![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Crime News: સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટ ફટકારી 20 વર્ષની સજા
હાલમાં સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાનું પ્રમાણ વધી રહ્યું હોઈ આવા ગુનાને હળવાશથી લેવાના બદલે સમાજમાં દાખલો બેસે તે રીતે મહત્તમ સજા, દંડ અને વળતર ચુકવવા કરેલી માંગને કોર્ટે માન્ય રાખી હતી.
![Crime News: સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટ ફટકારી 20 વર્ષની સજા Surat Crime News: POCSO courts sentence 20 years prisoner in this case Crime News: સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનાર નરાધમને કોર્ટ ફટકારી 20 વર્ષની સજા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/02/17/732f835205603b34040a3c28665c6a0e170813990262776_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Surat News: સુરતના કતારગામમાં 16 વર્ષની કિશોરી પર દુષ્કર્મ આચરનારા નરાધમને 20 વર્ષની સજા ફટકારવામાં આવી છે. લગ્નની લાલચે દુષ્કર્મ કરનાર 32 વર્ષના નરાધમ ને સજા ફટકારવામાં આવી છે. કતારગામની 16 વર્ષ 8 માસની તરૃણીને લગ્નની લાલચે ભાવનગર ભગાડી દુષ્કર્મ આચરનાર 31 વર્ષીય પરણીત રત્નકલાકારને પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ શકુંતલાબેન એન.સોલંકીએ તમામ ગુનામાં દોષી ઠેરવી પોક્સો એક્ટની વિવિધ કલમો હેઠળ 20 વર્ષની સખ્તકેદ, રૂ.50 હજાર દંડ ભરે તો તેમાંથી 45 હજાર તથા 50 હજાર મળીને પીડિતાને કુલ 90 હજાર વળતર ચુકવવા, દંડ ન ભરે તો વધુ એક વર્ષની કેદની સજાનો નિર્દેશ આપ્યો છે.
સુરતમાં રહીને રત્નકલાકાર તરીકે કામ કરતાં 31 વર્ષીય પરણીત આરોપી યોગેશ છગનભાઈ કળસરીયા(રે.હરીધામ સોસાયટી, પુણાગામ)એ કતારગામ વિસ્તારમાં રહેતી 16 વર્ષ તથા 8 માસની વયની તરૂણીનો ઈન્સ્ટાગ્રામ આઈડીથી સંપર્ક કર્યો હતો.ત્યારબાદ તરૂણીને લગ્નની લાલચ આપીને તા.7-2-23 રોજ પોતાના વતનમાં લઈ ગયો હતો. આરોપી પરણીત હોવા ઉપરાંત પોતાની અડધી ઉંમરની સગીરા હોવાનું જાણવા છતાં દુષ્કર્મ આચર્યું હતુ. તરૂણીને પિતાની ફરિયાદને આધારે કતારગામ પોલીસે પોક્સો એક્ટના ભંગ બદલ ગુનો નોંધ્યો હતો.
શુક્રવારે કેસની અંતિમ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.જેથી સરકારપક્ષે એપીપી દિપેશ દવેએ કુલ 29 સાક્ષી તથા દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. કોર્ટે આરોપી યોગેશ કળસરીયાને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. આરોપીના બચાવપક્ષે આરોપીની વય, પરણીત હોઈ કુટુંબની જવાબદારી તથા ગુનાઈત ઈતિહાસ ન હોઈ સજામાં રહેમની માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે જણાવ્યું હતું કે આરોપી પરણીત હોવા ઉપરાંત પોતાની 14 વર્ષ નાની તરૃણીને ભગાડી જઈને બળાત્કાર ગુજાર્યો છે. હાલમાં સ્ત્રીઓ વિરુદ્ધના ગુનાનું પ્રમાણ વધી રહ્યું હોઈ આવા ગુનાને હળવાશથી લેવાના બદલે સમાજમાં દાખલો બેસે તે રીતે મહત્તમ સજા, દંડ અને વળતર ચુકવવા કરેલી માંગને કોર્ટે માન્ય રાખી હતી.
આ પણ વાંચોઃ
માર્કશીટમાં ખોટું છે તમારું નામ તો આ રીતે કરી શકો છો ચેન્જ, જાણો પ્રોસેસ
ભારતને લાગ્યો મોટો ઝટકો, પરિવારમાં ઈમરજન્સીના કારણે રાજકોટ ટેસ્ટ છોડીને ઘરે પરત ફર્યો અશ્વિન
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)