શોધખોળ કરો

Surat: સુરતમાં આપઘાતની બે ઘટનાઓ, બન્નેમાં રત્નકલાકારે ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ, જાણો

સુરતમાં બે જુદીજુદી ઘટનાઓમાં આપઘાતથી મોતના કિસ્સા સામે આવ્યા છે

Surat News: સુરતમાં બે જુદીજુદી ઘટનાઓમાં આપઘાતથી મોતના કિસ્સા સામે આવ્યા છે. શહેરમાં વેડ રૉડ અને વરાછામાં એમ બે અલગ અલગ ઘટનાઓમાં બે રત્નકલાકારોઓ આપઘાત કરીને જીવન ટૂંકાવ્યુ છે, જોકે, બન્નેના મૃત્યુ પાછળનું કારણ હજુ સુધી જાણી શકાયુ નથી. 

મળતી માહિતી પ્રમાણે, સુરત શહેરમાં ફરી એકવાર આપઘાતના કિસ્સાઓ એક પછી એક સામે આવી રહ્યાં છે. શહેરમાં બે અલગ અલગ કિસ્સાઓમાં બે રત્નકલાકારોએ આપઘાત કરીને પોતાનું જીવન ટૂંકાવ્યુ છે. આપઘાતની પહેલી ઘટના શહેરના વેડ રૉડ પર ઘટી છે, અહીં મૂળ મૂળ બનાસકાંઠાના સુઇગામના જે કેટલાક સમયથી વેડ રોડ સ્થિત બહુચરનગરમાં ઘટી છે, અહીં હીરાના કારખાનામાં કામ કરી રહેલા એક રત્નકલાકારે ઘરના છતના હૂંક સાથે મફલર બાંધીને જીવન ટૂંકાવ્યુ છે, આ રત્નકલાકાર હીરાના કારખાનામાં કામ કરીને પત્ની અને દીકરાનું ભરણપોષણ કરતો હતો.

તો વળી બીજો આપઘાતનો બનાવ શહેરના વરાછામાં બન્યો છે, અહીં લંબે હનુમાન રૉડ પર એક 22 વર્ષીય રત્નકલાકારે ગળાફાંસો ખાઇને મોતને વ્હાલુ કર્યુ છે. લંબે હનુમાન રૉડ પર આવેલા કબીરદાસ નગરમાં રહેતા 22 વર્ષીય યુવાન રોહિત હંસરાજ શર્માએ ઘરમાં છતના હૂક સાથે ચાદર બાંધીને ગળાફાંસો ખાધો છે. આ મૃતકને એક ભાઇ અને બે બહેન છે. બન્ને ઘટનાઓમાં મૃતકોએ કઇ વાતને લઇને ગળાફાંસો ખાઇને જીવન ટૂંકાવ્યુ છે, તેનું કારણ હજુ પણ અકબંધ છે.

અમદાવાદમાં 24 કલાકમાં 6 લોકોએ આત્મહત્યા કરતા ચકચાર

અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં આત્મહત્યાની છ ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે. આ આત્મહત્યાની ઘટના અંગે વિગતે વાત કરીએ તો, ગુજ.યુનિ., વસ્ત્રાપુર, કાલુપુર, બાપુનગર, ખાડીયા અને કાગડાપીઠ વિસ્તારમાં આત્મહત્યાની ઘટના સામે આવી છે. વસ્ત્રાપુરમાં ઝેરી દવા પીને એક વ્યક્તિએ  જીવન ટૂંકાવ્યું છે જ્યારે ગુજરાત યુનિવર્સિટી, બાપુનગર ખાડીયા વિસ્તારમાં મહિલા અને વસ્ત્રાપુર કાલુપુરમાં પુરુષે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી છે. જો કે, આ આત્મહત્યાના કારણો અંગે કોઈ માહિતી સામે આવી નથી. શહેર એક જ દિવસમાં છ વ્યક્તિઓના આત્મહત્યાથી થયેલા મોતને લઈને ચકચાર મચી જવા પામી છે. અમદાવાદમાંથી એક ચોંકાવારો દુષ્કર્મનો કિસ્સો સામે આવ્યો છે. એક યુવકે ખુદ હિન્દુ પંડિત હોવાની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે, આ યુવકે અઢી મહિના પહેલા હિન્દુ સગીરા સાથે ખુદ હિન્દુ પંડિત હોવાનુ કહીને કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા, જોકે, બાદમાં હિન્દુ સગીરાએ આધાર કાર્ડ જોતા આ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. 

પોલીસે યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી

મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં એક પછી એક લવ જેહાદના કિસ્સા સામે આવી રહ્યાં છે. આમાં વધુ એક ચોંકાવનારો દુષ્કર્મ અને લગ્નનો કિસ્સો અમદાવાદના વાસણા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. માહિતી છે કે, એક યુવકે ખુદને હિન્દુ પંડિતની ઓળખ આપીને હિન્દુ સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ છે. હિન્દુ સગીરાને આ કિસ્સામાં સૌથી પહેલા પોતાની બહેણપણીના ભાઇએ મિત્રતા કેળવી હતી, બાદમાં તેને ખુદને હિન્દુ પંડિત ગણાવ્યો અને હિન્દુ સગીરાને લલચાવી ફોસલાવીને પોતાની જાળમાં ફસાવી હતી. યુવકે હિન્દી સગીરા સાથે અનેકવાર શરીર સંબંધો બંધ્યા અને દુષ્કર્મ આચર્યુ હતુ. ખાસ વાત છે કે, યુવક અને હિન્દુ સગીરાએ ગયા સપ્ટેમ્બર 2023ના મહિનામાં કોર્ટ મેરેજ પણ કરી લીધા હતા. જોકે, આ સમગ્ર ઘટનાનો ભંડાફોડ ત્યારે થયો જ્યારે હિન્દુ સગીરાએ યુવકનું આધાર કાર્ડ જોયુ હતુ. હાલમાં આ સમગ્ર મામલે વાસવા પોલીસે યુવક વિરૂદ્ધ દુષ્કર્મનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat:હવે તો નકલી ઈન્સ્ટિટ્યૂટ પણ ખોલી નાંખ્યું.. પરીક્ષા માટે વિદ્યાર્થીઓને લઈ જવાતા બેંગ્લોરRajkot:સિવિલ હોસ્પિટલે માનવતા મૂકી નેવે,અર્ધનગ્ન હાલતમાં દર્દી રઝળ્યો; આ દ્રશ્યો હચમચાવી દેશેKhyati Hospital Case| પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના એડમિશન કરાશે રદ્દ, અન્ય વિદ્યાર્થીઓનું શું થશે?Prshant Vajirani :ડોક્ટરના રિમાન્ડમાં મોટા મોટા ઘટસ્ફોટ, જાણો બીજે ક્યાં ક્યાં હતી સંડોવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
અદાણીની ધરપકડ થાય, પીએમ મોદી દરેક વખતે બચાવે છે- રાહુલ ગાંધી
Adani Group:  અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Adani Group: અદાણી ગ્રૂપે ગૌતમ અદાણી પર લાગેલા આરોપો અંગે આપી પહેલી પ્રતિક્રિયા
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Drugs: અમદાવાદમાં ડ્રગ્સનું સામ્રાજ્ય, સતત બીજા દિવસે કરોડોના MD ડ્રગ્સ સાથે શખ્સ પકડાયો
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
Khyati Hospital: પોલીસની પ્રાથમિક તપાસમાં મોટો ખુલાસો, રૂપિયા કમાવવા એક જ મહિનામાં 13 ગામમાં મેડિકલ કેમ્પ યોજ્યા
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
સરકારે 5.8 કરોડ રાશન કાર્ડને કરી દીધા રદ્દ, લિસ્ટમાં તમારુ નામ તો નથી ને
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Layoffs: આ દિગ્ગજ કંપની કરશે 4000 કર્મચારીઓની છટણી, જાણો કોણ થશે પ્રભાવિત?
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Utility: ઘરે ભૂલી ગયા હોય આયુષ્યમાન કાર્ડ તો આ રીતે મફતમાં કરાવો ઇલાજ, જાણો પ્રૉસેસ...
Embed widget