Surat News: સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા યુવક-યુવતિ, લગ્નની ના પાડતાં......
NCRB નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા આંકડામાં મહિલાઓ પર થતા એસિડ એટેકના મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમે તેમજ એસિડ એટેકના પ્રયાસના મામલે બીજા નંબર હોવાનો ઘટસ્ફોટ થયો છે.
Surat Crime News: સુરતમાં એક યુવક અને યુવતિ સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા હતા. જે બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને મામલો લગ્ન સુધી પહોંચ્યો હતો. આ સમયે લગ્નની ના પાડતાં તેના પર એસિડ એટેકની ધમકી આપવામાં આવી હતી. જેને લઈ યુવતિએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ધમકી આપનારા શખ્સ બિપિન શુક્લની પાંડેસર પોલીસે ધરપકડ કરી હતી.
આણંદમાં પણ એસિડ એેટેક
આણંદમાંથી પણ આવી ઘટના સામે આવી છે, જિલ્લાના ઠાસરામાંથી એક મહિલા દ્વારા એસિડ એટેક કરવાની ઘટના સામે આવી છે, આ ઘટનામાં ત્રણ પુરુષ અને એક બાળકીને ઇજા પહોંચી છે, હાલમાં આ ત્રણેયને સારવાર માટે હૉસ્પીટલમાં ખસેડવામાં આવ્યા છે, કહેવાઇ રહ્યું છે કે આ સમગ્ર ઘટના ઘરેલુ ઝઘડાના કારણે બની હતી. મળતી માહિતી પ્રમાણે, આણંદ જિલ્લામાથી એક પારિવારિક ઝઘડાની ઘટનાએ બધાને ચોંકાવી દીધા છે, ખરેખરમાં આ ઘટના જિલ્લા ઠાસરાનાં ધુણાદરા લાખોટી પરામાં સોમવારે રાત્રે ઘટી છે, અહીં એક જ પરિવાર વચ્ચે નાનાકડી બાબતને લઇને ઝઘડો થયો હતો, ઘરમાં લાઇટ બંધ કરવાની વાતને લઇને ઝઘડો થયો હતો, એકે કહ્યું કે લાઇટ કેમ બંધ ના કરી આ બાબતથી રોષે ભરાયેલી મહિલાએ એસિડ એટેક કરી દીધો હતો. આ એસિડ એટેકમાં ત્રણ પુરુષ અને એક બાળકીને ઇજા પહોંચી હતી. હાલ બેને ગંભીર ઇજાઓ થઇ છે, અને સારવાર માટે તમામ પીડિતોને ઉમરેઠની ખાનગી હૉસ્પિટલમાં ખસેડવામા આવ્યા છે. આ બનાવ અંગે ડાકોર પોલીસે હૉસ્પિટલની વરધીના આધારે આગળની તપાસ હાથ ધરી છે.
એસિડ એટેકના મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠા તેમજ એસિડ એટેકના પ્રયાસના મામલે બીજા ક્રમે
NCRB નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો દ્વારા જાહેર કરાયેલા આંકડામાં મહિલાઓ પર થતા એસિડ એટેકના મામલે ગુજરાત સમગ્ર દેશમાં છઠ્ઠા ક્રમે તેમજ એસિડ એટેકના પ્રયાસના મામલે બીજા નંબર હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ આંકડા ગુજરાત પોલીસના ઉચ્ચ અધિકારીઓ માટે ચિંતાનો વિષય છે 2022માં ગુજરાતમાં ગુનાનો ભોગ બનેલી મહિલાઓએ 7731 ફરિયાદો નોંધાવી છે આ આંકડો 2021 કરતા 2022માં 5 જેટલો વધ્યો છે
2021માં ગુનાનો ભોગ બનેલી મહિલાઓએ 7348 ફરિયાદો નોંધાવી હતી જે ફરિયાદો 2022માં 383 વધી હતી એસિડ એટેક ઉપરાંત મહિલાઓની ગેંગરેપ કરી કે રેપ કરી હત્યા કરવાના બનાવોમાં પણ ઉછાળો આવ્યો છે. ગુજરાતમાં આવા 12 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે. મહિલાઓને આત્મહત્યા કરવા માટે પ્રેરણ કરવાનો 314 બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે જે મામલે સમગ્ર દેશમાં ગુજરાતનો આઠમાં નંબર પર છે.