શોધખોળ કરો
Advertisement
સુરતના ડોક્ટરે જીવ જોખમમાં મૂકીને પોતાનો હાઈ લેવલનો માસ્ક કાઢીને દર્દીનો જીવ બચાવ્યો, હવે પોતે ખેલી રહ્યા છે મોત સામે જંગ
કોરોના વોરિયર્સનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડનાર સુરતના ડૉક્ટર સંકેત મહેતાને એયરલીફ્ટ કરવામાં આવ્યા હતા. હાલમાં તેઓને ચેન્નઇમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે એયર એમ્બ્યલૂંસમાં લઈ જવાયા હતા
સુરતઃ કોરોના વોરિયર્સનું શ્રેષ્ઠ ઉદાહરણ પુરુ પાડનાર સુરતના ડૉક્ટર સંકેત મહેતાને એયરલીફ્ટ કરવામાં આવ્યા હતા. ડૉક્ટર સંકેત મહેતા આઇસીયૂમાં ભરતી હતા તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. હાલમાં તેઓને ચેન્નઇમાં ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે એયર એમ્બ્યલૂંસમાં લઈ જવાયા હતા. મુખ્યમંત્રીએ પણ તેમને સારી સારવાર મળી રહે તે માટે આદેશ આપ્યા હતા.
ડૉક્ટર સંકેત મહેતા છેલ્લા 25 દિવસથી વેન્ટીલેટર પર છે. ડોક્ટર સંકેત મહેતા કે જેઓ આઇસીયુમાં ભરતી હતા...અને તે દરમિયાન એક દર્દીને વેન્ટીલેટર પર ચઢાવવા માટે પોતાનું હાઇ લેવલનું ઓક્સિજન માસ્ક કાઢીને જાતે ઊભા થઈ બીજા દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટના બાદ કોરોના વોરિયર્સ ડોક્ટર સંકેત છેલ્લાં 42 દિવસથી કોરોના અને ત્યારબાદની તકલીફો સામે જંગ ખેલી રહ્યા છે. છેલ્લાં 25 દિવસથી તેઓ વેન્ટીલેટર પર હતા જ્યારે 22 દિવસથી ઍકમોના સપોર્ટ પર છે છતાં તેમની તબિયતમાં સુધારો થઇ રહ્યો છે નથી પરિણામે તેઓને ફેફસાના ટ્રાન્સપ્લાન્ટ માટે ચેન્નાઇ લઇ જવાયા હતા.
સંકેત મહેતાના ફેફસાના ટ્રાન્સપ્લાન્ટનો ખર્ચ એક કરોડ રૂપિયા હોવાથી ડોક્ટરો તેમની મદદે આવ્યા છે. ડૉક્ટરની સારવાર અર્થે આર્થિક રીતે સહભાગી થવા પહેલ શરૂ કરાઈ છે. ABP અસ્મિતા પણ કોરોના વોરિયર્સને સલામ કરે છે અને લોકોને અપીલ કરે છે કે વધુને વધુ લોકો સહભાગી બને.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દુનિયા
એસ્ટ્રો
ગુજરાત
Advertisement