Gujarat Rain Forecast | આજે 8 જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ, તુટી પડશે ભારેથી અતિભારે વરસાદ
Gujarat Rain Forecast:હવામાન વિભાગની (Meteorological Department) આગાહી (Forecast) મુજબ આજે રાજ્યને મેઘરાજા ઘમરોળશે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતના આઠ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું (rain) રેડ એલર્ટ આપ્યું છે. 10 જિલ્લામાં વરસાદનું (rain) હવામાન વિભાગે (Meteorological Departmen) ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, તો દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. . તો છોટા ઉદેપુરમાં પણ અત્યંત ભારે વરસાદની ( heavy rain) આગાહી (forecast) કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારકા, જામનગર, પોરબંદર, રાજકોટ અને બોટાદમાં વરસાદનું (rain) ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. .. તો વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી અને ડાંગમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે જાહેર કરાયુ ઓરેન્જ એલર્ટ