શોધખોળ કરો
Advertisement
કોરોનાના કહેર વચ્ચે સુરતની આ સ્કૂલ માનવતા બતાવી, માફ કરી ફી, જાણો વિગત
સુરતની એમ્બિશન મોડર્ન સ્કૂલે પ્રથમ સત્ર ફી માફ કરી છે. ધોરણ 1 થી 12માં 550 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે.
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાલ કોરોનાએ કહેર મચાવ્યો છે. જેને કારણે ગત 22મી માર્ચથી દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. લોકડાઉનને કારણે ધંધા-રોજગાર ઠપ્પ થઈ ગયા છે. આવા સમયે સુરતની એક શાળાએ માનવતા બતાવી છે અને સ્કૂલે પ્રથમ સત્રની ફી માફ કરી દીધી છે. જેને કારણે આ સ્કૂલમાં જેમના બાળકો ભણી રહ્યા છે, તેવા 550 વાલીઓને મોટી રાહત મળી છે.
આ અંગેની વિગત એવી છે કે, સુરતની એમ્બિશન મોડર્ન સ્કૂલે પ્રથમ સત્ર ફી માફ કરી છે. ધોરણ 1 થી 12માં 550 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. લોકડાઉનમાં વાલીઓની આર્થિક સ્થિતિને જોતા અન્ય શાળાઓ પણ આ દિશમાં વિચારે એવી પ્રબળ માંગ ઉઠી છે.
લોકડાઉનમાં વાલીઓના ધંધા-રોજગાર બંધ હોવાથી તેઓ આર્થિક મુશ્કેલી ન અનુભવે તે માટેનો આ મહત્વનો નિર્ણય સ્કૂલ ટ્રસ્ટ દ્વારા લેવામાં આવ્યા છે. સ્કૂલ દ્વારા પ્રથમ સત્ર એટલે કે છ મહિનાની ફી એટલે કે 550 વિદ્યાર્થીઓની 35 લાખ કરતા વધુ રકમ માફ કરવામાં આવી છે, તેમ મેનેજીંગ ટ્રસ્ટી રમેશ માંગુકિયાએ જણાવ્યું હતું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ક્રિકેટ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion