(Source: ECI/ABP News/ABP Majha)
Surat News: સિટી બસ ફરી કાળમુખી બની, એક જ પરિવારના ત્રણ લોકોને લીધા અડફેટે, એકનું મોત
Latest Surat News: બસ ચાલાક અકસ્માત સર્જી બસ મૂકી ફરાર થઈ ગયો હતો. સચિન GIDC પોલીસ એ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
Latest Surat News: સુરત શહેરમાં બસ ચાલકોનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. સુરતમાં મ્યુનિ. સંચાલિત સીટી અને બીઆરટીએસ કેટલાક બસના ચાલકો બેફામ અને પૂરઝડપે બસ હંકારતા હોવાથી અકસ્માતના બનાવો વધી રહ્યા છે. શહેરના ખજોદ વિસ્તારમાં સિટી બસ ફરી કાળમુખી બની હતી. એક જ પરિવારના ત્રણ લોકોને અડફટે લીધા હતા. જેમાં એક યુવકનું મોત નીપજ્યું હતું. બસ ચાલાક અકસ્માત સર્જી બસ મૂકી ફરાર થઈ ગયો હતો. સચિન GIDC પોલીસ એ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
સચિનમાં પણ અકસ્માત
સચિન જીઆઇડીસી ખાતે સીટી બસે બાઇકને ટક્કર મારતા ઇજા પામેલા ત્રણ વ્યકિત પૈકી યુવાનનું મોત નીપજ્યું હતું. જયારે મજુરી કામ કરનાર ભાઇ અને તેની બહેનને નાની મોટી ઈજા થઇ હતી. જયારે બીજા બનાવમાં લસકાણામાં શુક્રવારે સાંજે બીઆરટીએસ બસે અડફેટે લેતા તરૃણીને ઇજા થતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ છે. નવસારીમાં વિજલપોર ખાતે ક્રિષ્ણા નગરમાં રહેતો 28 વર્ષીય શિવાપ્રતાપ ગણેશપ્રસાદ સોનકર શુક્રવારે સાંજે સચિન તલંગપૂર ખાતે તેમના સંબંધીની બાંધકામ સાઈટ પરથી મજૂર કામ કરતો કુમાર લસીયા ડાવર (ઉ.વ.20 અને તેની બહેન કીચપા ડાવર (ઉ.વ.16 -બંને રહે-ખજોદગામ બાંધકામ સાઇડ પર) બાઈક બેસાડીને ખજોદ ખાતે મુકવા જવા નીકળ્યો હતો. તે સમયે સચિન જીઆઇડીસીમાં ગીંજા મીલ તરફથી જતા રામેશ્વર કોલોની ગભેણી રોડ ઉપર બ્લ્યુ કલરની સીટી બસના ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ગંભીર ઇજા પામેલા શિવાપ્રતાપ અને કુમારને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જયાં ટુંકી સારવાર દરમિયાન શિવાપ્રતાપનું મોત થયુ હતુ. જયારે કુમાર ડાવરને નવી સિવિલમાં દાખલ કર્યો છે. અને તેની બહેનને સામાન્ય ઇજા થઇ હોવાનું સુત્રો જણાવ્યું હતું. જયારે શિવાપ્રતાપ મુળ ઉતરપ્રદેશનો વતની હતો. તેના છ મહિના પહેલા લગ્ન થયા હતા. જયારે 10-15 દિવસ પહેલા સુરત આવ્યો હતો. ઇજા પામેલા ભાઇ-બહેન મુળ મધ્યપ્રદેશના અલીરાજપુરના વતની છે. તે અને તેમના પિતા બાંધકામ સાઇટ ઉપર મજુરી કામ કરે છે. આ અંગે સચિન જીઆઆઈડીસી પોલીસે બસ ડ્રાઈવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.