Surat: અભ્યાસમાં ધ્યાન આપવાનું કહેતા ધો. 9ના વિદ્યાર્થીએ ભર્યું આવું પગલું, જાણીને ચોંકી જશો
Surat News: અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી થોડો સમય બાદ મોબાઈલ લઈ આપવા પરિવારે જણાવ્યુ હતું, જેને લઈ વિદ્યાર્થીને માઠું લાગી આવતા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
Surat News: ડાયમંડ નગરી સુરતના: વરાછામાં ધોરણ નવના વિદ્યાર્થીનું અણધાર્યું પગલું ભર્યું છે. વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો છે. પરિવારે મોબાઈલ ફોન ન લઈ આપતા જીવન ટૂંકાવ્યું હતું. મૃતક વિદ્યાર્થી એક મહિનાથી પરિવાર પાસે મોબાઈલની માંગ કરતો હતો. અભ્યાસમાં ધ્યાન આપવાનું કહી થોડો સમય બાદ મોબાઈલ લઈ આપવા પરિવારે જણાવ્યુ હતું, જેને લઈ વિદ્યાર્થીને માઠું લાગી આવતા ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
વરાછાના હરિધામ સોસાયટીમાં આ ઘટના બની. રત્ન કલાકાર તરીકે કામ કરતા ગુણવંત બલદાણીયાના 15 વર્ષીય પુત્રએ આ પગલું ભર્યું હતું. મૃતક વિદ્યાર્થી વરાછાના ખાનગી શાળામાં અભ્યાસ કરતો હતો. રવિવારે ઘરમાં પંખાના પાઇપ સાથે દુપટ્ટો બાંધી આપઘાત કર્યો હતો. કાકા લાલજીભાઈ તાત્કાલિક હોસ્પિટલ લઈ ગયા હતા, ફરજ પરના તબીબોએ મૃત જાહેર કરતા પરિવાર આઘાતમાં સરી પડ્યો હતો. ઘટના અંગે વરાછા પોલીસે તપાસ હાથ ધરી હતી.
સુરત શહેરના જહાંગીરા પૂરા વિસ્તારમાં અજીબો ગરીબ અકસ્માતની ઘટના સામે આવી છે. પ્રધાનમંત્રી આવાસ કેનાલ રોડ પર કામ કરી રહેલા કામદારના ગળામાં સળિયો ઘૂસી ગયો. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર ગ્રાઉન્ડ ફ્લોર પર કામદાર કામ કરી રહ્યો હતો તે દરમિયાન ત્રીજા માળે સળિયો પડ્યો અને સીધો કામદારના ગળામાં ઘુસી ગયો. તાત્તાલિક કામદારને સુરતની નવી સીવીલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. જ્યાં સળિયો કાઢવાની કામગીરી ચાલી રહી છે.
કાકાએ 12 વર્ષની ભત્રીજીનું અપહરણ કરી દુષ્કર્મ આચરતા ચકચાર
વડોદરા વાઘોડિયા તાલુકામાં સમાજને શર્મસાર કરતો કિસ્સો સામે આવ્યો છે. કૌંટુબીક કાકાએ સગીર ભત્રીજીનુ અપહરણ કરી દુષ્કર્મ ગુજારતા સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. માત્ર 12 વર્ષની કિશોરીને 33 વર્ષના સંબઘી કાકાએ અપહરણ કરી બળાત્કાર ગુજાર્યો હતો. સગીરાના પિતાએ પોતાના માસીયાઈ ભાઈ સામે પોલીસ ફરીયાદ નોંધાવી છે. જે બાદ વાઘોડિયા પોલીસે પોસ્કો, અપહરણ અને બળાત્કારની કલમ હેઠળ ગુન્હો નોંધી આરોપીની અટકાયત કરી છે. મળતી માહિતી પ્રમાણે આરોપી બે સંતાનનો પિતા છે અને તેમની પત્ની સાથે છૂટાછેડા લઈ લીધા છે. હાલમાં પોલીસે ધરપકડ કરી મેડિકલ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં પુત્રએ પત્ની સાથે મળી કરી પિતાની હત્યા
જામનગરના સરદારનગરમાં આધેડની હત્યા કરવામાં આવી છે. જો કે, ચોંકાવનારી વાત એ છે કે, આધેડના પુત્ર અને પત્નીએ જ હત્યા કરી છે. શંકરદાસ બંગાળીને તેના જ પુત્ર અને પુત્રવધુએ હત્યા નીપજાવ્યાનું પોલીસ મથકે જાહેર થયું છે. હત્યા નીપજાવનાર પુત્ર ચોરી કરવાની ટેવવાળો હોય પિતાએ ઠપકો આપતા હત્યા નિપજાવી હતી. પોલીસે હત્યારા પતિ-પત્નીની શોધખોળ હાથ ધરી છે. શંકરદાસ બંગાળીની હત્યા નીપજાવનાર પુત્ર સુનીલ અને સુનીલની પત્ની સુનૈના સામે સી ડીવીઝનમાં હત્યાનો ગુન્હો નોંધાયો છે.