Surat: માતા-પિતા માટે લાલબત્તી કિસ્સો, સુરતમાં રેલવે ટ્રેક પર રમતા બે બાળકોના ટ્રેનની અડફેટે મોત
Surat: બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા જેના કારણે ટ્રેનની અડફેટે તેઓનું મોત થયું હતું.
Surat: સુરતમાં ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર શહેરના સચિન વિસ્તારમાં રમતા રમતા રેલવે ટ્રેક પર જતા ટ્રેનની અડફેટે બે બાળકોના મોત થયા હતા. સચિન વિસ્તારમાં રહેતા પ્રિન્સ શર્મા અને લોકેશ યાદવ નામના બાળકો રમતા રમતા રેલવે ટ્રેક પર જતા રહ્યા હતા જેના કારણે ટ્રેનની અડફેટે તેઓનું મોત થયું હતું.
મૃતક લોકેશનો પરિવાર મૂળ ઉત્તરપ્રદેશનો વતની છે. મૃતક પ્રિન્સનો પરિવાર બિહારનો વતની છે. મૃતક લોકેશ અને પ્રિન્સ બન્ને ધોરણ 8માં અભ્યાસ કરતો હતા. રમતા રમતા રેલવે ટ્રેક પર જતાં રહ્યાં હતાં. બન્ને બાળકોના ટ્રેન અડફેટે આવતા મોત થયું હતું. જેના કારણે પરિવારમાં શોકનો માહોલ છે. પ્રિન્સના પિતા દુબઇમાં કામ કરે છે જ્યારે લોકેશ યાદવના પિતા લુમ્સ કારીગર છે. હાલ આ બંનેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવ્યા છે. આ રિપોર્ટ આવ્યા બાદ જ બાળકોના મોતનું કારણ જાણી શકાશે. હાલ પોલીસે આ અંગેનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી.
મળતી જાણકારી અનુસાર, સુરત સચિન જીઆઈડીસીમાંથી ગુમ બે કિશોર વિદ્યાર્થી 7 કલાક બાદ રેલવે ટ્રેક ઉપરથી મૃત હાલતમાં મળી આવ્યા હતા. બંન્ને એક જ સ્કૂલમાં અભ્યાસ કરતા અને સારા મિત્રો હતા.
સચિન જીઆઈડીસીમાં રહેતા પ્રિન્સ અને લોકેશ નામના બે કિશોર વયના બાળકોના મોત થયા છે. પ્રિન્સના પરિવારે કહ્યું હતું કે પ્રિન્સ રાજેશ્વર શર્મા સચિન જીઆઈડીસીમાં રહેતો હતો. તેના પિતા રાજેશ્વર શર્મા દુબઇમાં કારપેન્ટર તરીકે કામ કરે છે. છેલ્લા એક વર્ષથી રાજેશ્વર વિદેશમાં નોકરી કરી રહ્યા છે. પ્રિન્સ માતા અને નાની બહેન સાથે સચિન જીઆઈડીસીમાં રહેતો હતો.
વાસ્તવમાં ઘટના રવિવારની બપોરની છે. પ્રિન્સ અને તેનો મિત્ર અચાનક ગુમ થઈ ગયા હતા. ઘણી શોધખોળ બાદ પણ જાણ ન થતા પોલીસને આ અંગેની જાણ કરાઇ હતી. લગભગ 7 કલાક બાદ જાણ થઇ હતી કે બંન્નેના મૃતદેહ સિવિલના પોસ્ટ મોર્ટમ રૂમમાં હોવાનું અને ટ્રેન અડફેટે તેઓનું મોત થયાની પરિવારને જાણ થઇ હતી. બીજા બાળક લોકેશના પિતા સંતોષ યાદવે જણાવ્યું હતું કે પોલીસ કહે છે બન્ને મિત્રો ટ્રેન અડફેટે આવ્યા બાદ માથામાં ગંભીર ઇજા થઇ હતી.