શોધખોળ કરો
Advertisement
સુરતઃ બાંગલાદેશથી સગીરાને 50 હજારમાં ખરીદી કરાવાતું હતું ગંદુ કામ ને પછી.....
બાંગલાદેશથી તરુણીને 50 હજારમાં ખરીદી દેહ વ્યાપારમાં ધકેલનાર નરાધમની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.
સુરત: શહેરમાંથી હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ ઝડપાતા ભારે ચકચાર મચી ગઈ છે. બાંગલાદેશથી તરુણીને 50 હજારમાં ખરીદી દેહ વ્યાપારમાં ધકેલનાર નરાધમની સુરત ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. મિલન ખલિલ નામના શખ્સની પોલીસે ધરપકડ કરી છે. સુરતના ખટોદરા વિસ્તામાંથી ઝડપાયેલા આરોપી સામે એન્ટી હ્યુમન ટ્રાફિકિંગનો કેસ નોંધાયો હતો.
બેંગ્લોરના મિલને બાંગલાદેશી મોહસીન પાસેથી તરુણીને 50 હજાર રૂપિયામાં ખરીદી હતી. આ પછી 50 હજારમાં ખરીદેલી તરુણીને દેહ વેપારના ધંધામાં ધકેલી દેવામાં આવી હતી. ખટોદરા વિસ્તારમાંથી હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ ઝડપાયું હતું. મિલને શરૂઆતમાં બેંગ્લોરમાં સગીરાને સ્પામાં દેહવ્યાપારના ધંધામાં ધકેલી દઈ થોડા સમય પછી મુંબઈની મહિલા ફિરોજા ઉર્ફે નીતુ અલમીન શેખને વેચી દીધી હતી.
મુંબઈમાં નીતુએ સગીરાને સ્પામાં દેહવ્યાપારના ધંધામાં ધકેલી પછી સુરતમાં અલથાણ ભીમરાડ કેનાલ રોડ ગ્રાઉન્ડની બાજુમાં ઈનફીનીટી હબમાં ચાલતા સ્પામાં દલાલ મારફતે વેચી દીધી હતી. દરમિયાન સગીરાએ ગ્રાહકના ફોન પરથી બાંગલાદેશમાં રહેતી માતાને ફોન કર્યો હતો. જેના આધારે સ્પામાં ચાલતા સેક્ટ રેકેટનો પર્દાફાશ થયો હતો. હજુ આ કેસમાં મુખ્ય સૂત્રધાર બાંગ્લાદેશી મોહસીન હજુ ફરાર છે. મિલનને દોઢ વર્ષ પહેલા મોહસીને વેચી હતી. અત્યાર સુધીમાં આ સેક્સ રેકેટમાં મહિલા સહિત 5 શખ્સ પકડાયા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement