શોધખોળ કરો

સુરતઃ થાઈ યુવતીના રહસ્યમય મોતના કેસમાં શું થયો મોટો ધડાકો? હવે કઈ દિશામાં થશે તપાસ?

હત્યાની શંકાના આધારે પોલીસે મૃતકના પરિચિતોના પણ નિવેદન લીધા છે, મૃતક યુવતીનો કોઈ સાથે જગડો થયો હતો કે કેમ તે દિશામાં તપાસ કરાઈ રહી છે.

સુરત: રવિવારે સવારે મગદલ્લા સ્થિત ગુરખા સ્ટ્રીટમાં ભાડાના મકાનમાં રહેતી થાઈલેન્ડની યુવતીની રહસ્યમય સંજોગોમાં સળગીને ભડથું થયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. હવે આ મામલે મોટો ધડાકો થયો છે. તપાસની દિશા મર્ડર મિસ્ટ્રીની થિયરી પર કેન્દ્રિત થઈ છે. શોર્ટ સર્કિટથી આગ લાગવાની શયકતા ઓછી છે. ડિજીવીસીએલએ પ્રાથમિક તારણ આપ્યું છે. પોલીસ દ્વારા 15 જેટલા સ્પાના માલિકો-મેનેજરોની પૂછપરછ હાથ ધરાઈ છે. મૃતક જ્યાં કામ કરતી તે સ્થળ પર માલિકનું નિવેદન લેવાયું છે. હત્યાની શંકાના આધારે પોલીસે મૃતકના પરિચિતોના પણ નિવેદન લીધા છે, મૃતક યુવતીનો કોઈ સાથે જગડો થયો હતો કે કેમ તે દિશામાં તપાસ કરાઈ રહી છે. ગઈ કાલે પોલીસે બે શંકાસ્પદોની પૂછપરછ કરી હતી. થાઈ યુવતી સાથે અનેક પોલીસકર્મીઓની દોસ્તી હતી. ગામમાં પોલીસકર્મીઓની આવન-જાવન હતી. પોલીસની તપાસ હાલ દિશાવિહિન ચાલી રહી છે. હત્યા કે અકસ્માત આગ લાગતાં થયેલા મોત અંગે ઘુંટાતા રહસ્યનો ભેદ ઉકેલવા પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું પરંતુ તેમાં પણ કોઇ સ્પષ્ટતા નહીં થતા વિશેરા સહિતના સેમ્પલ લઇ એફએસએલમાં મોકલાવવામાં આવ્યા છે. આ કેસની તપાસ માટે હવે SITની રચના કરવામાં આવી છે. થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા પોલીસ કમિશનર અજયકુમાર તોમરે ડીસીપી વિધી ચૌધરીના નેતૃત્વમાં એસઆઇટીની રચના કરવામાં આવી છે. જેમાં ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ એમ.એલ. સાળુંકે, ક્રાઇમ બ્રાંચના સબ ઇન્સ્પેકટર સી.આર. દેસાઇ અને ખટોદરા પોલીસ સ્ટેશનના સબ ઇન્સ્પેકટર એ.કે. કુવડીયાની નિમણુંક કરવામાં આવી છે. થાઈલેન્ડની યુવતીની હત્યા કે અકસ્માત મોતની મીસ્ટ્રી ઉકેલવા માટે ગઈ કાલે પોલીસના ઉચ્ચ અધિકારીઓએ એફએસએલ, નવી સિવિલ હોસ્પિટલના મેડિકલ ફોરેન્સિક એક્ષ્પર્ટ, ડીજીવીસીએલના અધિકારીઓની મદદથી ચારથી પાંચ કલાક સુધી ઘટના સ્થળની તપાસ કરવામાં આવી હતી. પરંતુ હજી પણ પોલીસ કોઇ નિષ્કર્ષ ઉપર પહોંચી નથી. થાઈલેન્ડની યુવતીના રહસ્યમય મોત મામલે પોલીસ હજુ પણ હત્યા કે અકસ્માત મોતના કારણો શોધી શકી નથી. મૃતક યુવતીની રૂમ પાર્ટનરે રૂમની બહાર તાળું કેમ હતું તેની થિયરી રજૂ કરતા પોલીસ પણ ગૂંચવાઈ ગઈ છે. રૂમની પાછળ બીજો એક દરવાજાથી બહાર નીકળતું હતું. કાયમી ધોરણે રૂમની બહાર તાળું મારી રાખતા હોવાનું રૂમ પાર્ટનર યુવતીનું નિવેદન જ્યારે મૃતક થાયલેન્ડની યુવતીએ છેલ્લે તેના પતિ સાથે વાત કરી હતી. બીજી તરફ મૃતક યુવતીને સુરતના બાજીપૂરા ગામના અંકુર નામના યુવક સાથે પણ પ્રેમ સંબંધો હોવાનું બહાર આવ્યું છે. થાઈલેન્ડથી ટુરિસ્ટ વિઝા પર આવેલી યુવતી સુરતમાં જુદા જુદા સ્પામાં નોકરી કરતી હતી. હજુ પણ મોતનું કારણ અકબંધ છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે
Embed widget