Surat: નવ વર્ષની બાળકી પર બે પાડોશીએ આચર્યુ દુષ્કર્મ, માતાએ બાળકીને બોલાવવા મોકલતા જ ફૂટ્યો ભાંડો
સુરતમાં ફરી એકવાર 9 વર્ષની બાળકી પર રેપની ઘટના સામે આવી છે, આ વખતે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા શ્રમ વિસ્તારમાં આ ઘટના ઘટી છે
Surat News: સુરતમાંથી વધુ એક દુષ્કર્મની ઘટના સામે આવી છે, શહેરના ગોડાદરા વિસ્તારમાં બે તરુણોએ એક 9 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે, શ્રમ વિસ્તારમાં રહેતા 15 અને 16 વર્ષના બે તરુણોએ બાળકીને ફોસલાવીને ઘરે બોલાવી હતી, બાદમાં દુષ્કર્મની ઘટનાને અંજામ આપ્યો હતો, જોકે, બાળકીને માતાને ખબર પડી જતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો, હાલમાં પોલીસે બન્ને આરોપીઓને પકડી પાડ્યા છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
સુરતમાં ફરી એકવાર 9 વર્ષની બાળકી પર રેપની ઘટના સામે આવી છે, આ વખતે શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા શ્રમ વિસ્તારમાં આ ઘટના ઘટી છે. ઘટનાની વિગતો એવી છે કે, શ્રમ વિસ્તારમાં રહેતા બે તરુણોએ ગયા શનિવારે બાજુમાં પોડાશમાં રહેતી 9 વર્ષની બાળકીને ફોસલાવીને બોલાવી હતી, બાદમાં તેઓ તેને પોતાની ઘરમાં લઇ ગયા હતા, જ્યાં બન્નેએ બાળકી પર સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્યુ કર્યુ હતો. જોકે, બાળકીને તેની માતાએ અન્યને બોલાવવા મોકલતા બાળકી રડી રહી હતી, બાળકીએ સમગ્ર ઘટના પોતાની માતાને કહેતા મામલાનો ભાંડો ફૂટ્યો હતો. માતાની ફરિયાદના આધારે ગોડાદરા પોલીસે બન્ને તુરણ આરોપીએને ઝડપી પાડ્યા છે, જેમાં એકની ઉંમર 15 વર્ષ અને બીજાની ઉંમર 16 વર્ષ છે. બન્ને આરોપીઓ વિરૂદ્ધ પોલીસે સામૂહિક દુષ્કર્મ અને સૃષ્ટિ વિરૂદ્ધમાં કૃત્યની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.
લગ્નની લાલચ આપી 14 વર્ષની સગીરા સાથે હૉટલમાં દુષ્કર્મ, રડતાં-રડતાં ઘરે આવી તો ભાંડો ફૂટ્યો, આરોપીની ધરપકડ
રાજ્યમાં દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઇ રહ્યો છે. અમદાવાદ, મહેસાણા, રાજકોટ બાદ ફરી એકવાર સુરતમાંથી કિશોરી સાથે દુષ્કર્મ આચરાયુ હોવાની ઘટના સામે આવી છે. શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં એક 14 વર્ષની કિશોરી સાથે હૉટલમાં વારંવાર દુષ્કર્મ આચરાયુ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે, આ મામલે પોલીસે એક શખ્સની ધરપકડ પણ કરી લીધી છે.
ઘટનાની વિગતો એવી છે કે, સુરતમાં વધુ એકવાર કિશોરી સાથે દુષ્કર્મ આચરાયું હોવાનું સામે આવ્યુ છે. પોલીસ ફરિયાદ અનુસાર, શહેરના ઇચ્છાપોર વિસ્તારની આ દુષ્કર્મની ઘટના ઘટી છે. અહીં રાહુલ સંજય વાઘ નામનો એક શખ્સે એક 14 વર્ષની કિશોરી સાથે દુષ્કર્મ આર્ચયુ છે. આરોપી કિશોરીને લગ્નની લાલચ આપીને સુંવાલી અને હૉટલમાં લઇ જઇને વારંવાર દુષ્કર્મ આચરતો હતો, જોકે, ગઇ 8 ફેબ્રુઆરીએ પણ આ જ ઘટના ઘટી, આરોપી રાહુલ કિશોરીને દુષ્કર્મ આચરવા લઇ ગયો, કિશોરી પોતાના ઘરે સમયે પરત ના ફરી તો ચિંતાતુર પરિવારે શોધખોળ શરૂ કરી હતી, જોકે, મોડી રાત્રે કિશોરી રડતી રડતી પોતાના ઘરે પરત ફરી હતી, આ પછી પરિવારની પુછપરછ બાદ સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો. હાલમાં આ મામલે ઇચ્છાપોર પોલીસમાં આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, પોલીસે ગુનો નોંધી આરોપી રાહુલ સંજય વાઘની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.