શોધખોળ કરો

Surat: ઉધના વિસ્તારમાં રેલવે ટ્રેક નાંખવાની કામગીરી શરૂ, 57 ટ્રેનોને થશે અસર

સુરતના ઉધના વિસ્તારમાં રેલવે ટ્રેકની કામગીરી શરૂ કરવામાં આવી છે, ઉધના સ્ટેશન ખાતે નવી રેલવે લાઇનને ઉધના યાર્ડમાં જોડવામાં આવશે

Surat: સુરત શહેરમાંથી વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે, સુરતના ઉધના સ્ટેશન ખાતે નવી રેલવે લાઇનને ઉધના યાર્ડમાં જોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, એટલે કે અહીં ટ્રેકની કામગીરી શરૂ કરી દેવામા આવી છે, આ કારણે અહીંથી લગભગ 57 જેટલી અવરજવર કરતી ટ્રેનો પર અસર પડી છે. 

મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના વિસ્તારમાં રેલવે ટ્રેકની કામગીરી શરૂ કરવામાં આવી છે, ઉધના સ્ટેશન ખાતે નવી રેલવે લાઇનને ઉધના યાર્ડમાં જોડવામાં આવશે, આજે 26થી 28 તારીખ સુધી 57 ટ્રેનોને અસર થશે. આ કામગીરીને લઇને રેલવે સ્ટેશન પર રેલવે તંત્ર દ્વારા જાહેરાત કરીને પેસેન્જરોને રિફન્ડ આપવાનું કામ પણ શરૂ કરાયુ છે, અત્યારે ટ્રેક નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ વાત છે કે, ફ્લાઈંગ રાણી, તાપ્તી ગંગા, ભાગલપુર સહિતની ટ્રેનોને પણ અસર પહોંચશે, સુરતથી મુંબઇ અને અમદાવાદ તરફ જતી 57 ટ્રેનોને આ કામગીરીથી અસર પહોંચશે. મુંબઇ જતી 28 ટ્રેન રદ્દ છે, જ્યારે અમદાવાદ જતી 29 ટ્રેન રદ કરાઇ છે. કામગીરી સવારે 9.30 થી સાજે 5.30 વાગ્યા સુધી ચાલશે. મેગા બ્લૉકથી 70 હજારથી વધુ મુસાફરોને અસર પહોંચશે. રક્ષાબંધનના પર્વને લઈ મુસાફરો દ્વારા ટિકીટ બુક કરાવવામાં આવી હતી.

દેશના 100 સ્માર્ટ સિટીના લિસ્ટમાં સુરત બીજા ક્રમે

સુરત સ્માર્ટ સિટીમાં બીજા ક્રમે આવ્યું છે. આગામી 27 સપ્ટેમ્બરના રોજ ઇન્દોર ખાતે આયોજિત સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુ દ્વારા એવોર્ડ એનાયત કરાશે. દેશની 100 ટોચની સ્માર્ટ સિટીમાં ઇન્દોર પ્રથમ ક્રમે છે. ઇન્દોરને ‘બેસ્ટ નેશનલ સ્માર્ટ સિટી’નો એવોર્ડ મળ્યો છે, જ્યારે ત્રીજા ક્રમે આગ્રા રહ્યું.

રાજ્યોમાં કોણે મારી બાજી

રાજ્યોમાં મધ્યપ્રદેશને ‘બેસ્ટ સ્ટેટ એવોર્ડ’માં બાજી મારી છે. તમિલનાડુ બેસ્ટ સ્ટેટ યાદીમાં બીજા ક્રમે છે. જ્યારે ત્રીજા સ્થાને રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ બંને ચમક્યાં છે. કેન્દ્રશાસિત પ્રદેશની શ્રેણીમાં ચંડીગઢે પહેલું સ્થાન હાંસલ કર્યું છે. ગત વર્ષે ઑક્ટોબરમાં ઇન્દોરને સતત છઠ્ઠી વખત ભારતનું સૌથી સ્વચ્છ શહેર જાહેર કરાયુ હતું.

બિલ્ટ એન્વાયર્નમેન્ટ માટે કોઈમ્બતુરને ટોચનું સ્થાન મળ્યું છે. આ ઉપરાંત અમદાવાદને કલ્ચર એન્ડ ઈન્ટીગ્રેટેડ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) કેટેગરીમાં, અર્થતંત્ર માટે જબલપુર, ગવર્નન્સ એન્ડ મોબિલિટી માટે ચંદીગઢ, સ્વચ્છતા, પાણી અને શહેરી પર્યાવરણ માટે ઈન્દોર, સામાજિક પાસાઓ માટે વડોદરા, હુબલી ધારવાડની પસંદગી કરવામાં આવી છે. ઈનોવેટિવ આઈડિયા કેટેગરી માટે અને સુરતની કોવિડ ઈનોવેશન કેટેગરી માટે પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત, ઉદ્યોગ માટે પાર્ટનર એવોર્ડ Enviro Control Pvt (Infrastructure), L&T કન્સ્ટ્રક્શન અને PwCને આપવામાં આવ્યો છે. ભારતના રાષ્ટ્રપતિ 27 સપ્ટેમ્બરે ઈન્દોરમાં ISAC 2022 એવોર્ડના વિજેતાઓને સન્માનિત કરશે. MoHUA તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ISAC શહેરો, પ્રોજેક્ટ્સ અને નવીન વિચારોને ઓળખે છે અને પુરસ્કાર આપે છે જે 100 સ્માર્ટ શહેરોમાં ટકાઉ વિકાસને પ્રોત્સાહન આપે છે, તેમજ સમાવેશી, સમાન, સલામત, સ્વસ્થ અને ઉત્સાહી ભાગીદાર શહેરોનું નિર્માણ કરે છે, જેનાથી જીવનની ગુણવત્તામાં વધારો થાય છે.  અગાઉ, ISAC ની 2018, 2019 અને 2020 માં ત્રણ આવૃત્તિઓ થઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં મોટો વળાંક, એન્ટી રેગિંગ કમિટીનો રિપોર્ટ VNSGUને સોંપાયો; ડીન રજા પર
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
Surat: સુરતમાં SMCના દરોડા બાદ PI પી.સી.સરવૈયા સસ્પેન્ડ, DGP જી.એસ. મલિકની મોટી કાર્યવાહી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
નાસીરનગર ડિમોલિશન વિવાદ: હાઈકોર્ટની ફટકાર બાદ સુરત મનપા કમિશનર એમ. નાગરાજનની બદલી
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?
Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

વિડિઓઝ

Gandhinagar news : દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગ કૌભાંડનો પર્દાફાશ
Hun To Bolish : હું તો બોલીશ : ટ્રાફિકના ચલણને ગંભીરતાથી લેજો
Hun To Bolish : હું તો બોલીશ : પીવાનું પાણી તો શુદ્ધ આપો
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ વરસાદની આગાહી, જુઓ કયા કયા પડશે વરસાદ | ABP Asmita
CM Bhupendra Patel: 80મા સ્વતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ CM ભૂપેન્દ્ર પટેલનું પ્રજાજોગ સંબોધન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
Weather Update: 15 ઓગસ્ટે ગુજરાત સહિત આ રાજ્યોમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી,લેટેસ્ટ અપડેટ  
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
ગુજરાતમાં ટ્રાફિક નિયમોમાં મોટો ફેરફાર, નવી ચલણ સિસ્ટમ લાગુ, લાયસન્સ સસ્પેન્ડ સુધીના નવા નિયમો જાણો
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
Post Office ની શાનદાર સ્કીમ, માત્ર 200 રુપિયા જમા કરવા પર મળશે 4 લાખ, જુઓ ગણતરી
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
8th Pay Commission: નિવૃતિ પર ₹25 લાખના બદલે મળશે  ₹75 લાખ? જાણો ગ્રેચ્યુઇટી પર કર્મચારીઓને શું છે આશા
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
છેલ્લા એક દશકમાં દેશે ઝડપથી પ્રગતિ કરી- રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનું રાષ્ટ્રજોગ સંબોધન
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Fixed Deposit: નિવૃતિ બાદ કામ આવશે આ ફિક્સ્ડ ડિપોઝિટ, દર મહિને FD વ્યાજથી 10,000 ની કમાણી 
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Gujarat Rain: રાજ્યમાં 6 સિસ્ટમ સક્રિય, 7 દિવસ વરસાદી માહોલ રહેશે, જાણો ક્યાં તૂટી પડશે
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Mahisagar: લુણાવાડા-સંતરામપુર હાઈવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 3 લોકોના મોત
Embed widget