શોધખોળ કરો
Advertisement
સુરતઃ પ્રતિભા ગ્રુપના ડાયરેક્ટર મહેન્દ્ર ચૌધરીનું કોરોનાથી મોત, જાણો વિગત
મહન્દ્ર ચૌધરીને કોરોના બાદ ન્યુમોનિયા થયો હતો. વધુ પડતી સ્થિતિ ખરાબ થતા મોત થયું છે.
સુરતઃ પ્રતિભા ગ્રુપના ડાયરેક્ટર મહેન્દ્ર ચૌધરીનું કોરોનાથી મોત થયું છે.કોરોના બાદ ન્યુમોનિયા થયો હતો. વધુ પડતી સ્થિતિ ખરાબ થતા મોત થયું છે. નોંધનીય છે કે, સુરત ગ્રામ્યમાં કોરોનાનો આંકડો 6 હજારને પાર થઈ ગયો છે. આજે બપોર સુધીમાં વધુ 62 કેસ નોંધાયા છે. ર્યાસીમાં15 ,બારડોલીમાં 11,ઓલપાડ,કામરેજ અને પલસાણામાં 09-09, માંગરોળમાં 07,મહુવા અને માંડવીમાં 01-01 પોઝિટિવ કેસ નોંધાયા છે. સુરત ગ્રામ્યમાં કુલ 6033 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે કુલ મૃત્યુઆંક 224 થયો છે.
રાજ્યમાં દૈનિક કેસો 1300ને પાર થઈ ગયા છે. એમાં પણ સૌથી વધુ દૈનિક કેસો સુરતમાં છે. ત્યારે સુરત કોર્પોરેશન દ્વારા શહેરમાં કોરોના કાબૂમાં કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. મનપાએ સુપર સ્પ્રેડર્સ ટેસ્ટિંગ અભિયાન શરૂ કર્યું છે.
આ અભિયાન અંતર્ગત છેલ્લા 5 દિવસમાં 43 સુપર સ્પેડર્સ મળી આવ્યા છે. પાનના ગલ્લા અને ચા વાળાના 855 ટેસ્ટિંગ કરાયા, જેમાં 7 પોઝિટિવ મળી આવ્યા હતા. સલૂનમાં 650 ટેસ્ટ કરાયા જેમાં 1 પોઝિટિવ નોંધાયો છે. ઓટો ગેરેજમાં 860 ટેસ્ટ કરાયા, જેમાં 8 પોઝિટિવ મળ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
ગુજરાત
બિઝનેસ
ગુજરાત
Advertisement