાં કોઇ સભા ભરવા પર તેમજ સરઘસ કાઢવા પર તારીખ 30 માર્ચથી 13 એપ્રિલ સુધી પ્રતિબંધ લગાવી દેવાયો છે.
કોને લાગુ નહીં પડે આ નિયમ
જેમાં અપવાદ તરીકે સરકારી અને અર્ધસરકારી ફરજ સાથે સંકળાયેલા લોકો તેમજ સ્મશાનયાત્રા અને લગ્નના વરઘોડાને લાગુ પડશે નહીં. જો કે, આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.
સુરતમાં સતત ચોથા દિવસે 600થી વધારે કેસ
સુરતમાં સતત ચોજા દિવસે 600થી વધારે કેસ નોંધાયા હતા. છેલ્લા ચાર જ દિવસમાં જ સુરતમાં કોરોનાના (Surat Corona Cases) 2400થી વધારે નવા કેસ નોંધાયા છે.
સોમવાર, 29 માર્ચે 603
રવિવાર, 28 માર્ચે 6011
શનિવાર, 27 માર્ચે 607
શુક્રવાર, 26 માર્ચે 609
ગુરુવાર, 25 માર્ચે, 501
બુધવાર, 24 માર્ચે 480
મંગળવાર, 23 માર્ચે 476
સોમવાર, 22 માર્ચે 429
રવિવાર, 21 માર્ચે 405
શનિવાર, 20 માર્ચે 381
સુરતમાં કોરોનાથી એક હજારથી વધુના મૃત્યુ
સુરતમાં કોરોનાથી કુલ મરણાંક હવે એક હજારને પાર થઇ ગયો છે. અમદાવાદ બાદ સુરત એવો બીજો જિલ્લો છે જ્યાં ૧ હજારથી વધુના કોરોનાથી મૃત્યુ થયા છે. અત્રે ઉલ્લેખનીય છે કે કોરોનાનો આંક 3 લાખને પાર થયો છે. ગુજરાત દેશનું એવું 12મું રાજ્ય છે જ્યાં કોરોનાના 3 લાખથી વધુ કેસ નોંધાઇ ચૂક્યા છે. કોરોનાના દૈનિક કેસ અને મોત સતત વધી રહ્યા છે.