શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
સુરતઃ યુવકને ઘરે કામ કરતી યુવતી સાથે બંધાયા શારીરિક સંબંધ, યુવતીને બીજા યુવક સાથે પણ સંબંધ હોવાની થઈ જાણ ને....
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઉત્તરાયણના દિવસે પોલીસને યુવકની લાશ મળી હતી. યુવકની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ હતું /
સુરતઃ સુરતમાં યુવકને પોતાની પાસે રહેતી યુવતી સાથે શારીરિક સંબંધો બંધાયા હતા. આ યુવક યુવતી સાથે ઘરમાં જ શરીર સુખ માણતો હતો ને રંગરેલિયાં મનાવતો હતો. દરમિયાનમાં યુવતીને જેના ઘરે રસોઈ તથા અન્ય કામ માટે જતી હતી એ યુવક સાથે પણ શારીરિક સંબંધો બંધાયા હતા. આ યુવતી પરીણિત હોવાથી પતિ ઉપરાંત બબ્બે યુવકે સાથે લગ્નેતર શારીરિક સંબંધો રાખતી હતી. યુવતીના યુવક સાથેના શારીરિક સંબંધોની જાણ બીજા પ્રેમીને થતાં તેણે મિત્ર સાથે મળીને યુવકની હત્યા કરી નાંખી હોવાની ચોંકાવનારી ઘટના બની છે.
પોલીસ પાસેથી મળેલી માહિતી પ્રમાણે ઉત્તરાયણના દિવસે પોલીસને યુવકની લાશ મળી હતી. યુવકની હત્યા થઈ હોવાનું સ્પષ્ટ હતું તેથી પોલીસે તપાસ શરૂ કરતાં મૃતક યુવક ગંગાસિહ રમાકાંત હોવાનું બહાર આવ્યું હતું. ગંગાસિંહ સચિન જીઆઈડીસીમાં તળગપુર ગામમાં રહેતો હતો.
પોલસી તપાસમાં બહાર આવ્યું કે, ગંગાસિંહને એક પરીણિત યુવતી સાથે શારીરિક સંબંધ હતા. યુવતી ગંગાસિંહના ઘરે ગૂપચૂપ જતી અને બંને રંગરેલિયાં મનાવતાં હતાં. પોલીસને આ યુવતીના કમલેશ રામપાલ યાદવ સાથે પણ શારીરિક સંબંધો હોવાનું જાણવા મળ્યું હતું. યુવતી કમલેશના ઘરે રસોઈ કરવા અને અન્ય કામ માટે જતી હતી. પોલીસે કમલેશ ઉત્તરાયણના દિવસે ક્યાં હતો તેની તપાસ કરતાં તે ગંગાસિંહને મળ્યો હોવાની ખબર પડી હતી. પોલીસે તેની અટકાયત કરીને આકર પૂછપરછ કરતાં તેણે મિત્ર બ્રિજમોહન છોટેલાલ ગુપ્તા સાથે મળીને ગંગાસિંહની હત્યા કર્યાનું કબૂલ્યું હતું. પોલીસે બંનેની ધરપકડ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
મનોરંજન
Advertisement
gujarati.abplive.com
Opinion