શોધખોળ કરો
Advertisement
સુરતઃ હીરાના વેપારીને થયો કોરોના, પછી ભર્યું એવું પગલું કે સાંભળીને લાગી જશે આંચકો
63 વર્ષીય હીરાના વેપારીએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. વૃદ્ધે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો છે.
સુરતઃ શહેરના હીરાના વેપારીએ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં આપઘાત કરી લેતા ચકચાર મચી ઘઈ છે. સુરતમાં કોરોના પોઝિટિવ આવ્યા બાદ આપઘાતનો પ્રથમ કેસ છે. 63 વર્ષીય હીરાના વેપારીએ ટ્રેન નીચે પડતું મૂક્યું છે. વૃદ્ધે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કર્યો છે.
વૃદ્ધ સવારે એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગયા હતા. નાનપુરાની કૈલાશ હોટેલ સામે રહેતા કુમારપાળ નટવરલાલ શાહને થોડા દિવસો પહેલા તાવ આવ્યા બાદ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દરમિયાન આજે વહેલી સવારે પત્નીને ઉંઘતી છોડી કુમારપાળ એક્ટિવા લઈ ઘરેથી નીકળી ગયા હતા. શોધખોળ કર્યા બાદ એક્ટિવા ઉધના રેલવે સ્ટેશન બહારથી મળી આવ્યા બાદ તપાસ કરતા મૃતદેહ મળી આવ્યો હતો.
કોરોના પોઝિટિવ આવ્યા બાદ કુમારપાળે રાજધાની ટ્રેન સામે પડતું મૂકી આપઘાત કરી લીધો છે. મોઢાના ભાગે વધુ પડતી ઇજાઓ સાથે મળી આવ્યા હતા. ઉધના રેલવે પોલીસે તપાસ હાથ ધરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
સમાચાર
શિક્ષણ
Advertisement
gujarati.abplive.com
Opinion