શોધખોળ કરો
Advertisement
સુરતમાં સરકારી સ્કૂલની શિક્ષિકાએ ચોથા માળેથી મોતની છલાંગ લગાવી, જાણો કારણ
શહેરના ઉધનામાં એક શિક્ષિકાએ મોતની છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યાર બાદ પોલીને જાણ કરતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી.
સુરત: શહેરના ઉધનામાં એક શિક્ષિકાએ મોતની છલાંગ લગાવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. આ ઘટનાની જાણ થતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા ત્યાર બાદ પોલીને જાણ કરતાં જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં શિક્ષિકાએ અગ્મય કારણોસર આત્મહત્યા કરી હોય તેવું લાગી રહ્યું છે. બે સંતાનની માતા એવા શિક્ષિતાએ અંતિમ પગલું ભરતાં પરીવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, સુરતના ઉધના વિસ્તારમાં આવેલા અરિહંત કોમ્પલેક્સમાં મૂળ ધાનેરાના વતની કવિતાબેન શાંતીપુરી ગોસ્વામી પરિવાર સાથે રહેતા હતા. શિક્ષિકા કવિતા ગોસ્વામી સરકારી શાળામાં ફરજ બજાવતા હતા. ત્યારે તેઓ પોતાના કોમ્પલેક્ષના ચોથા માળે જઈને મોતની છલાંગ લગાવી હતી.
આ ઘટનાની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં મહિલા શિક્ષકે બીમારીથી કંટાળી આપઘાત કર્યો હોવાની શક્યતાઓ સેવાઈ રહી છે. બં સંતાનોની માતા અને શિક્ષકે અણઘાર્યા પગલાંથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ટેકનોલોજી
દુનિયા
દુનિયા
Advertisement