શોધખોળ કરો

Surat: સુરતની સચિન GIDCમાં ફેક્ટરીમાં લાગેલી આગમાં ચાર કામદારોના મોત

સુરતની સચિન GIDCમાં ફેક્ટરીમાં લાગેલી આગમાં ચાર કામદારોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મોડી રાત્રે સચિન GIDCમાં અનુપમ રાસાયણિક ઇન્ડિયા લિમિટેડ ફેકટરીમાં આગ લાગી હતી

સુરતઃ સુરતની સચિન GIDCમાં ફેક્ટરીમાં લાગેલી આગમાં ચાર કામદારોના મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, મોડી રાત્રે સચિન GIDCમાં અનુપમ રાસાયણિક ઇન્ડિયા લિમિટેડ ફેકટરીમાં આગ લાગી હતી. જેમાં એક મિલ કામદારનુ પહેલા મોત થયું હતું જ્યારે 5થી વધુ ઈજાગ્રસ્તો સારવાર હેઠળ હતા .બોઈલર બ્લાસ્ટના કારણે કંપનીમાં એકાએક આગ લાગતા અફરાતફરી સર્જાઈ હતી.  કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા તે સમયે જ આગ લાગી હતી.

 આ આગ જોતજોતામાં ખૂબ જ પ્રસરી હતી. આગને કાબૂમાં લેવા 30થી વધુ ફાયરની ગાડીઓ ઘટના સ્થળ પર પહોંચી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. .સમગ્ર ઘટનામાં પાંચથી વધુ કામદારો દાઝ્યા છે. જેમને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે અને આ ઘટનામાં ચાર કર્મચારીઓના મોત થયા છે.

સુરતમાં ટ્રકે સાઈકલ ચાલકને અડફેટે લેતા ઘટનાસ્થળે જ મોત

સુરત: શહેરનો હજીરા રોડ ફરી એકવાર ખૂની સાબિત થયો છે. કોલશો ભરેલી ટ્રકે સાયકલ ચાલકને અડફેટે લેતા તેનું મોત થયું છે.  ત્યાર બાદ ટ્રક ચાલાક ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. હજીરા રોડ પર વારંવાર થતા અકસ્માત અને તેનાથી થતા મોતને લઈ સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક લોકોની માગ છે કે આ મામલે તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યાવાહી કરે.

સાબરમતી નદીમાં ડૂબી રહ્યા હતા મામા-ભાણેજ, ત્યારે જ દેવદૂત બનીને આવ્યો JCB ચાલક

અમદાવાદ: અનંત ચતુર્દશીએ ગણેશ વિસર્જન સમયે સાદરા ગામે બે વ્યક્તિઓ નદીમાં ડૂબ્યા હતા. આ દરમિયાન એક વ્યક્તિએ સાબરમતી નદીમાં કૂદીને એકને બચાવ્યો હતા જ્યારે બીજો વ્યક્તિ ઊંડા પાણીમાં ગરક થઈ ગયો છે. જો કે, પાણીમાં ડૂબતા વ્યક્તિને બચાવવા ગયેલા વ્યક્તિને પણ તરતા આવડતું ન હોવાથી તે પણ ડૂબવા લાગ્યો હતો. આ સમયે એક અજાણ્યા JCB ચાલકે બંને વ્યક્તિઓને બચાવવા પ્રયત્ન કર્યો હતો. મોતને ભેટનાર વ્યક્તિ માણસાના રંગપુરનો રહેવાસી હોવાની વાત સામે આવી છે અને તેનું નામ વિરેન્દ્રસિંહ હતું. જ્યારે જે વ્યક્તિનો આબાદ બચાવ થયો તેમનું નામ કરણસિંહ મનુભા રાણા છે. 

તો બીજી તરફ દેવદૂત બનીને આવેલા JCB ચાલકનો સંપર્ક થતા આજે ધણપ ગામના ગ્રામજનો તેનું સન્માન કરશે. પ્રાથમિક માહિતી પ્રમાણે JCB ચાલક પરપ્રાંતિય હોવાની માહિતી સામે આવી છે. નદીમાં રેતી ખનનને કારણે ઊંડા ખાડા થઈ જતા આ પ્રકારની ઘટના બની હોવાની ગ્રામજનોએ માહિતી આપી છે. JCB ચાલકને ગામ તરફથી 01 લાખ રૂપિયાની સન્માન રાશિ અપાશે. આ  ઉપરાંત ધણપ ગામના દરવાજા મદદ માટે હંમેશા ખુલા રહેશે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આગાહી રાજકીય વાવાઝોડાનીHun To Bolish : હું તો બોલીશ : ગુજરાતમાં લ્હાણી ક્યારે?Amreli Fake Letter Scandal: અમરેલી લેટરકાંડ મુદ્દે SMCના DIG નિર્લિપ્ત રાયે પાયલ ગોટીનું લીધું નિવેદનRepublic Day: રાજ્યકક્ષાના પ્રજાસત્તાક દિનની તાપી જિલ્લામાં કરાશે ઉજવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
મહેસૂલ વિભાગનો સપાટો: એક સાથે 31 અધિકારીઓની બદલીના આદેશ, 3ને વર્ગ-1માં બઢતી
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
13 વર્ષ બાદ વિરાટ કોહલીનું રણજી ટ્રોફીમાં પુનરાગમન, આ ટીમ માટે મેદાનમાં ઉતરશે
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
શિંદેનો ખેલ પાડવાની ફિરાકમાં છે તેમની જ પાર્ટીના નેતા! કોંગ્રેસ નેતાના દાવાથી ખળભળાટ
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
મહાયુતિમાં બધુ બરાબર નથી! પહેલા શિંદે, પછી પવાર અને હવે ભાજપના નેતાઓ.....
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે  આપ્યો ચુકાદો
Kolkata Doctor Murder case: દોષિત સંજય રોયને આજીવન કેદની સજા, સિયાલદહ કોર્ટે આપ્યો ચુકાદો
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગણતંત્ર દિવસની હર્ષોલ્લાસભરી ઉજવણી, તાપીમાં યોજાશે રાજ્યકક્ષાનો મુખ્ય કાર્યક્રમ
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
ગુજરાતના રાજકારણને લઈ અંબાલાલ પટેલની સૌથી મોટી આગાહી, જાણો શું કહ્યું ?
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Jioના કરોડો યુઝર્સને ફરી ઝટકો, કંપની અચાનક આ પ્લાનની કિંમતમાં ₹100નો વધારો કર્યો
Embed widget