શોધખોળ કરો

Surat: વરઘોડામાં ગીત વગાડવા મુદ્દે બે જૂથો બાખડ્યા, સામસામે પથ્થરમારા બાદ વાહનોમાં કરાઇ તોડફોડ

સુરત જિલ્લામાં બે જૂથો વચ્ચે ઘર્ષણ બાદ મારામારીની ઘટના ઘટી છે. સુરતના ડુમસ ગામમાં બે જૂથ વચ્ચે પહેલા મારામારી થઇ હતી

Surat News: સુરતમાં ફરી એકવાર બે જૂથો વચ્ચે ઝઘડો થયાની ઘટના સામે આવી છે. આ વખતે ડુમસ ગામમાં બે જૂથો વચ્ચે નજીવી બાબતે બોલાચાલી બાદ મોટા ઝઘડો શરૂ થયો હતો, જેમાં સંખ્યાબંધ વાહનોને તોડફોડ અને સામસામે મારામારી થઇ હતી. હાલમાં ઇજાગ્રસ્તોને સિવિલ હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે.

સુરત જિલ્લામાં બે જૂથો વચ્ચે ઘર્ષણ બાદ મારામારીની ઘટના ઘટી છે. સુરતના ડુમસ ગામમાં બે જૂથ વચ્ચે પહેલા મારામારી થઇ હતી અને બાદમાં પથ્થરમારો થયો હતો. ડુમસ ગામમાં એક લગ્ન સમારોહ દરમિયાન વરઘોડો નીકળ્યો હતો, જેમાં ગીત વગાડવા લઈને બે જૂથો વચ્ચે બોલાચાલી થયા બાદ પથ્થરમારો થયો હતો. આ ઘટનામાં તોફાની તત્વોએ સંખ્યાબંધ વાહનોમાં તોડફોડ કરી હતી. સામસામેના પથ્થરમારામાં મહિલાઓ સહિત કેટલાક લોકોને ઈજાઓ પહોંચી હતી. હાલમાં આ તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સિવિલ હૉસ્પીટલ ખસેડવામાં આવ્યા છે. જોકે બાદમાં પોલીસે બન્ને પક્ષોને સમજાવીને મામલો શાંત પાડ્યો હતો.

‘ફોટોશૂટ માટે ગોવા અને દમણ લઇ ગયો અને પછી...’, સુરતના વેપારી વિરુદ્ધ મોડલની ફરિયાદ

સુરતમાં ટેક્સટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી પર એક મોડલે દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો. મળતી જાણકારી અનુસાર, શહેરમાં ટેક્સટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મિતેષ જૈન પર એક 28 વર્ષીય મોડલે આરોપ લગાવ્યો હતો કે મિતેષે ફોટો શૂટ કરવાના બહાને ગોવા, દમણ લઇ જઈ તેમના પર દુષ્કર્મ આચર્યું હતું. જો કે આરોપીને 14 દિવસ પહેલા મોડલ સાથે માથા ફૂટ થતા હવામાં ફાયરિંગ પણ કર્યું હતું. આખરે અલથાણ પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો. શહેરના ઘોડદોડ રોડ વિસ્તારમાં રહેતા અને ટેકસ્ટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા વેપારી મિતેષ જૈને માર્કેટના ફોટોશૂટના બહાને શહેર અને રાજ્યની અલગ અલગ હોટેલોમાં લઈ જઈ લગ્નની લાલચે મહિલાનું વારંવાર શારીરિક શોષણ કરી બળાત્કાર ગુજારતા પોલીસે આરોપી વેપારીની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. મહિલા અને વેપારી વર્ષ 2017 માં એકબીજાના સંપર્કમાં આવ્યા હતા.જ્યાં માર્કેટના ફોટોશૂટના બહાને વેપારીએ મહિલાનું શારીરિક શોષણ કર્યાનો આરોપ નોંધાવેલી ફરિયાદમાં કર્યો હતો.

ફોટોશૂટની કરી હતી ઓફર

ભોગ બનનાર મહિલાએ અલથાણ પોલીસ સ્ટેશનમા નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે વર્ષ 2017 માં તેણી સુરતના ઘોડદોડ રોડ ખાતે રહેતા અને ટેકસ્ટાઈલ્સના વ્યવસાય સાથે સંકળાયેલા મિતેષ સંપતલાલ જૈનના સંપર્કમાં આવી હતી. બંને એકબીજાને પરિચયમાં આવ્યા બાદ વેપારીએ માર્કેટના ફોટોશૂટ માટે તેણીને ઓફર કરી હતી.જે બાદ ફોટોશૂટ દરમ્યાન બંને વચ્ચે મિત્રતા થઇ હતી. ફોટોશૂટ કરવાના બહાને સુરતના ડુમસ રોડ પર આવેલ હોટેલ સહિત ગોવા તેમજ અન્ય રાજ્યોની હોટલોમાં લઈ જઈ શારીરિક શોષણ કર્યું હતું.

મારી નાખવાની આપી હતી  ધમકી 

ત્યારબાદ ફરી લગ્નની લાલચ આપી શારીરિક શોષણ કરી મારઝૂડ પણ કરી હતી. આરોપી મહિલાના ઘરે જઇ મારી નાખવાની ધમકી આપી સંબંધ રાખવા બળજબરીપૂર્વક દબાણ પણ કરતો હતો. મહિલાએ આપેલી ફરિયાદના આધારે અલથાણ પોલીસ દ્વારા વેપારી મિતેષ સંપતલાલ જૈન વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી.     

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
UPI યુઝર્સ માટે નવું ફીચર, હવે એપ બદલ્યા વિના જોઈ શકશો બીજા એપના ટ્રાજેક્શન
UPI યુઝર્સ માટે નવું ફીચર, હવે એપ બદલ્યા વિના જોઈ શકશો બીજા એપના ટ્રાજેક્શન
Advertisement

વિડિઓઝ

US Bar Mass Shooting : અમેરિકાના સાઉથ કેરોલિનામાં અંધાધૂંધ ફાયરિંગમાં ચાર લોકોના મોત થયા
Pakistan-Afghanistan Conflict : અફઘાનિસ્થાન અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ
Bardhaman Railway Station : પ.બંગાળના બર્ધમાન રેલવે સ્ટેશન પર ભાગદોડ, 6થી વધુ લોકો ઇજાગ્રસ્ત
Dahod News: દાહોદના લીમખેડાની ઘટના, ખોટો મરણનો દાખલો બનાવી જમીન પચાવી પાડી?
Hun To Bolish : હું તો બોલીશ : ભાગો સિંહ આવ્યા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Banks Holidays: ઓક્ટોબરના બાકીના 17 દિવસ બેન્કમાં રજાની ભરમાર, જાણો કેટલા દિવસ રહેશે ઓપન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
Diwali 2025: દિવાળી અગાઉ કરો ઘરની આ દિશાઓની સફાઈ, માતા લક્ષ્મી થશે પ્રસન્ન
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
US bar mass shooting: અમેરિકામાં ફરી અંધાધૂધ ફાયરિંગ, ચાર લોકોના મોત, 20 ઈજાગ્રસ્ત
UPI યુઝર્સ માટે નવું ફીચર, હવે એપ બદલ્યા વિના જોઈ શકશો બીજા એપના ટ્રાજેક્શન
UPI યુઝર્સ માટે નવું ફીચર, હવે એપ બદલ્યા વિના જોઈ શકશો બીજા એપના ટ્રાજેક્શન
Women's WC: ઓસ્ટ્રેલિયા સામે હાર પછી હવે સેમિફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા? આ છે સમીકરણ
Women's WC: ઓસ્ટ્રેલિયા સામે હાર પછી હવે સેમિફાઈનલમાં કેવી રીતે પહોંચશે ટીમ ઈન્ડિયા? આ છે સમીકરણ
Stock Market News:શેર માર્કેટ ધડામ,સેંસેક્સ 451 અંક ટૂટ્યો, તો નિફ્ટી  50 પર લાલમલાલ
Stock Market News:શેર માર્કેટ ધડામ,સેંસેક્સ 451 અંક ટૂટ્યો, તો નિફ્ટી 50 પર લાલમલાલ
'યુદ્ધ નહીં રોકાય તો યુક્રેનને આપીશ ટોમહૉક મિસાઈલ...' , ડોનાલ્ડ ટ્રમ્પની પુતિનને ધમકી
'યુદ્ધ નહીં રોકાય તો યુક્રેનને આપીશ ટોમહૉક મિસાઈલ...' , ડોનાલ્ડ ટ્રમ્પની પુતિનને ધમકી
Diwali 2025: દિવાળી પહેલા અચૂક કરો આ કામ, ઘરમાંથી નકારાત્મકતાની સાથે વાસ્તુદોષ થશે દૂર
Diwali 2025: દિવાળી પહેલા અચૂક કરો આ કામ, ઘરમાંથી નકારાત્મકતાની સાથે વાસ્તુદોષ થશે દૂર
Embed widget