શોધખોળ કરો

સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર

સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા સુરતમાં પોલિટિકલ ફંડિંગના મોટા હવાલા રેકેટનો પર્દાફાશ થયો છે. દિલ્હીથી આંગડિયા મારફતે કરોડો રૂપિયા સુરત આવતા હોવાની ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલાસો થયો છે.

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • સુરતમાં ચૂંટણી પહેલા હવાલા મારફતે કરોડો રૂપિયાના કૌભાંડનો પર્દાફાશ.
  • આપના નેતાઓ પર દિલ્હીથી આંગડિયા મારફતે પૈસા મોકલવાનો આરોપ.
  • ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી છે, IT વિભાગને પણ જાણ કરાઈ.
  • નાયબ મુખ્યમંત્રી સંઘવીએ આપ પર કાળા નાણાંના ઉપયોગનો આરોપ લગાવ્યો.

Surat Election 2026: સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ નજીક આવતા જ સુરતનું રાજકારણ ગરમાયું છે. શહેરમાં ચૂંટણી પ્રચાર અને નેટવર્ક મજબૂત કરવા માટે હવાલા મારફતે આવતા કરોડો રૂપિયાના પોલિટિકલ ફંડિંગના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ કથિત હવાલા કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) ના મોટા નેતાઓના નામ ઉછળી રહ્યા છે. ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ આ સમગ્ર મામલે ઊંડી તપાસ કરી રહી છે અને તેમાં ઈન્કમટેક્સ (IT) વિભાગને પણ જાણ કરી દેવાઈ છે. દિલ્હીથી હવાલા મારફતે આવતા આ કાળા નાણાંના ખુલાસા બાદ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ AAP પર આકરા પ્રહારો કર્યા છે અને કટ્ટર ઈમાનદારીની વાતો કરનારાઓના અસલી ચહેરા ખુલ્લા પડી ગયા હોવાનું સ્પષ્ટ જણાવ્યું છે.

આ સમગ્ર હવાલાકાંડની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચે પોતાના હાથમાં લીધી છે. માહિતી મુજબ, ઉમરા પોલીસ સ્ટેશનના એક PSI દ્વારા આ મોટા ફંડિંગ વિશે જાણવા જોગ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હીથી સુરતમાં આંગડિયા મારફતે છેલ્લા 4 મહિનામાં 1 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. આ તપાસમાં આંગડિયા પેઢીના એપ્રિલ મહિનાના CCTV ફૂટેજ સૌથી મહત્વના પુરાવા તરીકે પોલીસના હાથમાં આવ્યા છે. પોલીસને એવી બાતમી મળી હતી કે AAP નેતા હિમાંશુ પાહુજા દિલ્હીથી ગુપ્ત બ્લેક ફંડ મોકલતો હતો, જે સુરતના પીપલોદ વિસ્તારમાં રહેતા આકાશ મિશ્રા અને અજય તિવારી દ્વારા રિસીવ કરવામાં આવતું હતું. આ મામલે પોલીસે હિમાંશુ પાહુજાની લાંબી પૂછપરછ પણ કરી હતી.

સૂત્રોનું માનીએ તો, આ કોઈ નાનું સૂનું કૌભાંડ નથી. એક સુયોજિત આંતરરાજ્ય હવાલા સિન્ડિકેટ દ્વારા આખું નેટવર્ક ચલાવવામાં આવતું હતું, જેમાં ફાયનાન્સિયલ રિસીવર અને ડિસ્ટ્રીબ્યુટરનું મુખ્ય હબ સુરતને બનાવવામાં આવ્યું હતું. આ હવાલા કૌભાંડમાં AAP ના વરિષ્ઠ નેતાઓ જેવા કે સુરેન્દ્ર ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન પણ હવે તપાસના રડાર પર આવી ગયા છે. એવી પૂરેપૂરી શક્યતા છે કે આગામી 2 દિવસમાં જ પોલીસ આ મામલે સત્તાવાર મોટી ફરિયાદ નોંધીને કેટલાક મોટા રાજકીય ચહેરાઓને બેનકાબ કરશે.

આ મોટા ખુલાસા બાદ રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આમ આદમી પાર્ટી પર સીધું નિશાન સાધ્યું છે. તેમણે કહ્યું કે, "ચૂંટણીમાં તેઓએ એક એક ઉમેદવાર દીઠ 1 થી 2 કરોડ રૂપિયા મોકલ્યા છે. દિલ્હીથી આવેલા નેતાના PA નું આ હવાલા કૌભાંડ પકડાઈ ગયું છે, જેના વીડિયોમાં રૂપિયાની મોટી થોકડીઓ સાફ દેખાઈ રહી છે." સંઘવીએ વધુમાં આરોપ લગાવ્યો કે, આ રૂપિયા છેલ્લા 1 વર્ષથી દર મહિને અલગ અલગ જિલ્લાઓમાં ચાલતી અમુક યુટ્યુબ ચેનલોને આપવામાં આવતા હતા, જેથી ગુજરાતના ભોળા નાગરિકોને ભડકાવીને અંદરોઅંદર ઝઘડા કરાવી શકાય. અંતમાં તેમણે કટાક્ષ કરતા કહ્યું કે, "આખો દિવસ ઈમાનદારીની વાતો કરનારા લોકો આટલા કરોડો રૂપિયા ક્યાંથી લઈને બેઠા છે? આ ષડયંત્ર હવે ખુલ્લું પડી ગયું છે અને આવનારા દિવસોમાં તેમાં હજુ પણ ઘણા મોટા ખુલાસા થશે."

Frequently Asked Questions

સુરતમાં કયું મોટું કૌભાંડ બહાર આવ્યું છે?

સુરતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલા હવાલા મારફતે આવતા કરોડો રૂપિયાના પોલિટિકલ ફંડિંગના મોટા ષડયંત્રનો પર્દાફાશ થયો છે. આ કથિત હવાલા કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) ના મોટા નેતાઓના નામ ઉછળી રહ્યા છે.

આ હવાલા કૌભાંડમાં કોની સામે તપાસ ચાલી રહી છે?

આ સમગ્ર મામલે ઉમરા પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ ઊંડી તપાસ કરી રહી છે. ઈન્કમટેક્સ (IT) વિભાગને પણ જાણ કરાઈ છે. AAP નેતા હિમાંશુ પાહુજા, આકાશ મિશ્રા અને અજય તિવારી જેવા લોકો તપાસના દાયરામાં છે.

આ હવાલા કૌભાંડમાં કેટલા પૈસાનો ઉલ્લેખ છે?

તપાસમાં સામે આવ્યું છે કે દિલ્હીથી સુરતમાં આંગડિયા મારફતે છેલ્લા 4 મહિનામાં 1 કરોડથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ ચૂંટણીમાં ઉમેદવાર દીઠ 1 થી 2 કરોડ રૂપિયા મોકલવાનો પણ આરોપ લગાવ્યો છે.

આ કૌભાંડમાં કઈ પાર્ટીના નેતાઓ સંડોવાયેલા હોવાની શક્યતા છે?

આ કથિત હવાલા કૌભાંડમાં આમ આદમી પાર્ટી (AAP) ના મોટા નેતાઓના નામ ઉછળી રહ્યા છે. AAP ના વરિષ્ઠ નેતાઓ સુરેન્દ્ર ભારદ્વાજ અને સત્યેન્દ્ર જૈન પણ તપાસના રડાર પર આવી ગયા છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget