શોધખોળ કરો
સુરતમાં હોટલમાં પ્રેમી સાથે રાત રોકાયેલી તન્વીનું મોતનું શું છે કારણ? પ્રેમી સાથે કેમ થતો હતો ઝઘડો? જાણીને ચોંકી જશો
તન્વીની ફ્રેન્ડે દાવો કર્યો છે કે, તન્વીનો ફ્રેન્ડ અને હોટલમાં એ જેની સાથે ગઈ હતી એ પંકજ ગોહેલ પરણિત હોવાથી તન્વીને પૂરતો સમય ન આપતો હોવાથી તન્વીએ ઝેરી દવા પી લીધી હતી. આ મુદ્દે તન્વી અને પંકજ વચ્ચે હંમેશા રકઝક થતી હતી એવો દાવો પણ તેણે કર્યો છે.
![સુરતમાં હોટલમાં પ્રેમી સાથે રાત રોકાયેલી તન્વીનું મોતનું શું છે કારણ? પ્રેમી સાથે કેમ થતો હતો ઝઘડો? જાણીને ચોંકી જશો Tanvi Bhadani death case : Tanvi's friend big statement on death and lover Pankaj Gohel સુરતમાં હોટલમાં પ્રેમી સાથે રાત રોકાયેલી તન્વીનું મોતનું શું છે કારણ? પ્રેમી સાથે કેમ થતો હતો ઝઘડો? જાણીને ચોંકી જશો](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/07163140/Tanvi-Bhadani.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરતઃ સુરતમાં નવા વર્ષના પહેલા દિવસે પીપલોદની હોટલમાં 22 વર્ષની યુવતી તન્વી ભાદાણીના રહસ્યમય મોતના કિસ્સામાં સૌથી મોટો ધડાકો થયો છે. કતારગામમા રહેતી તન્વીએ ઝેરી દવા ગટગટાવી હોવાનો તન્વીની બહેનપણીની પૂછપરછમાં ખુલાસો થયો છે.
તન્વીની ફ્રેન્ડે દાવો કર્યો છે કે, તન્વીનો ફ્રેન્ડ અને હોટલમાં એ જેની સાથે ગઈ હતી એ પંકજ ગોહેલ પરણિત હોવાથી તન્વીને પૂરતો સમય ન આપતો હોવાથી તન્વીએ ઝેરી દવા પી લીધી હતી. આ મુદ્દે તન્વી અને પંકજ વચ્ચે હંમેશા રકઝક થતી હતી એવો દાવો પણ તેણે કર્યો છે.
તન્વીની ફ્રેન્ડના આ દાવાથી આ કેસમાં નવો વળાંક આવ્યો છે કેમ કે તન્વીએ જાતે દવા પી લીધી હતી કે કેમ એ સવાલ ઉભો થયો છે. તન્વીની ફ્રેન્ડે તન્વીના મિત્ર પંકજ સામે જૂઠું બોલવાનો આક્ષેપ પણ કર્યો છે. તેણે દાવો કર્યો છે કે, તન્વીના મિત્ર પંકજે પોલીસને ગેરમાર્ગે દોરી છે. તેણે કહ્યું કે, રાત્રે સૂતા બાદ તન્વી સવારે જાગી જ નથી પણ વાસ્તવમાં તન્વીએ રાત્રે જ દવા પી લીધી હતી. સુરત પોલીસ આ કેસમાં તન્વીના મિત્ર પંકજની ધરપકડ કરે તેવી શક્યતા છે.
સુરતમાં થર્ટી ફસ્ટની રાત્રે ન્યુ યરની ઉજવણી કરવા પંકજ ગોહિલ પોતાની 22 વર્ષની પ્રેમિકા તન્વીને હોટલમાં લઇ ગયો હતો. હોટલમાં જ પ્રેમી સાથે રાત્રે રોકાયેલી યુવતીનું રહસ્યમય સંજોગોમાં મોત થયું હતું. આ ઘટનામાં યુવતીના પ્રેમસંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણકારી હતી અને તેમની મંજૂરીથી જ યુવતી પ્રેમી સાથે હોટલમાં ગઈ હોવાનું બહાર આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર સુરતના કતારગામ વિસ્તારમાં આવેલી ગોપીનાથ સોસાયટીમાં રહેતી તન્વી દિલીપભાઈ ભાદાણી હેલ્થ પ્રોડક્ટના માર્કેટિંગના કામ સાથે સંકળાયેલી હતી. તન્વીને પંકજ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ હતો. આ પ્રેમ સંબંધ અંગે તેના પરિવારજનોને પણ જાણ હતી અને પરિવારે બંનેના સંબંધોને મંજૂરી આપી હતી.
નવા વર્ષની ઉજવણી માટે તન્વી અને પંકજ પીપલોદ વિસ્તારમાં આવેલી ઓયો હોટલમાં ગયાં હતાં. બંને આખી રાત હોટલમાં રોકાયા હતા પરંતુ સવારે તન્વી ઉઠી ન હતી. યુવકે પ્રેમિકાના પરિવારને આ અંગે જાણ કરી હતી અને પ્રેમિકાને હોસ્પિટલ લઈ ગયો હતો. ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. આમ આ પ્રેમી યુગલને નવા વર્ષની ઉજવણી ભારે પડી ગઇ હતી.
નવા વર્ષે જ યુવક સાથે ઉજવણી કરવા હોટલમાં ગયેલી પ્રેમિકાનું શંકાસ્પદ મોત થયું એ અંગે રહસ્ય ઘેરાયેલું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ યુવતીના મોતનું સાચું કારણ જાણી શકાશે અને પોલીસ આગળ પગલાં ભરશે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
ગુજરાત
ટેકનોલોજી
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)