Surat:સુરતના અમરોલીમાં સગા બે ભાઈની આત્મહત્યા, લોનના હપ્તા ન ભરી શકતા સુસાઇડ કર્યાની આશંકા
Surat:સુરતમાં બે સગા ભાઇઓએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી
Surat: સુરતમાં બે સગા ભાઇઓએ આત્મહત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. મળતી જાણકારી અનુસાર, શહેરના અમરોલી વિસ્તારમાં રહેતા બે સગા ભાઇઓએ આત્મહત્યા કરી લીધી હતી. અનાજની દવા ગટગટાવીને બંન્ને ભાઇઓએ આત્મહત્યા કરી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર, બંન્ને ભાઇઓ રત્નકલાકાર હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસથી આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હતા. આર્થિક સંકડામણના કારણે લોનના હપ્તા નહિ ભરી શકતા હોવાના કારણે આ પગલું ભર્યું હોવાની આશંકા છે. હાલમાં અમરોલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડ્યા હતા અને વધુ તપાસ હાથ ધરી હતી.
સુરતના સિંગણપોર વિસ્તારમાં મહિલા કોન્સ્ટેબલે પોતાના જ ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ હતી. મળતી જાણકારી અનુસાર, સિંગણપોર પોલીસમાં મહિલા કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા 24 વર્ષીય હર્ષનાબેન ચૌધરીએ પોતાના ઘરમાં ગળેફાંસો ખાઈ લીધો હતો. જોકે આત્મહત્યા ક્યાં કારણોસર કરી તે કારણ હજુ સ્પષ્ટ થયું નથી.
સિંગણપોર પોલીસને મહિલા કોન્સ્ટેબલના રૂમમાંથી એક સુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં માતા અને બહેનને સંબોધીને લખ્યું હતું કે મને માફ કરજો... જે વ્યકિત પર વિશ્વાસ કર્યો હતો એ વિશ્વાસ તૂટી ગયો છે. હાલ તો સિંગણપોર પોલીસે સુસાઇડ નોટના આધારે કોને વિશ્વાસ તોડ્યો તે દિશામાં તપાસ શરૂ કરી છે.
પરિવારજનોએ યોગ્ય તપાસની માંગ કરી હતી. સુસાઇડ નોટમાં ક્યા વ્યક્તિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની તપાસ કરવાની પણ તેઓએ માંગ કરી હતી. પ્રેમ પ્રકારણમાં આપઘાત થયો છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી હતી.
સુરતના સિંગણપોર પોલીસ મથકમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કોન્સ્ટેબલે સિંગણપોર વિસ્તારમાં આવેલા મહેશ્વરી એપાર્ટમેન્ટના ફ્લેટમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ગત રોજ મોડી સાંજે મહિલા પોલીસ કોન્સ્ટેબલના આપઘાત મામલે ઘટના સ્થળ પર પહોંચેલી પોલીસે તપાસનો દોર શરૂ કર્યો હતો. સિંગણપોર પોલીસની તપાસમાં ઘટના સ્થળ પરથી મૃતક દ્વારા લખવામાં આવેલી સુસાઇડ નોટ પોલીસે કબજે કરી ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી હતી. જ્યાં મહિના પોલીસ કોન્સ્ટેબલના મૃતદેહને પીએમ અર્થે સુરત સ્મીમેર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.