Crime News: સ્પાની આડમાં થતો હતો દેહ વ્યાપાર, પોલીસે રેડ પાડતાં જ યુવક-યુવતીઓ....
Surat News: સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસીંગ સેલ બાતમીને આધારે વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં પર રેઇડ પાડી દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો.
Surat Crime News: સુરતમાં સ્પાની આડમાં દેહ વ્યાપાર થતો હતો. શહેરના વેસુ વિસ્તારમાંમાં લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં દેહ વ્યાપારનો ગોરખધંધો ચાલતો હતો. પોલીસે રેઇડ પાડીને 9 મહિલા સહિત 13ની ધરપકડ કરી છે.
સુરત ક્રાઈમ બ્રાન્ચની મિસીંગ સેલ બાતમીને આધારે વેસુ વિસ્તારમાં લકી ફેમિલી સ્પા અને ફીલ ફેમિલી સ્પામાં પર રેઇડ પાડી દેહ વ્યાપારના ધંધાનો પર્દાફાશ કર્યો હતો. સુરત મિસિંગ સેલને બાતમી મળી હતી કે, આભવા વિસ્તારમાં આવેલ વેસ્ટ ફીલ કોમ્પ્લેક્સના બીજા માળે આવેલ દુકાન નંબર 4માં લકી ફેમિલી સ્પા અને દુકાન નંબર 1માં ફીલ ફેમિલી સ્પાના માલિક દ્વારા સ્પાનું લાયસન્સ મેળવીને તેમાં દેહ વ્યાપારનો ગેરકાયદેસર ધંધો ચલાવવામાં આવી રહ્યો છે. જે હકિકતના આધારે સુરત મિસિંગ સેલની ટીમ દ્વારા આ જગ્યાએ રેડ કરવામાં આવી હતી.
પોલીસે ફીલ ફેમિલી સ્પાના સંચાલક શરૂતીદેવી ઉર્ફે મુસ્કાન ચૌધરી અને લકી સ્પાના માલિક મીના રાજપૂતને ઝડપી પાડી છે. જ્યારે ફિલ ફેમિલી સ્પાના અન્ય એક સંચાલક અંકિતસિંહ રાજપુતને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
ચંદ્ર ગ્રહણ દરમિયાન ન કરો આ કામ
ચંદ્ર ગ્રહણનો સુતક 9 કલાક પહેલા શરૂ થાય છે. આ સમય દરમિયાન કોઈ શુભ કાર્ય કરવામાં આવતું નથી. ગ્રહણના સમયગાળા દરમિયાન તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ. સુતક લગાવતા પહેલા તુલસીના પાન તોડી લો. સૂતક કાળ અથવા ગ્રહણ દરમિયાન કંઈપણ ખાવા-પીવાનું ટાળવું જોઈએ. આ સમય દરમિયાન કોઈપણ પ્રકારની યાત્રા કરવાનું ટાળો. સગર્ભા સ્ત્રીઓને ગ્રહણ અને સૂતકના સમયગાળા દરમિયાન ખાસ કાળજી રાખવાની સલાહ આપવામાં આવે છે. ગર્ભવતી મહિલાઓએ કોઈપણ સંજોગોમાં ગ્રહણ જોવાનું ટાળવું જોઈએ. ગ્રહણ દરમિયાન સૂવું પ્રતિબંધિત છે.
આ કામ ચંદ્રગ્રહણ દરમિયાન કરો
ચંદ્ર ગ્રહણની અસર મન અને મગજ પર પડે છે. તેની ખરાબ અસરોથી બચવા માટે ગ્રહણના સમયગાળા દરમિયાન ધ્યાન કરવું જોઈએ. આ દરમિયાન જરૂરિયાતમંદ લોકોને પૈસા અને અનાજનું દાન કરવું જોઈએ. ગ્રહણ દરમિયાન ઓછામાં ઓછા 108 વખત તમારા પ્રમુખ દેવતાના મંત્રોનો જાપ કરો. શિવલિંગને જળ અર્પણ કરો અને ऊँ नम: शिवाय મંત્રનો જાપ કરો. આનાથી ચંદ્ર ગ્રહણની ખરાબ અસર પડતી નથી. ગ્રહણ દરમિયાન દુર્વા ઘાસ તમારી પાસે રાખો. આ સમય દરમિયાન માનસિક કે શારીરિક તણાવ ન લેવો જોઈએ.