શોધખોળ કરો
Advertisement
Tapi : યુવકની મિત્રની પત્ની પર બગડી નજર, યુવતી સાથે યુવક કરવા ગયો બળજબરી પણ........
મૃતક યુવકે પોતાના મિત્રની પત્નીની છેડતી કરતા પોતાની લાજ બચાવા મિત્રની પત્નીએ માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી નાંખી હતી.
વાલોડઃ તાપીમાં ગઈ કાલે થયેલી યુવકની હત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. વાલોડ પોલીસે ગણતરીની કલાકોમાં જ હત્યાનો ભેગ ઉકેલી નાંખ્યો છે અને હત્યા કરનાર યુવતી અને તેના પતિની અટકાયત કરી લીધી છે. નોંધનીય છે કે, રાનવેરીના નિશાળ ફળિયામાં રહેતા કિશનભાઈ લક્ષ્મણભાઈ ચૌધરીની માથા ભાગે તિક્ષ્ણ હત્યાર વડે ઘા કેરેલી હાલતમાં લાશ મળી હતી.
આ અંગે પોલીસે તપસા કરતાં મૃતક યુવકે પોતાના મિત્રની પત્નીની છેડતી કરતા પોતાની લાજ બચાવા મિત્રની પત્નીએ માથાના ભાગે કુહાડીના ઘા મારી હત્યા કરી નાંખી હતી. હત્યા કરી પતિ સાથે લાશને કોથળામાં બાંધી ગામની બહાર રોડ પર ફેંકી ધીધી હતી. વાલોડ પોલીસે જુદી જુદી દિશામાં તપાસ કરી હત્યા કરનાર પત્ની અને તેના પતિની અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વાલોડ પોલીસે હત્યા કરનાર પત્ની અને પુરાવા નાશ કરનાર પતિની બન્નેની અટક કરી છે.
વાલોડ તાલુકાના રાનવેરી ખાતે નિશાળ ફળિયામાં રહેતા કિશન ઉર્ફે ક્રિષ્ના લક્ષ્મણભાઇ ચૌધરી જે વાલોડ ખાતે દુર્ગા જવેલર્સમાં દશેક વર્ષથી નોકરી કરતો હતો. ગત 19 મી ફેબ્રુઆરીના રોજ નોકરીએ સવારે ગયા બાદ ઘરે પરત આવેલ નહીં તેમજ 20મીના શનિવારના રોજ ક્રિષ્નાની મોટર સાઇકલ તેના મામા કાંતુભાઈના ઘરના આંગણામાં કોઈક મૂકી ગયો હતો.
ક્રિષ્ના 2 દિવસથી કોઈને કશું કહયા વિના ઘરે આવ્યો ન હતો અને તેના મિત્રોને પણ 2 દિવસથી મળેલ ન હોય ઘરે મળવા આવ્યા હતા. દરમિયાન રવિવારે મળસ્કે રાનવેરી ગામથી ડુમખલ ચૌધરી ફળીયા તરફ જતા માર્ગ પર એક લાશ મળી આવેલ હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
દુનિયા
ક્રિકેટ
Advertisement