શોધખોળ કરો

Surat: ચોર્યાસીના કોલસાના ગોડાઉન અને વૃંદાવન પ્રૉસેસર્સને સીલ મારવાનો GPCBનો આદેશ, જાણો

સુરત શહેર અને જિલ્લામા પ્રદૂષણના ધારાધોરણોને અવગણતા ઔદ્યોગિક એકમો સામે જીપીસીબીએ સપાટો બોલાવ્યો છે.

Surat: સુરતમાં જીપીસીબી દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, સુરતમાં ચોર્યાસીના કોલસાના ગોડાઉન અને વૃંદાવન પ્રૉસેસર્સને સીલ મારવાના GPCB દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. સુરત શહેર અને જિલ્લામા પ્રદૂષણના ધારાધોરણોને અવગણતા ઔદ્યોગિક એકમો સામે જીપીસીબીએ સપાટો બોલાવ્યો છે. આ ઉપરાંત પણ ઓલપાડની બે અને સાયણ તેમજ પરબની બે કંપનીને ક્લૉઝરનો આદેશ આપવામાં આવ્યો છે.

ક્યા-કયા એકમો સામે શું લેવાયા પગલા - 

1. સાઇટ્રેડર્સ લિંક પ્રાઇવેટ લિમિટેડ વકતાણા ગામ આખુ ગોડાઉન સીલ મરાયુ

2. ઉધના પાંડેસરા વચ્ચે આવેલી વૃંદાવન પ્રૉસેર્સને પણ સીલ

૩. પરિઘન ટેક્ષફેબ સાયણ ક્લૉઝર આપી દેવાયુ

4. પરબના હેતવી ફેબ્રિકસને પણ કલૉઝર

5. ગઢીયા ફેબ ઓલપાડ કારેલી ગામને પણ ક્લૉઝર

8. આર.કે.ગ્રુપ ઓલપાડ કારેલીને પણ ક્લૉઝર 

Surat: કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરતાં શખ્સ સામે ગુનો દાખલ, કરતો હતો બિભત્સ માંગણીઓ

Surat: સુરતમાંથી અશ્લીલ વીડિયો ઉતારીને પરિણીતાને બ્લેક મેઇલિંગ કરવાનું ષડયંત્ર બહાર આવ્યુ છે, પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારીને એક શખ્સે તેને બ્લેકમેઇલિંગ કર્યુ હતુ, યુવકે પરિણીતા સામે અભદ્ર માંગણીઓ શરૂ કરી દીધી હતી, સમગ્ર મામલો બહાર આવ્યા બાદ આ અંગે પોલીસ ફરિયાદ નોંધાઇ છે, અને તપાસ હાથ ધરવામાં આવી છે. માહિતી પ્રમાણે, સુરતમાં કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી કતારગામની પરિણીતાનું બ્લેકમેઇલિંગ કરવાની ઘટના સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસોથી સુરત કતારગામની પરિણીતાનો કપડાં બદલતો અશ્લીલ વીડિયો ઉતારી બ્લેકમેઇલિંગ કરવામાં આવી રહ્યું હતુ, એટલુ જ નહીં અભદ્ર માંગણી કરતા જૂનાગઢના યુવક સામે બાદમાં આ અંગે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

માહિતી પ્રમાણે, સુરતના કતારગામમાં રહેતી ૨૨ વર્ષીય પરિણીતા પ્રિયા હૉસ્પીટલમાં રિસેપ્સનિસ્ટ તરીકે કામ કરે છે. ગઇ ફેબ્રુઆરી માસમાં તેના લગ્ન થયા હતા. વર્ષ ૨૦૧૮માં તે ભટાર ખાતે ખાનગી કંપનીમાં નોકરી કરતી હતી, ત્યારે સરકારી NIRR પ્રૉજેક્ટના લીડર હિરેન મહેતા સાથે પરિચય થયો હતો. મોબાઇલ પર તેઓ નિયમિત વાતચીત કરતા હતા. હિરેને વૉટ્સએપ પર મેસેજ કરી પ્રેમનો પ્રસ્તાવ પ્રિયા સમક્ષ મૂક્યો હતો. જે-તે સમયે હિરેને પ્રિયાનો કપડાં બદલતો વીડિયો મોબાઇલમાં ઉતારી લીધો હતો. જે વીડિયો થકી તે વારંવાર પરિણીતા પ્રિયાને બ્લેકમેઇલ કરતો હતો, અને વધુ અશ્લીલ ફોટા-વીડિયો મોકલવા માંગણી કરતો હતો. પરિણીતાએ હિરેન સાથે સંબંધ તોડી નાંખ્યા હતા. લગ્ન થઇ ગયા બાદ પણ હિરેને પરિણીતાને જૂનો બિભત્સ વીડિયો મોકલી બીજા વીડિયો મોકલવા માંગણી કરતો હતો, એટલુ જ નહીં વીડિયો વાયરલ કરવાની પણ ધમકી આપવા સાથે અભદ્ર માગંણી કરતો હતો. આખરે પરિણીતાએ પતિને વાત કરતા સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો. કતારગામ પોલીસે હિરેન દેવેન્દ્ર મહેતા સામે આ મામલે છેડતીનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. પોલીસે ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસનો ધમધમાટ પણ શરૂ કરી દીધો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
Jharkhand: વિદ્યાર્થીઓ આગળ ઝૂકી ઝારખંડ સરકાર, TDPLની તમામ પરીક્ષાઓ થશે રદ
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
શું Gen Z આંદોલનના કારણે BJP IT સેલના પ્રમુખે ગુમાવી ખુરશી? શું કહી રહ્યા છે નિષ્ણાંતો?
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
Embed widget