Surat: લગ્નવાંછુક માટે લાલબત્તી સમાન કિસ્સો, લગ્નના 5 દિવસમાં દુલ્હેન કર્યું એવું કે......
નાસિકની લૂંટેરી દુલ્હન સુરતના કતારગામના યુવકની 1.80 લાખની મતા લઈ ફરાર થઈ ગઈ. ચોકબજાર પોલીસે ટોળકી સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે.

Surat News: લગ્નવાંછુક માટે લાલબત્તી સમાન કિસ્સો ફરી એક વખત પ્રકાશમાં આવ્યો છે. નાસિકની લૂંટેરી દુલ્હન સુરતના કતારગામના યુવકની 1.80 લાખની મતા લઈ ફરાર થઈ ગઈ. ચોકબજાર પોલીસે ટોળકી સામે ચીટીંગનો ગુનો નોંધ્યો છે. લગ્ન કરાવવાના બહાને દલાલોએ પણ રૂપિયા પડાવ્યા હતા. દલાલોએ 1.80 લાખ રૂપિયા લઈ યુવકના મહારાષ્ટ્રીયન યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. લગ્નના 5 દિવસ બાદ માતાને મળવા જવાનું કહી યુવતી રફુચક્કર થઈ ગઈ હતી.
મૂળ અમરેલીના ખાંભાના હસાપરાના વતની અને સુરતના કતારગામમાં રહેતા 27 વર્ષીય મહેશભાઈ વિઠ્ઠલભાઈ તરસરીયા કતારગામ ચીકુવાડી શાંતિનગર સોસાયટીના ગેટ પાસે બજરંગ ઓટો ગેરેજ એન્ડ વાયરિંગના નામે ગેરેજ ધરાવે છે. આઠ મહિના પહેલા તેઓ તેમની બહેનના ઘરે રહેતા હતા ત્યારે લગ્ન માટે મિત્ર વર્તુળમાં વાત કરી હતી. જેમાં મિત્ર મારફતે હર્ષદભાઈ સરવૈયાનો રેફરન્સ મળ્યો હતો. મહેશભાઈએ હર્ષદભાઈને ફોન કરતાં તેમણે મોમીનભાઈનો નંબર આપ્યો હતો. મોમીનભાઈને ફોન કરતાં તેણે એક છોકરીનો ફોટો મોકલ્યો હતો. છોકરી પસંદ આવતાં મહેશભાઈએ મોમીનભાઈને રૂપિયા છ હજાર મોકલ્યા હતા. જે બાદ મોમીનભાઈએ છોકરી મહારાષ્ટ્રની છું, હું તેના ઘરે જાઉ છું, જો તું પસંદ આવીશ તો લગ્ન કરાવીશ તેમ કહી બીજા 15 હજાર લીધા હતા. 10 દિવસ બાદ અમદાવાદ ખાતે મહેશભાઈ અને લુંટેરી દુલ્હન કવિતાની મુલાકાત થઈ હતી. જેમાં લગ્ન કરવાનું નક્કી થતાં મોમીનભાઈએ રૂપિયા 1500 માંગી 12 એપ્રિલ, 2022ના રોજ સુરત આવી લગ્ન કર્યા હતા. લગ્ન સમયે મહેશભાઈના પરિવારે કવિતાને રૂપિયા 46 હજારના કપડાં અને દાગીના આયા હતા. જ્યારે મોમીનભાઈએ ભાડાના 10 હજાર, દલીલા 8500 અને લગ્ન ખર્ચના 1.05 લાખ લીધી હતા.
લગ્નના બાદ મહેશભાઈના ઘરે રોકાયેલી કવિતાએ 17 એપ્રિલન રોજ મારી માતાની તબિયત સારી નથી અને તે નાસિક છે તેથી તેના ખબર અંતર પૂછવા જઈએ અને મારા તમામ આધારા પુરાવા ત્યાં છે તે લેતા આવીએ તેમ કહેતા મહેશભાઈ કવિતા સાથે ગયા હતા. નાસિર બસ સ્ટેશન પર કવિતા હું મારા મિત્રના રૂમ પર કપડાં બદલીનેથોડીવારમાં આવું છું તેમ રહીને ગઈ હતી અને પરત આવી નહોતી. આથી તેમણે મોમીનભાઈને ફોન કરતાં તેમણે સુરત આવી જાવ તેમ કહી હું કવિતાને ત્રણ-ચાર દિવસમાં બોલાવી દઈશ તેમ કહેતા તેઓ સુરત આવી ગયા હતા. આજ દિન સુધી કવિતા પરત ન ફરતાં તેમણે ફરિયાદ નોંધાવી હતી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
