શોધખોળ કરો

દુપટ્ટાથી પત્નીનું ગળુ દબાવ્યું, લાશને ડ્રમ્સમાં નાખી ક્રોકિટ ભર્યો, જાણો હત્યારા પતિની કરતૂત

ધર્મિષ્ઠાના મૃતદેહની સાથે ડ્રમમાં કોંક્રિટ ભરવામાં આવ્યો હતો. ડ્રમ પર મળી આવેલા બેચ નંબરના આધારે પોલીસ હત્યારા સંજય સુધી પહોંચી શકી હતી

સુરત પોલીસે એક ભયાનક હત્યા કેસનો પર્દાફાશ કર્યો છે. પોલીસે 44 વર્ષીય સંજય પટેલની તેની પત્ની ધર્મિષ્ઠાની હત્યાના આરોપમાં ધરપકડ કરી હતી. સંજયે તેની પત્નીના ચારીત્ર્ય પર શંકા રાખતો હતો. જેના કારણે સંજયે પત્નીની હત્યા કરી હતી. પોલીસે જણાવ્યું હતું કે ધર્મિષ્ઠાનો મૃતદેહ 2 જુલાઈના રોજ ભનોદરા ગામમાં એક ડ્રમમાં રાખેલો મળી આવ્યો હતો. ધર્મિષ્ઠાના મૃતદેહની સાથે ડ્રમમાં કોંક્રિટ ભરવામાં આવ્યો હતો. ડ્રમ પર મળી આવેલા બેચ નંબરના આધારે પોલીસ હત્યારા સંજય સુધી પહોંચી શકી હતી.

ડ્રમમાં ક્રોકિટ સાથે લાશને સંતાડી

સુરત ડીસીપી રાજેશ પરમારે કહ્યું હતું કે મહિલાનો મૃતદેહ નિર્જન સ્થળે ડ્રમમાં બંધ હાલતમાં મળી આવ્યો હતો. લાશ સડી ગયેલી હોવાથી તેની ઓળખ કરવી મુશ્કેલ હતી. ડ્રમ પર GACL કંપનીનું નામ અને બેચ નંબર હતો. અમે કંપનીનો સંપર્ક કર્યો અને જાણવા મળ્યું કે તેઓએ ડ્રમ કોને વેચ્યા હતા. કંપનીએ જેને ડ્રમ વેચ્યા હતા તેણે જણાવ્યું કે તેણે ડ્રમમાં રાખેલા કેમિકલનો ઉપયોગ કર્યા બાદ તેને ભંગારના વેપારીને વેચી માર્યું હતું. ત્યારબાદ ભંગારના વેપારીએ અમને સંજય પટેલની જાણકારી આપી હતી

200થી વધુ સીસીટીવી સ્કેન કરાયા

સિક્યોરિટી ગાર્ડ તરીકે કામ કરતા સંજયે પોતાની પત્નીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. પોલીસે જણાવ્યું કે સંજય તેની પત્નીના ચારિત્ર્ય પર શંકા કરતો હતો. સંજયના લગ્ન દસ વર્ષ પહેલા ધર્મિષ્ઠા સાથે થયા હતા. સંજયે પોલીસ સમક્ષ કબૂલાત કરી હતી કે તેની પત્ની સાથે તેના અનેકવાર ઝઘડાઓ થતા હતા. એક દિવસ ગુસ્સામાં આવીને તેણે તેના દુપટ્ટા વડે તેનું ગળું દબાવી દીધું. ત્યારબાદ મૃતદેહને બે દિવસ સુધી ડ્રમમાં રાખ્યો હતો. બાદમાં ડ્રમમાં સિમેન્ટ અને કોંક્રિટ ભરવામાં આવ્યું હતું. બાદમાં મજૂરોને બોલાવીને મૃતદેહ ભરેલા ડ્રમનો નિકાલ કર્યો હતો. આ મામલાની ગંભીરતા જોઈને સુરત પોલીસે ભેસ્તાન પોલીસની છ અને ક્રાઈમ બ્રાન્ચની સાત ટીમોને તપાસમાં કામે લગાડી હતી.  પોલીસે 200 થી વધુ સીસીટીવી કેમેરાના ફૂટેજ સ્કેન કર્યા હતા અને 50 થી વધુ સોસાયટીઓ અને 20 બાંધકામ સ્થળોની તપાસ કરી હતી.                                                   

ટોપ સ્ટોરી

Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
Surat Ragging Case: સુરત રેગિંગકાંડમાં મોટી કાર્યવાહી, HOD ડૉ સુમૈયા મુલ્લાને કરવામાં આવ્યા સસ્પેન્ડ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતમાં ફૂડ પોઈઝનિંગની ઘટના બાદ તંત્ર લાલઘૂમ, 330 હોટલ-રેસ્ટોરન્ટમાં તપાસ, 17 ને કરાઈ બંધ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
8th Pay Commission: 8માં પગાર પંચમાં જો આ માંગ પૂરી થશે તો  ₹70000 થશે તમારો પગાર? જાણો 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Gold Silver Price: સોના-ચાંદીના ભાવમાં ભડકો, ચાંદીમાં 10,000 નો ઉછાળો, જાણો કારણ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Embed widget