શોધખોળ કરો

સુરતઃ યુવક છોકરીના કપડા ઉતારવા ગયો, પણ છોકરીએ હાથે બચકું ભરી લીધું, ઉશ્કેરાયેલા યુવકે શું કરીને પતાવી દીધી?

ધોરણ 4માં અભ્યાસ કરતી 10 વર્ષીય બાળકી બે દિવસ પહેલા બપોરે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. પરિવારે શોધખોળ કરવા છતા બાળકીનો પત્તો લાગ્યો નહોતો. આથી સાંજે પાંડેસરા પોલીસને જાણ કરી હતી.

સુરતઃ પાંડેસરા ભેદવાડની 10 વર્ષીય બાળકીની યુવકે બળાત્કારના ઇરાદે હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ છે. યુવક બાળકીને વડાપાંઉ ખવડાવવાની લાલચ આપીને બળાત્કારના ઇરાદે ઝાડીમાં ખેંચી ગયો હતો. જોકે, બાળકીએ પ્રતિકાર કર્યો હતો અને હાથે બચકું ભરી લેતા ઉશ્કેરાયેલા યુવકે માથામાં ઇંટ ફટકારી દીધી હતી. આમ છતાં પણ યુવતી જીવત લાગતાં તેના માથામાં પથરાના ઘા મારીને હત્યા કરી નાંખી હતી. જોકે, પોલીસે આ હત્યા કેસ ઉકેલી નાંખ્યો છે અને યુવકની ધરપકડ કરી લેવામાં આવી છે. આ અંગેની વિગતો એવી છે કે , ધોરણ 4માં અભ્યાસ કરતી 10 વર્ષીય બાળકી બે દિવસ પહેલા બપોરે રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ ગઇ હતી. પરિવારે શોધખોળ કરવા છતા બાળકીનો પત્તો લાગ્યો નહોતો. આથી સાંજે પાંડેસરા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ દિશામાં તપાસ કરતા ભેદવાડના પ્રેમનગરની એક દુકાનના સીસીટીવીમાં બાળકી દિનેશ દિગુ બૈસાણે (ઉ.વ. 24 રહે. પ્રેમનગર ઝુંપડપટ્ટી, ભેદવાડ, પાંડેસરા) સાથે જતા નજરે પડી હતી. જેથી પોલીસે દિનેશની પુછપરછ કરી હતી. દિનેશની કડકાઇથી પૂછપરછ કરતાં તેણે કબૂલાત કરી હતી કે, તેણે વડાપાંઉની લાલચ આપીને તેનું અપહરણ કર્યું હતું. તેમજ તે બાળકીને ઉધના બીઆરસી નજીક લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટની પાછળ સુમસામ જગ્યા પર લઇ ગયો હતો. અહીં તેણે બાળકી પર બળાત્કારનો પ્રયાસ કર્યો હતો. તેમજ તેના કપડા ઉતારવા જતાં બાળકીએ તેના હાથે બચકું ભરી લીધું હતું. આથી હેબતાઇ ગયેલા યુવકે તેના માથામાં ઇંટ મારી દીધી હતી. આ પછી બાળકી ઘરે કહી દેશે, તેવા ડરથી પથ્થરના ઘા મારીને તેની હત્યા કરી નાંખી હતી. આ કબૂલાતને આધારે પાંડેસરા પોલીસ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટના સ્થળેથી પોલીસને બાળકીની લેગીન્સ અને અંડરવેર ઘુંટણ સુધી ઉતારેલી હાલતમાં માથા અને મોઢાના ભાગે ઇજાથી લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવી હતી. પોલીસે બળાત્કારની આશંકાને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. જેમાં તબીબોએ બળાત્કાર થયાનો ઇન્કાર કર્યો હતો, પરંતુ સ્પષ્ટતા માટે સેમ્પલો લેવામાં આવ્યા છે. હાલમાં પાંડેસરા પોલીસે દિનેશની ધરપકડ કરી લીધી છે. દિનેશે બાળકીની હત્યા કરી નાંખતા સમગ્ર ભેદવાડ વિસ્તારના લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. લોકોનો રોષ પારખી જનાર પોલીસે શંકાના આધારે અટકાયત કરી દિનેશ બૈસાણે અને આનંદ મોરેને ડીંડોલી પોલીસ સ્ટેશનમાં રાખ્યા હતા. જયારે બાળકીની અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. જેમાં કેટલાક લોકોના હાથમાં આરોપીને ફાંસીની સજા આપો અને ન્યાયની માંગણી કરતા બેનરો પણ જોવા મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Big Breaking :બનાસકાંઠા જિલ્લાને વહેંચાશે બે ભાગમાં, જુઓ ગેનીબેનનું રિએક્શન| Abp AsmitaNarmda:જમીન વિવાદમાં સાધ્વીએ પોલીસની હાજરીમાં સાધુને ઝીંકી દીધો ધડામ કરતો લાફો | Abp AsmitaAhmedabad:હવે તમામ ઓટો રિક્ષામાં ડિઝીટલ મીટર ફરજીયાત,જુઓ શુ છે ડ્રાઈવર્સની પ્રતિક્રિયા?Banaskantha Accident: ટેન્કર અને લક્ઝરી બસ વચ્ચે ધડાકાભેર અકસ્માત, ત્રણ લોકોના મોત Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
બનાસકાંઠામાંથી અલગ નવો જિલ્લો બનશે, થરાદને હેડક્વાર્ટર બનાવવા કોણે કરી માંગ?
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
Gandhinagar: રાજ્યની આ 9 નગરપાલિકાઓ બનશે મહાનગરપાલિકા, જાણો કયા કયા ગામોનો થશે સમાવેશ
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
આજથી અમદાવાદની ઓટો રિક્ષામાં મીટર ફરજિયાત, પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
ICC Rankings: વર્ષના પ્રથમ દિવસે જસપ્રીત બુમરાહે રચ્યો ઇતિહાસ, આવું કરનાર પ્રથમ ભારતીય બોલર બન્યો
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો,  500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
થર્ટી ફર્સ્ટની રાત્રે રાજ્યભરમાં પોલીસનો સપાટો, 500થી વધુ પીધેલા ઝડપાયા, મેડિકલ ચેકઅપ માટે લાંબી લાઇન
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
CNG: નવા વર્ષના પ્રથમ દિવસે જ લાગ્યો ઝટકો, ગુજરાત ગેસે CNGમાં કેટલો કર્યો વધારો ?
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
LPG Price 1 January: LPG સિલિન્ડરના ભાવમાં ઘટાડો, નવા વર્ષના પ્રથમ દિવસે મળ્યા રાહતના સમાચાર
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Murder News: નવા વર્ષના પ્રથમ દિવસે હોટલમાં ખેલાયો ખૂની ખેલ, યુવકે માતા અને ચાર બહેનોની કરી હત્યા
Embed widget