Surat hit and run : બહેન ઘરે રાખડી બાંધવા રાહ જોઈ રહી હતી ને ભાઈનું અકસ્માતમાં થયું મોત
શહેરના રિંગરોડ ન્યુ ફ્લાય ઓવર બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. બહેન ઘરે રાખડી બાંધવા રાહ જોતી રહી ગઈ છે. બે બેહનાના એક માત્ર ભાઈનું અકસ્માતમાં મોત થયું છે.
સુરત: શહેરના રિંગરોડ ન્યુ ફ્લાય ઓવર બ્રિજ ઉપર હિટ એન્ડ રનની ઘટના બની છે. બહેન ઘરે રાખડી બાંધવા રાહ જોતી રહી ગઈ છે. બે બેહનાના એક માત્ર ભાઈનું અકસ્માતમાં મોત થયું છે. સ્મીમેર હોસ્પિટલની સામે બનાવ બન્યો હતો. યુવક બરડોલીથી પરથી ઘરે જઈ રહ્યો હતો. રાંદેર ટાઉનમાં રહેતો નીતિન કુમાર પંચાલનું અકસ્માતમાં મોત નીપજ્યું છે.
ઘરે જવા નિકળ્યો હતો ને રસ્તામાં કાળ ભટકાયો. અજાણ્યા વાહન ચાલક ટક્કર મારીને ફરાર થઈ ગયો છે. ટુ વિહલરને ટક્કર મારતા યુવકનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. યુવક પર દેવું વધારે હોવાથી ટેનશનમાં રહેતો હતો. પુણા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Rajkot : કોટડા સાંગાણીની યુવતી સાથે લવ મેરેજ કરનાર યુવકની હત્યા, જાણો કોણ છે હત્યારા?
રાજકોટઃ રાજકોટના કોટડા સાંગાણી તાલુકાના પડવલા ગામે પરપ્રાંતિય યુવકની હત્યા કરવામાં આવી છે. ત્રણથી ચાર શખ્સો દ્વારા ધોકા પાઇપ પડે હુમલો કર્યા બાદ પરપ્રાંતીય યુવકનું મૃત્યુ થયું છે. મૂળ મેટોડા ગામની યુવતી સાથે પરપ્રાંતિય યુવક પિયુષએ પ્રેમ લગ્ન કર્યા હતા. શાપર વેરાવળ પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, કોટડાસાંગાણી તાલુકાના પડવલામાં યુવતી સાથે લવ મેરેજ કરનાર યુવક પર યુવતીના સંબંધીઓએ હથિયારોથી હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે ઓનર કિલિંગની આ ઘટનામાં અપહરણ કરાયેલી યુવતીને મુક્ત કરાવી ત્રણ આરોપીને પકડી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
મૃતક યુવક પિયુષ પડવલા ગામે રહેતો હતો અને શાકભાજીનો વેપાર કરતો હતો. શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ પ્રમાણે, આરોપી તરીકે લોધીકાના મેટોડા ગામના વિહળ આલાભાઈ માલાણી, લોધીકાના માખાવડ ગામે રહેતા રાદેવ માલાણી અને કોટડાસાંગાણીના શાપર ગામે રહેતા શિનો વિભાભાઈ વાલાનું નામ છે.
ફરિયાદી મુળ ઉત્તર પ્રદેશના વતની છે અને રાજકોટ નજીક ત્રણ વર્ષ પહેલા શાપર વેરાવળ શાંતિધામમાં રહેતા હોય અને મજુરી કામ કરતા હતા. આ સમયે નાથીબેન રાણાભાઈ માલાણીની પુત્રી અલય ઉર્ફે કુંવર સાથે ફરિયાદીના પુત્ર પિયુષની આંખ મળી જતા બન્ને શાપર વેરાવળથી નાશી જઈ રાજસ્થાન અને ત્યાંથી ઉત્તર પ્રદેશ જતા રહ્યા હતા. ત્યાર બાદ પોલીસમાં ફરિયાદ થતા શાપર વેરાવળ પોલીસે પિયુષની ધરપકડ કરી હતી. 9 માસ પિયુષ જેલમાં રહ્યા બાદ જામીન પર છુટીને આવ્યા બાદ યુવતીના સગાસબંધી અને પરિવારજનોને આ પ્રેમલગ્ન મંજુર ન હોય પોતાની પત્ની અલય ઉર્ફે કુંવરને સાથે લઈ વતન ઉત્તર પ્રદેશ રહેવા જતો રહ્યો હતો.
ત્રણ દિવસ પહેલા રક્ષાબંધન હોવાથી પિયુષ પત્ની અલય અને એક પુત્ર સાથે પડવલા ગામે માતા-પિતા અને બહેનો પાસે રાખડી બંધાવવા આવ્યા હતા. દીકરી ગામમાં આવતાં માતા સહિત ત્રણ સભ્યો મળવા માટે આવ્યા હતા. આ વખતે માતા અને પુત્રે પ્રેમ લગ્ન કરનાર અલયને મોબાઈલ ગિફ્ટ આપ્યો હતો. આ પછી બીજા દિવસે તા. 10 ઓગસ્ટે ફરી અલય ઉર્ફે કુંવરનો ભાઈ કરણ, કાનો સહિત ત્રણ શખ્સો ફરી મળવા આવ્યા હતા.
ગઈ કાલે સવારે ફરિયાદીનો પુત્ર પિયુષ અને આરોપીઓ ઓફિસમાં ઘુસી પિયુષને આડેધડ ધોકા-પાઈપ વડે માર મારવા લાગ્યા હતા. આ વખતે ફરિયાદી અને તેની પુત્રી આરતી બચાવવા જતા તેમના પર પણ હુમલો કરી ઓફિસની બહાર જ તેમને રોકી દિધા હતા. પિયુષને બે રહેમીથી માર માર્યા બાદ આરોપીઓ અલય ઉર્ફે કુંવરનું અલ્ટો કારમાં અપહરણ કરી નાસી ગયા હતા. બીજી બાજુ ગંભીર રીતે ઘવાયેલા પિયુષને 108 મારફત સારવાર અર્થે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા તેનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું.