Gujarat Surat Corona: કોરોનાનો કહેર રોકવા સુરતમાં BRTS બાદ શું બંધ કરવાનો લેવાયો નિર્ણય ? જાણો વિગત
Gujarat Surat Corona Update: રાંદેર અને અઠવા ઝોનમાં BRTS રૂટ બંધ કર્યા બાદ બાગ બગીચા બંધ કરાયા છે. કોરોના સંક્રમણ રોકવા તંત્ર દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે.
સુરતઃ ગુજરાતમાં આવતીકાલથી સુરત સહિત અમદાવાદ, વડોદરા અને રાજકોટમાં રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં, રાજ્ય સરકારે કોર્પોરેશનોને કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે પગલાં ભરવાની છૂટ આપી છે, ત્યારે સુરતમાં કોરોનાના કેસો અટકાવવા માટે સુરત કોર્પોરેશને મોટો નિર્ણય લીધો છે.
BRTS બાદ શું બંધ કરવાનો લીધો નિર્ણય
સૌથી વધુ કોરોના કેસ જે વિસ્તારમાં આવે છે ત્યાં સિટી બસ-BRTS બસ સેવા આજથી બંધ કરી દેવામાં આવી છે. અઠવા, રાંદેર, લિંબાયત ઝોનમાં સિટી બસ સર્વિસ બંધ કરી દેવામાં આવી છે. અડાજણ પાલ રિંગરોડ વિસ્તારમાં સીટી બસ બંધ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સુરતના તમામ ગાર્ડનો બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોરોના સંક્રમણ રોકવા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાર શહેરોમાં નાઇટ કર્ફ્યૂ
ગુજરાતના ચાર મોટા શહેરોમાં રાજ્યની વિજય રૂપાણી સરકારે રાત્રિ કર્ફ્યૂની ફરી એકવાર જાહેરાત કરી છે. અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં આવતી કાલે 17મી માર્ચથી રાતે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂની જાહેરાત કરવામાં આવી છે. આગામી 31મી માર્ચ સુધી આ નાઇટ કર્ફ્યૂ અમલી રહેશે. હવે રૂપાણી સરકારે વધુ એક મોટો નિર્ણય લીધો છે. રાતના 10 પછી આ ચાર શહેરમાં એસટી બસ પ્રવેશ નહીં કરે. એસટી નિગમ દ્વારા આ નિર્ણય લેવાયો છે. ચારેય કરફ્યુગ્રસ્ત શહેરોમાં આ નિર્ણય લાગુ પડશે.
રાત્રી કરફ્યુના નિર્ણય પર st વિભાગ સજ્જ થઈ ગયું છે. એસટીમાં મુસાફરી કરતા પેસેંજરો માટે મહત્વના સમાચાર સમાચાર આવ્યા છે. 4 મહાનગરોમાં રાત્રે 10 વાગ્યા બાદ બસો નહીં જાય. પેસેંજરોને રાત્રે 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમે અપીલ કરી છે. એડવાન્સ બુકીન્સના પેસેંજરોને ટેલિફોનીક સૂચના આપવામાં આવી છે. મહાનગરો સિવાયના પેસેંજરોને રિંગરોડથી અન્ય સ્થળ પર લઇ જવાશે. આજથી જ પેસેંજરોને 10 વાગ્યા બાદ ન નીકળવા st નિગમે અપીલ કરી છે.