શોધખોળ કરો

Surat: એક જ મહિનામાં શ્વાને યુવકને બે વખત ભર્યા બચકા, સારવારમાં મોતથી પરિવાર શોકમગ્ન

Surat News: 28 વર્ષીય યુવકને શ્વાને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. શ્વાને બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો

Surat News: સુરતમાં શ્વાનનો આતંક યથાવત છે.  શ્વાન ના ત્રાસથી સુરતમાં વધુ એકનું મોત થયું છે. વેડ રોડના લક્ષ્મી નગરમાં આ ઘટના બની. 28 વર્ષીય યુવકને શ્વાને એક મહિનામાં બે વાર બચકા ભર્યા હતા. શ્વાને બચકા ભર્યા બાદ યુવક સતત બીમાર રહેતો હતો. સ્મિમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન યુવકનું મોત નિપજ્યું હતું.

ફેબ્રુઆરીમાં પ્રથમ વાર અને આઠ દિવસ પહેલા પણ શ્વાને બચકું ભર્યું હતું. યુવકને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયો હતો. ફરજ પર હાજર તબીબઓએ યુવકને મૃત જાહેર કર્યો હતો. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચું કારણ બહાર આવશે.

ભેસ્તાનમાં થોડા દિવસ પહેલા કૂતરું કરડતાં બાળકનું મોત

શહેરના  ભેસ્તાન વિસ્તારમાં થોડા દિવસ પહેલા કૂતરું કરડતા 6 વર્ષના બાળકનું મોત થયું હતું. ભેસ્તાન વિસ્તારમાં ફાયર સ્ટેશન પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું હતું, જ્યાં પરિવાર સાથે કામદાર હાજર હતા ત્યારે પાછળથી ગળા,પેટ માં,માથામાં,પગમાં કૂતરું કરડ્યું  હતું. જે બાદ બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ લવાયો હતો, જ્યાં ફરજ પર હાજર ડોક્ટરે બાળક ને મૃત જાહેર  કર્યો હતો.

ગત મહિને શહેરમાં ખજોદ વિસ્તારમાં 2 વર્ષની બાળકીને શ્વાને 40 જેટલા બચકાં ભર્યા હતા. જે બાદ બાળકીને સારવાર અર્થે લઈ જવામાં આવી હતી. જ્યાં સારવારમાં તેનું મોત થયું હતું. વ્હાલસોયીના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.ખજોદ ખાતે ડાયમંડ બુર્સમાં  આવેલી લેબર કોલોનીમાં રહેતા રવિકુમાર કહારની બે વર્ષીયની પુત્રીને ત્રણ-ચાર શ્વાને બચકાં ભરતા સારવાર માટે નવી સિવિલમાં કિડની બિલ્ડીંગમાં લાવ્યા હતા. જોકે બાળકીને 30 થી 40 જેટલા ભાગે બચકા ભર્યા હોવાનું ડોકટરે કહ્યુ હતુ. જેથી તે બાળકીને જે ભાગે બચકાથી ધા પડયા હતા. જેથી તે ઘાને અનુલક્ષીને ધાની નજીકમાં ૩૦ જેટલી વખત હડકવા વિરોધી રસી જરૂરીયાત પ્રમાણે આપવામાં આવી હતી. એવુ સિવિલના ડોકટરે કહ્યુ હતું.

સુરતમાં 2022માં 16 હજારથી વધુ લોકોને કૂતરાએ બચકાં ભર્યા

સુરત શહેરમાં વિવિધ વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ પ્રતિદિન વધી રહ્યો છે. જોકે ગત વર્ષ 2022માં શહેરમાં વિવિધ વિસ્તારોમાં કૂતરાએ બચકા ભર્યા બાદ 1653 વ્યક્તિઓ સારવાર માટે નવી સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં આવ્યા હતા. જયારે  જેટલા ભાગે બચકા ભરવાથી ઘા પડતા હોય એટલા ભાગે ઘાને અનુલક્ષીને નવી સિવિલમાં હડકવા વિરોધી રસી આપવામાં આવી રહી છે.

પ્રાપ્ત વિગત મુજબ થોડા દિવસ પહેલા વરાછામાં માસુમ બાળકીને બાદ વેડ રોડ ખાતે એક બાળકી પર રખડતા કૂતરાએ હુમલો કર્યો હતો. ત્યારબાદ ગઈકાલે રવિવારે ખજોદ ડાયમંડ બુર્સમાં બે વર્ષીય માસુમ બાળકી પર ત્રણ ચાર કૂતરઓએ હુમલો કરતા ૩૦ થી ૪૦ બચકા ભરતા ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે છેલ્લા કેટલાક સમયથી શહેરમાં રાંદેર, અડાજણ, વેડ રોડ, વરાછા, નાનપુરા, કતારગામ, વરાછા, પાંડેસરા, ભેસ્તાન, લિંબાયત, ઉધના સહિતના વિસ્તારોમાં રખડતા કૂતરાઓનો ત્રાસ વધી ગયો છે. જેથી પગપાળા જતા વ્યક્તિ કે બાઈક પર જતા વ્યક્તિઓની પાછળ દોડી કુતરા બચકાં ભરે છે. જોકે વર્ષ 2022 સુરતના વિવિધ વિસ્તારોમાં 16653 કૂતરાએ બચકા ભર્યા હતા. જેમાં સારવાર અને હડકવા વિરોધી રસી મુકવા માટે નવી સિવિલમાં 9389 અને સ્મીમેર હોસ્પિટલમાં 7264 વ્યકિતઓ આવ્યા હતા.

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget