શોધખોળ કરો
Advertisement
સુરતઃ પ્રેમી સાથે હોટલમાં રાત રોકાયેલી યુવતીના રહસ્યમય મૃત્યુના કેસમાં થયો ચોંકાવનારો ખુલાસો, જાણો વિગત
યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણકારી હતી અને તેમની મંજૂરીથી જ યુવતી પ્રેમી સાથે હોટલમાં ગઈ હોવાનું બહાર આવ્યું છે.
સુરતઃ સુરતમાં થર્ટી ફસ્ટની રાત્રે ન્યુ યરની ઉજવણી કરવા યુવક પોતાની 22 વર્ષની પ્રેમિકાને હોટલમાં લઇ ગયો હતો. હોટલમાં જ પ્રેમી સાથે રાત્રે રોકાયેલી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું એ મુદ્દે ચોંકાવનારો ખુલાસો થયો છે કે, યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણકારી હતી અને તેમની મંજૂરીથી જ યુવતી પ્રેમી સાથે હોટલમાં ગઈ હોવાનું બહાર આવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમ સંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણ હતી અને પરિવારે બંનેના સંબંધોને મંજૂરી આપી હતી.
નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં. બંને આખી રાત હોટલમાં રોકાયા હતા પરંતુ સવારે તન્વી ઉઠી ન હતી. યુવકે પ્રેમિકાના પરિવારને આ અંગે જાણ કરી હતી અને પ્રેમિકાને હોસ્પિટલ લઈ ગયો હતો. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આમ આ પ્રેમી યુગલને નવા વર્ષની ઉજવણી ભારે પડી ગઇ છે.
નવા વર્ષે જ યુવક સાથે ઉજવણી કરવા હોટલમાં ગયેલી પ્રેમિકાનું શંકાસ્પદ મોત થયું એ અંગે રહસ્ય ઘેરાયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવતીના મોતનું સાચું કારણ જાણી શકાશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
બિઝનેસ
અમદાવાદ
ક્રાઇમ
Advertisement
gujarati.abplive.com
Opinion