SURAT: સુરતના દરિયામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી, હત્યા કે આત્મહત્યા અંગે રહસ્ય ઘેરાયું
સુરત: શહેરના હજીરા વિસ્તારના દરિયામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આશરે 30 થી 35 વર્ષના યુવકની લાશ હોવાનું અનુમાન છે. સામે આવેલી વિગતો અનુસાર યુવકના હાથ પર ડ્રેગનનું ટેટુ દોરેલું છે.
સુરત: શહેરના હજીરા વિસ્તારના દરિયામાંથી અજાણ્યા યુવકની લાશ મળી આવી છે. આશરે 30 થી 35 વર્ષના યુવકની લાશ હોવાનું અનુમાન છે. સામે આવેલી વિગતો અનુસાર યુવકના હાથ પર ડ્રેગનનું ટેટુ દોરેલું છે. હજીરા પોલીસે લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડીને વધુ તપાસ હાથ ધરી છે. હજી યુવાનની ઓળખ સામે આવી નથી. યુવકે આત્મહત્યા કરી છે કે હત્યા થઈ છે તે અંગે રહસ્ય ઘેરાયું છે. જો કે સાચી વાત તો પોલીસની તપાસ બાદ જ સામે આવશે.
સુરતમાં મહિલાએ કરી આત્મહત્યા
સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં એક પરિણીતાએ આત્મહત્યા કરી લીધી છે. પરિણીતાએ ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું છે. આ અંગે સામે આવેલી વિગતો અનુસાર આ પરિવાર ઉત્તર પ્રદેશ ફતેહપુરનો રહેવાસી છે અને હાલમાં તેઓ લિંબાયતમાં ભાડેથી રહેતો હતો. આ પરિવારને સંતાનમાં એક ચાર વર્ષની દીકરી છે. મહિલાએ અચાનક આત્મહત્યા કરી લેતા બાળકીએ માતાની છત્રછાયા ગુમાવી છે. આત્મહત્યા અંગે લિંબાયત પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે, મહિલાએ આત્મહત્યા કેમ કરી તે એક યક્ષપ્રશ્ન છે.
સુરતમાં પાંચ શખ્સોએ ગુજાર્યું સામૂહિક દુષ્કર્મ
પુણા વિસ્તારમાં ગેંગરેપની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. દેવધ રોડ પર પર યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું છે. કેળાના ખેતરમાં લઇ જઇ ગેંગરેપ ગુજારવામાં આવ્યો છે. 5 અજાણ્યા બિહારી ભાષા બોલતા અજાણ્યા શખ્સોએ ગેંગરેપ કર્યો છે. યુવતી પોતાના પ્રેમી સાથે દેવધ રોધ પર બેસી હતી, ત્યાં 5 અજાણ્યા શખ્સો આવી પ્રેમી યુવક યુવતીને ધાક ધમકી આપી લઈ ગયા. પહેલા યુવકના હાથ પગ બાંધી દીધા. ત્યાર બાદ યુવતીને કેળાના ખેતરમાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું. પુણા પોલીસે 5 અજાણ્યા શખ્સોની શોધખોળ આરંભી છે. પુણા પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
ધો.9માં ભણતી વિદ્યાર્થીનીને બર્થ ડે હોવાનું કહી ફોસલાવીને વિધર્મી યુવક લઈ ગયો ઘરે
સંસ્કારી નગરી વડોદરામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધો. 9માં ભણતી વિદ્યાર્થીનીને વિધર્મી યુવક બર્થ ડે હોવાનું કહીને ઘરે લઈ ગયો હતો. જે બાદ તેણે દુષ્કર્મ આચર્યું હતું. જેન લઈ સગીરાના પિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
શું છે મામલો