Surat: ફેક્ટરી પર દોરાડા પાડી સ્ટેટ મોનિટરિંગ સેલે કરોડો રુપિયાનું બાયોડીઝલ ઝડપી પાડ્યું, 7 ની ધરપકડ
ગુજરાત થોડા દિવસોથી ગેરકાયદેસર રીતે બાયો ડિઝલનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલે અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી છે.
ગુજરાત થોડા દિવસોથી ગેરકાયદેસર રીતે બાયો ડિઝલનું વેચાણ થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના સ્ટેટ મોનિટરિંગ સેલે અત્યાર સુધીની સૌથી મોટી રેડ કરી છે. ડીજીપી આશિષ ભાટિયાની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલે સુરતના માંડવી પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં આવતી કરંજ જીઆઈડીસી મોલવણ પાટિયા નજીક એક ફેકટરીમાં દરોડો પાડ્યો હતો. બીજી ટીમે માહિતીના આધારે માંડવી- કીમ રોડ પર આવેલી ભાટકોલ ગામની સીમમાં દરોડો પાડ્યો હતો.
જ્યાંથી પોલીસે 1 કરોડ 7 લાખ 17 હજાર 500ની કિંમતનો 1 લાખ 42 હજાર 900 લિટર બાયોડિઝલનો જથ્થો જપ્ત કર્યો છે. પોલીસે બાયોડિઝલ ઉપરાંત સ્થળ પરથી ટેન્કર સહિત કુલ 6 કરોડ 90 લાખ 75 હજાર 624 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત સ્થળ પરથી 7 આરોપીની પણ ધરપકડ કરી છે. સ્ટેટ મોનિટરીંગ સેલની કાર્રવાઈના પગલે ગેરકાયદે બાયોડિઝલનો વેપલો કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. પોલીસે રાજ્યમાં જુલાઈ 2020થી 10 ઓગષ્ટ 2021 દરમિયાન બાયોડિઝલના વેચાણના 311 ગુના નોંધવામાં આવ્યા અને 455 આરોપીને દબોચી લીધા છે.
રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને ગૃહ મંત્રાલય તરફથી મેડલ આપવામાં આવશે
રાજ્યના 6 પોલીસ કર્મચારીઓને ગૃહ મંત્રાલય તરફથી તપાસ દરમિયાન શ્રેષ્ઠ કામગીરીના કારણે મેડલ આપવામાં આવશે. શ્રેષ્ઠ કામગીરી માટે કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા 15 ઓગસ્ટના રોજ આ પુરસ્કાર આપવામાં આવશે. ગુજસીટોકના ઓરાપીઓ સામે તપાસની શ્રેષ્ઠ કાર્યવાહી કરવા બદલ આ તમામ પોલીસ કર્મચારીઓની પુરસ્કાર માટે પસંદગી કરવામાં આવી છે. સુરતના ત્રણ પોલીસ કર્મચારીઓને એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. જે સુરત પોલીસ માટે ગૌરવની વાત છે. તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PI દર્શનસિંહ બારડ અને PI એ. વાય. બલોચની પણ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે.
આ પોલીસ કર્મચારીઓને મળશે એવોર્ડ
ASP નિતેશ પાંડેય - જામનગર
DCP વિધી ચૌધરી - સુરત
PI મહેન્દ્ર સાલુંકે -
PI મંગુભાઈ તાડુ -
PI દર્શન બારડ - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
PI એ.વાય બલોચ - અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ
દેશના 152 પોલીસ કર્મચારીઓને આ વર્ષે યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સિલન્સ ઈન ઈન્વેસ્ટીગેશન મેડલથી નવાજવામાં આવનાર છે. ઉત્કૃષ્ઠ તપાસ કામગીરી માટે આ તમામ પોલીસ કર્મચારીઓને સન્માનિત કરવામાં આવનાર છે. આ વર્ષ 2021 ના એવોર્ડમાં સૌથી વધુ સીબીઆઈના 15 પોલીસ કર્મચારીઓ સામેલ છે. તો 152 માંથી 28 મહિલા પોલીસ કર્મચારી છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આજે આ માહિતી આપી છે.