શોધખોળ કરો

Surat: છાતીમાં દુખાવાની ફરિયાદ સાથે યુવક આવ્યો સારવાર માટે, તબીબની પત્નીએ ગ્લુકોઝની બોટલમાં 8 ઈન્જેક્શન આપ્યા ને પછી....

Surat News: મૃતકના પરિવારજનોના કહેવા મુજબ, કથિત તબીબ પહેલાં કમ્પાઉન્ડર હતો અને પત્ની ધો.10 પાસ છે.

Surat: સુરતના ઉધના વિસ્તારમાં એક ક્લિનિકમાં છાતીમાં દુઃખાવાની ફરિયાદ સાથે યુવક સારવાર માટે આવ્યો હતો. તબીબની પત્નીએ ગ્લુકોઝ બોટલમાં 8 ઇન્જેકશનો આપી દેતાં દર્દીનું મોત થયાનું પરિવારજનોએ આરોપ લગાવ્યો હતો. મૃતકના પરિવારજનોના કહેવા મુજબ, કથિત તબીબ પહેલાં કમ્પાઉન્ડર હતો અને પત્ની ધો.10 પાસ છે. મૃતક ભટુભાઈ નિંબાભાઈ પાટીલ રિક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા. ભટુભાઈને સિવિલ ખાતે બેભાન હાલતમાં લાવતા મૃત જાહેર કરાયા હતા.    

મૂળ મહારાષ્ટ્રના પારોળનાના બાદરપુરના વતની ભટુભાઈ નિંબાભાઈ પીટીલ (ઉ.વ.45) પરિવાર સાથે ઉધના રોડ નં-4 ખાતે રહેતા હતા. રિક્ષા ચલાવી બે પુત્ર સહિતના પરિવારનું પેટિયું રળતા ભટુભાઈને 10 તારીખે છાતીમાં દુખાવો થતાં સ્થાનિક વિસતારના રામધન યાદવ નામના તબીબ પાસે સારવાર કરાવી હતી.જોકે બીજા દિવસે ભટુભાઈની તબિયતમાં સુધારો નહીં થતાંસારવાર માટે લઈ ગયા હતા. બીજા દિવસે ડોકટરના બદલે તેની પત્ની શીલાએ ભટુભાઈને ગ્લુકોઝની બોટલમાં સાતથી આઠ ઈન્જેક્શન આપ્યા હતા. જે બાદ ઘરે પરત ફર્યા બાદ ચક્કર આવતા હતા અને 108 મારફતે સિવિલ હોસપિટલ લઈ જવાયા હતા. જ્યે તેમને સારવાર મળે તે પહેલાં જ મોત થયું હતું.

ભટુભાઈની અણધારી વિદાય બાદ પરિવારના સભ્યોએ ડોક્ટર યાદવ અને તેની પત્નીની બેદરકારીના કારણે કટુંબના મોભીનું નિધન થયાના આક્ષેપ કર્યા હતા. પરિવારના આક્ષેપ બાદ તબીબ દંપત્તિની ડિગ્રીના પણ તપાસ કરવામાં આવશે. તબીબ સૂત્રોના જણાવ્યા મુજબ, પીએમ  દરમિયાન મૃતકના હૃદયમાં બ્લોક મળ્યા હતા. હૃદયની ધમની સાંકડી થઈ ગઈ હતી. હૃદયને બ્લડનો પુરવઠો નહીં મળતાં મોત થયું હોવાનો પ્રાથમિક રિપોર્ટ પોલીસને આપી દેવાયો છે. જોકે વિસેરાના સેમ્પલ લઈ તપાસ માટે મોકલાયા છે. જેનો રિપોર્ટ આવ્યા બાદ મોતનું ચોક્કસ કારણ જાણી શકાશે.

દિલ્હીમાં ગરમીને લઈ શાળાઓને અપાઈ સૂચના

દિલ્હીમાં 14 એપ્રિલે તાપમાન 18 થી 38 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે રહેશે. 15 એપ્રિલે લઘુત્તમ તાપમાન 19 અને મહત્તમ તાપમાન 39 ડિગ્રીની વચ્ચે રહેશે. 16, 17 અને 18 એપ્રિલે દિલ્હીનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે. તેના પરથી અનુમાન લગાવી શકાય છે કે આગામી દિવસોમાં દિલ્હીમાં ગરમી વધુ વધશે. દિલ્હી અને તેની આસપાસના વિસ્તારના લોકોએ ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું જોઈએ. દિલ્હીમાં વધી રહેલી ગરમીને જોતા દિલ્હી સરકારના શિક્ષણ નિર્દેશાલયે શાળાઓ માટે પરિપત્ર જારી કર્યો છે. ઉનાળાની ઋતુમાં વધતા તાપમાનનો ઉલ્લેખ કરીને, દિલ્હી શિક્ષણ વિભાગ દિલ્હીની તમામ સરકારી અને ખાનગી શાળાઓને શાળામાં પાણીની પૂરતી વ્યવસ્થા રાખવા, બાળકોને પાણીનો વિરામ આપવા જણાવ્યું છે. શાળાએ આવતી-જતી વખતે બાળકોને સીધા સૂર્યપ્રકાશથી બચવા માટે જાગૃત કરવામાં આવે અને જો કોઈ બાળકને સૂર્ય કે ગરમી સંબંધિત બીમારીની ફરિયાદ હોય તો તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં જાણ કરવા જણાવાયું છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Teachers Agitation | ગાંધીનગરમાં શિક્ષકોના આમરણાંત ઉપવાસ, શિક્ષકો પહોંચવાના શરૂGujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદJammu Kashmir:  જમ્મુ-કશ્મીરના ડોડામાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, 4 જવાન શહીદGujarat Rain Data | ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો ખાબક્યો વરસાદ? | ABP Asmita

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
Anant-Radhika Wedding: અનંત અંબાણીના લગ્નમાં બોમ્બની ધમકી આપનાર આરોપી ગુજરાતમાંથી ઝડપાયો
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
GMERS સંચાલિત ફીને લઇ મહત્વપૂર્ણ નિર્ણય, સરકારી તબીબી કોલેજની ફીમાં ઘટડો, જાણો કેટલી છે નવી ફી
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Valsad News: વલસાડના ધરમપુરના ભેંસધરા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં નીકળી અંતિમયાત્રા
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Gujarat Dam: રાજ્યના 206 જળાશળો ઉભરાયા, નર્મદા ડેમમાં 52 ટકા જ્યારે અન્ય ડેમોમાં 34 ટકા સુધી જળસંગ્રહ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
Rain Forecast: રાજ્યમાં પાંચ દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી, આ જિલ્લામાં રેડ એલર્ટ
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
શાકભાજીના ભાવમાં થયો ભડકો, ટામેટા 100 રુપિયાના કિલો
Railway Vacancy 2024:  સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, ધોરણ 10 અને ITI પાસ કરી શકશે અરજી
Railway Vacancy 2024: સેન્ટ્રલ રેલવેમાં બમ્પર ભરતીની જાહેરાત, ધોરણ 10 અને ITI પાસ કરી શકશે અરજી
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
સૌરાષ્ટ્રના બે દિગજ્જો વચ્ચેનો જંગ પાટીદાર સમાજને ક્યાં લઈ જશે ?
Embed widget