શોધખોળ કરો

Surat Rain: ઉમરપાડામાં આભ ફાટ્યુ, બે કલાકમાં સાડા છ ઇંચ વરસાદ ખાબકતાં જનજીવન અસ્તવ્યસ્ત

Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી મેઘતાંડવ ચાલી રહ્યું છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટીની સ્થિતિ પેદા થઇ છે

Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી મેઘતાંડવ ચાલી રહ્યું છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટીની સ્થિતિ પેદા થઇ છે, સ્થાનિકો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન પહોંચ્યુ છે. જોકે, હજુ પણ મેઘરાજાનો કહેર ઓછો થઇ રહ્યો છે. આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટ્યુ છે, ઉમરપાડામાં સ્થિતિ ગંભીર બની ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, સુરત જિલ્લાના ઉમરપાડામાં આજે આભ ફાટ્યુ છે, ઉમરપાડામાં બે કલાકમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉમરપાડાના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

માહિતી પ્રમાણે, ઉમરપાડામાં ભારે વરસાદના કારણે ઉમરગોટથી સેલમ્બાના લૉ લેવલ કૉઝ વે પર પાણી ફરી વળ્યા છે. કૉઝ-વે પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ કરવો પડ્યો છે. હાલમાં ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. વહારથી બલાલકુવા જામકુઈ સહિતના ગામને જોડતા કૉઝ-વે પાણીમાં ગરકાવ દેખાઇ રહી છે. મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે. ચારણી ગામના લૉ લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. 

બંગાળની ખાડીમાં નવી સિસ્ટમ સક્રિય, દરિયા કાંઠાના આ રાજ્યોમાં થશે મેઘતાંડવ
દેશભરમાં ફરી વરસાદનો તાંડવ જોવા મળી શકે છે. અત્યારે ફરી એકવાર નવી સિસ્ટમ એક્ટિવ થઇ રહી છે. હાલમાં દેશના અનેક રાજ્યો પૂરની ઝપેટમાં છે. દરમિયાન બંગાળની ખાડીમાં સર્જાયેલ લૉ પ્રેશર એરિયા હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. જેના કારણે આગામી ત્રણ દિવસમાં ઓડિશામાં ભારે વરસાદ પડી શકે છે. આ સિવાય ભારતીય હવામાન વિભાગ (IMD) એ ઓડિશાના પાંચ જિલ્લામાં વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કર્યું છે. માછીમારોને 11 સપ્ટેમ્બર સુધી દરિયામાં ન જવાની સલાહ આપવામાં આવી છે. આ ડિપ્રેશન કલિંગપટનમ (આંધ્રપ્રદેશ) થી લગભગ 270 કિમી, ગોપાલપુર (ઓડિશા) થી 210 કિમી અને દક્ષિણ દિઘા (પશ્ચિમ બંગાળ) થી 370 કિમી દૂર છે.

ભારે વરસાદની આગાહી 
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ ડિપ્રેશન સોમવારે બપોર સુધીમાં પુરી અને દિઘા વચ્ચેના દરિયાકાંઠાને પાર કરશે. આ પછી, તે આગામી બે દિવસમાં ઝારખંડ અને તેને અડીને આવેલા ઉત્તરી છત્તીસગઢ તરફ આગળ વધશે. આવી સ્થિતિમાં અહીં વરસાદ પડી શકે છે.

ઓડિશાના ઘણા ભાગોમાં ભારે વરસાદ થયો છે. જેના કારણે રાજ્યના કોરાપુટ જિલ્લાના કુન્દ્રા અને બોઈપારીગુડા બ્લોક સૌથી વધુ પ્રભાવિત થયા છે. મળતી માહિતી મુજબ બંને બ્લૉકના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. પાક પાણીમાં ગરકાવ થઈ ગયો છે. આ સિવાય રસ્તા પર પાણી વહી જવાને કારણે કુન્દ્રા બ્લોકનો દિઘાપુર સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. વધારાનું પાણી છોડવા માટે મચકુંડ ડેમના બંને દરવાજા ખોલી દેવામાં આવ્યા છે.

અહીં આપવામાં આવ્યું વરસાદનું એલર્ટ 
હવામાન વિભાગે સોમવારે ગંજમ, કોરાપુટ, કંધમાલ, બોલાંગીર, બરગઢ, બૌધ, સોનપુર, જાજપુર, કેન્દ્રપારા, સંબલપુર, અંગુલ અને નયાગઢ જિલ્લાઓ માટે નારંગી ચેતવણી જાહેર કરી છે અને વિભાગને તૈયારી કરવા પણ કહ્યું છે. આ સિવાય ગજપતિ, રાયગડા, મલકાનગીરી, નબરંગપુર, કાલાહાંડી, નુઆપાડા, ઝારસુગુડા, સુંદરગઢ, દેવગઢ, કેઓંઝર, મયુરભંજ, બાલાસોર અને ભદ્રક જિલ્લાઓ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો

Gujarat Rain: સુરત જિલ્લામાં ધોધમાર વરસાદ, ઉમરપાડામાં બે કલાકમાં સાડા છ ઈંચ વરસાદ ખાબક્યો

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
Surat: સુરતમાં હાઈપ્રોફાઈલ દારૂ પાર્ટીનો પર્દાફાશ, 8 યુવતી અને 14 યુવકો ઝડપાયા
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત રેગિંગકાંડમાં ચોકાવનારો ખુલાસો, મેડિકલ કોલેજ સાબિત થઈ રહી છે રેગિંગનો અડ્ડો, HOD ડૉ સુમૈયા થઈ શકે છે સસ્પેન્ડ
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Embed widget