શોધખોળ કરો
Advertisement
સુરતઃ યુવકે સગીરા સાથે અંગતપળોનો ઉતારી લીધો વીડિયો ને પછી.....
સુરતના કતારગામમાં રહેતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેકવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ અંગતપળોનો વીડિયો પણ મોબાઇલમાં ઉતારી લીધો હતો.
સુરતઃ કતારગામમાં યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી બળાત્કાર ગુજારી અંગતપળોનો વીડિયો ઉતાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. યુવકે સગીરાને અંગતપળોનો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી તેના જ ઘરમાંથી 2.80 લાખ રૂપિયાની ચોરી કરાવી હતી. આ અંગે સગીરા અને તેના પરિવાર આરોપી યુવક સામે પોલીસ ફરિયાદ કરતાં પોલીસે આરોપી યુવકની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો પ્રમાણે, સુરતના કતારગામમાં રહેતા યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેની સાથે અનેકવાર મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધ્યા હતા. તેમજ આ અંગતપળોનો વીડિયો પણ મોબાઇલમાં ઉતારી લીધો હતો. આ પછી યુવકે તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું હતું. તેમજ સગીરાને તેના જ ઘરમાં ચોરી કરવા ફરજ પાડી હતી.
સગીરા પાસે તેના ઘરમાંથી અને તેના ભાઈના ઘરમાંથી કુલ 2.80 લાખ રૂપિયાની ચોરી કરાવી હતી. તેમજ આ રૂપિયા તેમે પડાવી લીધા હતા. આ અંગે સગીરાના પરિવારની ફરિયાદને આધારે આરોપી યુવક સામે બળાત્કારનો ગુનો દાખલ કરી ધરપકડ કરવામાં આવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ટેકનોલોજી
ટેકનોલોજી
Advertisement