શોધખોળ કરો
Advertisement
સુરત પોલીસ કમિશ્નર કચેરીના PSIને લાગ્યો કોરોનાનો ચેપ, પરિવારને અમદાવાદ મળવા....
પીએસઆઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નવી સીવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. કમિશ્નર કચેરીમાં કોરોનાનો કેસ આવાત આખી કમિશ્નર કચેરીને સેનેટાઈઝ કરાઈ છે.
સુરતઃ સમગ્ર રાજ્યમાં કોરોનાનો પ્રકોપ જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વોરિયર એવા પોલીસકર્મીઓ પણ તેની ઝપેટમાં આવી ગયા છે. સુરતમાં પોલીસ કમિશ્નર કચેરીના એક પીએસઆઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
મળતી માહિતી મુજબ પીએસઆઈને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ નવી સીવીલમાં દાખલ કરવામાં આવ્યા છે. કમિશ્નર કચેરીમાં કોરોનાનો કેસ આવાત આખી કમિશ્નર કચેરીને સેનેટાઈઝ કરાઈ છે.
સુરત પોલીસ કમિશ્નર કચેરીના પીએસઆઈ ભીમરાડમાં એકલા રહેતા હતા. તેમનો પરિવાર અમદાવાદમાં રહે છે. કહેવાય છે કે, પરિવારને અમદાવાદ મળવા ગયા ત્યારે તેમને ચેપ લાગ્યાની આશંકા છે.
સુરત જિલ્લાની વાત કરીએ તો હાલમાં જિલ્લામાં કુલ 401 કેસ એક્ટવિ છે જ્યારે 1042 લોકો રિકવર થઈને ઘરે ગયા છે. જિલ્લામાં કુલ 67 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 30711 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં હાલમાં કુલ 9940 લોકો કોરેન્ટાઈ હેઠળ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દુનિયા
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion