Surat: વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો, બાળક મકાન પરથી નીચે પટકાતાં મોત
Surat News: સુરતના યોગીચોક વિસ્તારમાં પાંચ વર્ષનું બાળક મકાન પરથી નીચે પટકાતા મોત થયું હતું. બાળકના માતા-પિતા નવનિર્મિત મકાનમાં મજૂરી કરી રહ્યા હતા ત્યારે રમતા રમતા બાળક નીચે પટકાયું હતું.
Surat News: ડાયમંડ નગરી સુરતમાં વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો છે. પાંચમા માળેથી પટકાતાં બાળકનું મોત થયું છે.
શું છે મામલો
સુરતના યોગીચોક વિસ્તારમાં પાંચ વર્ષનું બાળક મકાન પરથી નીચે પટકાતા મોત થયું હતું. બાળકના માતા-પિતા નવનિર્મિત મકાનમાં મજૂરી કરી રહ્યા હતા ત્યારે રમતા રમતા બાળક નીચે પટકાયું હતું. સારવાર દરમિયાન બાળકનું મોત થયું હતું. સરથાણા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજસ્થાનના બીજોરીગામના વતની બહાદુર ભાઈ ભાભોર પોતાની પત્ની દેવલીબેન અને બે બાળકો સાથે હાલમાં યોગીચોક વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી સોસાયટી પાસે બિલ્ડીંગમાં મજુરી કામ કરતા હતા. ગત 28 માર્ચના રોજ આ પરિવાર બપોરના સમયે પરિવાર જમીને આરામ કરતું હતું તે દરમ્યાન તેઓનો 5 વર્ષીય પુત્ર મહેશ પણ આરામ કરતો હતો. દરમ્યાન પરિવાર ઉઠીને કામ કરવા લાગ્યું હતું. તે દરમ્યાન તેઓનો 5 વર્ષીય પુત્ર અચાનક ત્રીજા માળેથી નીચે પટકાયો હતો. બીજી તરફ બાળકને ગંભીર ઈજાઓ થઇ હોય તેને તાત્કાલિક સારવાર અર્થે સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે સવારે બાળકનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું .બાળકના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. મહેશ ભાઈને એક અઢી વર્ષનો દીકરો છે. જયારે મૃતક મહેશ 5 વર્ષનો હતો. તેના મોતને લઈને પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો હતો. હોસ્પિટલ ખાતે પરિવારે હૈયાફાટ રુદન કર્યું હતું.
કાપોદ્રામાં હિટ એન્ડ રન ની ઘટના
સુરતના કાપોદ્રા વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. ફોર વ્હીલ ચાલકે ગઇકાલે રાત્રે 9.30 કલાકે બાઇકને અડફેટે લીધું હતું. જેમાં પિતા સાથે 2 પુત્રી અને પત્નીને ઈજા થઈ હતી. ઘટના બાદ કાર ચાલક ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટના cctv માં કેદ થઈ હતી. Cctv ના ફુટેજ ના આધારે કાપોદ્રા પોલીસે તપાસ હાથ ધરી છે.
પાંડેસરા પ્રમુખ પાર્ક બ્રિજ નીચે પાંચ દિવસ પહેલા બે યુવાનોને માર મારી એકની હત્યા કરી દેવાઈહતી. પોલીસે ઝડપેલા ચાર આરોપીની એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ ઓળખ પરેડ કરાઈ હતી. જેમાં આરોપીઓને નહીં ઓળખી બતવવા માટે આરોપીના સાગરિતે ધમકી આપી હોય ફરિયાદી તથા સાક્ષી ફરી ગયાના આક્ષેપ સાથે અઠવાલાઈન્સ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
અમરેલી જિલ્લામાં બેફામ દોડતાં વાહનોના કારણે અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મૂળ મધ્યપ્રદેશના અને હાલ મોટા આંકડીયા ગામે રહેતો એક યુવક તેના પરિવાર સાથે જતો હતો ત્યારે ભાર રીક્ષા ચાલકે આવી ટક્કર મારતાં તેમના ત્રણ વર્ષીય બાળકનું નીચે પટકાવાથી મોત થયું હતું. અકસ્માત બાદ રીક્ષા ચાલક ફરાર થઈ ગયો હતો.
બનાવ અંગે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બાબાદેવ ફળીયાના અને હાલ મોટા આંકડીયા ગામે જેન્તીભાઈ બોદરની વાડીએ રહેતા શહાદત પીડુભાઈ વસુનિયા (ઉ.વ.22)એ અજાણ્યા ચોર ઇસમ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમનું બાઇક લઇને પત્ની અને ત્રણ સંતાનો સાથે અમરેલીથી મોટા આંકડીયા ગામે આવતા હતા ત્યારે સામેથી ફોર વ્હીલ આવતાં ભાર રીક્ષા ચાલકે અચાનક બ્રેક મારી હતી. જેથી તેમનું બાઇક તેની સાથે અથડાયું હતું. જેના કારણે બાઇકમાં સવાર તમામ પડી ગયા હતા, જે પૈકી તેમના પુત્રનું મોત થયું હતું. અકસ્માત બાદ ભાર રીક્ષા ચાલક નાસી ગયો હતો