Mosquito: મચ્છરોનો ઉપદ્રવ વધતા સુરત મનપા એક્શનમાં, 13 શાળાઓને નૉટિસ, ચારને 11 હજારનો દંડ ફટકારાયો
Surat Mosquito infestation: ચોમાસામાં ઠેર ઠેર મચ્છરોના ઉપદ્રવને લઇને તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે

Surat Mosquito infestation: સુરતમાં ચોમાસાને લઇને મચ્છરોનો ઉપદ્વવ સતત વધી રહ્યો છે. અગાઉ સુરત મનપાએ શહેરમાં દવાનો છંટકાવ અને ફૉગિંગ જેવી કામગીરી કરી હતી, છતાં મચ્છરોનો ઉપદ્વવ ઓછો નથી થઇ રહ્યો, ત્યારે હવે સુરત મનપાએ મચ્છરોનો ઉપદ્વવ મળનારી જગ્યાઓને દંડ અને નૉટિસ ફટકારવાનું શરૂ કર્યુ છે. સુરત મનપાએ શહેરમાં 13 સરકારી અને ખાનગી શાળાઓને મચ્છરોના ઉપદ્વવને લઇને નૉટિસ ફટકારી છે, અને ચાર ખાનગી શાળાઓને 11 હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
ચોમાસામાં ઠેર ઠેર મચ્છરોના ઉપદ્રવને લઇને તંત્ર દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યાં છે. મચ્છરોના ઉપદ્વવથી મેલેરિયા, કૉલેરા, ટાઇફૉઇડ અને વાયરલ ફિવરના કેસોમાં સતત વધારો થઇ રહ્યો છે. સુરતમાં તંત્ર દ્વારા મચ્છરોના ઉપદ્વવને લઇને મોટી એક્શન લીધી છે. સુરત મહાનગર પાલિકાએ 13 સરકારી અને ખાનગી શાળાને નૉટિસો ફટકારી છે. શાળાઓમાં મચ્છરોનો ઉપદ્રવ મળતા આ તમામને નૉટિસ ફટકારી છે. આ ઉપરાંત મનપા દ્વારા શહેરના ચાર ખાનગી શાળાઓને 11 હજારનો દંડ ફટકારાયો છે, જેમાં ટાઈની સ્ટાર સ્કૂલ અને જ્ઞાન મંદિર સ્કૂલને દંડ ફટકારાયો છે. જ્યારે નસર્જન ગુજરાતી સ્કૂલ, ભૂલકાંભવન સ્કૂલ, સ્વામીનારાયણ સ્કૂલ અને એસ.રિવર ડેલ સ્કૂલને નોટિસ ફટકારાઇ છે.
મોબાઈલની લત કેટલી ખતરનાક? સુરતમાં મોબાઈલ માટે પિતાએ ઠપકો આપતા 17 વર્ષના પુત્રએ આપઘાત કર્યો
સુરતના પાંડેસરા વિસ્તારમાં એક હચમચાવી દેનારી ઘટના સામે આવી છે, જ્યાં ધોરણ 12 માં અભ્યાસ કરતા 17 વર્ષીય સત્યમ ગુપ્તા નામના કિશોરે તેના પિતાએ મોબાઈલ ફોનમાં વધુ પડતા વ્યસ્ત રહેવા બદલ ઠપકો આપતા અને ફોન આપવાની ના પાડતા ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી. આ ઘટના July 18, 2025 ના રોજ બની હતી અને રવિવારે સારવાર દરમિયાન સત્યમનું મોત નીપજ્યું હતું. મૂળ યુપીના પ્રતાપગઢના વતની આ કિશોરના આત્મઘાતી પગલાથી પરિવારજનોમાં શોકનો માહોલ છે, અને પાંડેસરા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાએ યુવાનોમાં મોબાઈલની લત અને તેના ગંભીર પરિણામો પર ફરી ચિંતા ઉભી કરી છે. પ્રાથમિક માહિતી મુજબ, પાંડેસરાના ક્રિષ્ણા નગર ખાતે રહેતા અને શાકભાજી વેચી પરિવારનું ગુજરાન ચલાવતા પપ્પુ યાદવનો 17 વર્ષીય પુત્ર સત્યમ ગુપ્તા ધોરણ 12 સાયન્સમાં અભ્યાસ કરતો હતો. જોકે, સત્યમ અભ્યાસમાં ધ્યાન આપવાના બદલે મોટાભાગનો સમય મોબાઈલ ફોનમાં જ વ્યસ્ત રહેતો હતો. તેના પિતાએ તેને ઘણીવાર ઠપકો આપ્યો હતો અને July 18, 2025 ના રોજ તેને મોબાઈલ ફોન આપવાની ના પાડી હતી. પિતાના આ ઠપકા અને નિર્ણયથી સત્યમને ખૂબ જ માઠું લાગી આવ્યું હતું. આ વાતથી નારાજ થઈને તેણે ઘરે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પરિવારજનોને આ અંગેની જાણ થતાં જ તેઓ સત્યમને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં રવિવારે સાંજે સારવાર દરમિયાન સત્યમનું કરુણ મોત નીપજ્યું હતું.





















