Crime: 10 વર્ષની હિન્દુ છોકરીને ઘરેથી ઉઠાવી, ધર્મ બદલ્યો ને 50 વર્ષના મુસ્લિમ સાથે કરાવ્યા નિકાહ
Hindu Girl Kinapped and Conversion in Pakistan: શિવાએ બુધવારે કહ્યું કે કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓની મિલીભગતથી નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે
Hindu Girl Kinapped and Conversion in Pakistan: પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં 10 વર્ષની હિન્દુ બાળકીનું અપહરણ કરીને તેના મુસ્લિમ યુવક સાથે બળજબરીથી લગ્ન કરવાનો મામલો સામે આવ્યો છે. જોકે અધિકારીઓએ તેને બચાવી લીધો હતો. સિંધ પ્રાંતના ગ્રામીણ વિસ્તારોમાં હિન્દુ સમુદાય માટે સગીર અને કિશોરવયની હિન્દુ છોકરીઓનું અપહરણ, બળજબરીથી ધર્માંતરણ અને લગ્ન એ મુખ્ય સમસ્યા છે.
શું છે આખો મામલો ?
પાકિસ્તાન દરાવર ઇત્તેહાદ (અલ્પસંખ્યકોના અધિકારો માટે રચાયેલ એનજીઓ) ના પ્રમુખ શિવા કાચીના જણાવ્યા અનુસાર, સંઘારમાં અન્ય એક કેસમાં એક 15 વર્ષની હિન્દુ છોકરીના 50 વર્ષના મુસ્લિમ વ્યક્તિ સાથે બળજબરીથી લગ્ન કરાવવામાં આવ્યા હતા, જેણે હજુ સુધી પુનઃપ્રાપ્ત કરી શકાયું નથી.
શિવાએ બુધવારે કહ્યું કે કેટલાક ભ્રષ્ટ પોલીસકર્મીઓની મિલીભગતથી નકલી દસ્તાવેજો તૈયાર કરવામાં આવે છે અને જ્યારે પીડિતાના માતા-પિતા/વકીલ કોર્ટમાં કેસ લઈ જાય છે ત્યારે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવે છે.
છોકરીને શોધીને પરત ઘરે મોકલી
શિવા કાછીએ કહ્યું કે 10 વર્ષની બાળકીનું ગયા અઠવાડિયે મીરપુરખાસના કૉટ ગુલામ મુહમ્મદ ગામમાં તેના ઘરની બહારથી અપહરણ કરવામાં આવ્યું હતું અને તેને સિરહાંડી એર સમારો મદરેસામાં લઈ જવામાં આવી હતી. તેમણે કહ્યું કે છોકરીને ઇસ્લામ સ્વીકારવા માટે દબાણ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ શાહિદ તાલપુર સાથે લગ્ન કરવામાં આવ્યા હતા, પરંતુ જ્યારે આ મુદ્દો વિસ્તારના અધિકારીઓ સાથે ઉઠાવવામાં આવ્યો હતો, ત્યારે એસએસપી પોલીસ અનવર અલી તાલપુરે દરમિયાનગીરી કરી હતી અને છોકરીને પરત તેના ઘરે મોકલી હતી.
આ ઉપરાંત બીજી યુવતી ગત રવિવારથી ગુમ હોવાનું પણ પ્રકાશમાં આવ્યું હતું અને અપહરણકારોએ યુવતીની ઉંમર 20 વર્ષની હોવાનું દર્શાવવા નકલી લગ્ન અને ધર્મ પરિવર્તન અંગેના પ્રમાણપત્રો તૈયાર કર્યા હતા.
પાકિસ્તાન અસલામત, આ પહેલા પાકિસ્તાની સેના પર પણ થયો હતો મોટો આતંકી હુમલો
એસોસિએટેડ પ્રેસના અહેવાલ મુજબ, ચાર ગુપ્તચર અને સુરક્ષા અધિકારીઓએ બુધવારે જણાવ્યું હતું કે, એક આત્મઘાતી બોમ્બરે ઉત્તર-પશ્ચિમ પાકિસ્તાનમાં એક સુરક્ષા ચોકી પર તેના વિસ્ફોટકોથી ભરેલા વાહનમાં વિસ્ફોટ કર્યો, જેમાં ઓછામાં ઓછા 12 સુરક્ષા દળોના મોત થયા અને કેટલાક ઘાયલ પણ થયાના અહેવાલ છે. તાજેતરના મહિનાઓમાં આ હુમલો સૌથી ઘાતક છે. આ હુમલો મંગળવારે સાંજે અશાંત ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના બન્નુ જિલ્લામાં થયો હતો. હાફિઝ ગુલ બહાદુર જૂથ તરીકે ઓળખાતા પાકિસ્તાની તાલિબાનના વિભાજિત જૂથે એક નિવેદનમાં હુમલાની જવાબદારી સ્વીકારી છે. સરકાર તરફથી તાત્કાલિક કોઈ ટિપ્પણી કરવામાં આવી ન હતી, પરંતુ સુરક્ષા અને ગુપ્તચર અધિકારીઓએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો હુમલાનું આયોજન કરનારાઓને નિશાન બનાવીને ઓપરેશન ચલાવી રહ્યા હતા.
આ પણ વાંચો
Valsad: ટ્યુશનથી છૂટી ઘરે જતી યુવતીનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળ્યો