શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
વલસાડઃ યુવક પ્રેમિકાના ફ્લેટમાં પ્રેમિકા સાથે જાતિય સુખ માણી રહ્યો હતો ને પતિ આવી જતાં યુવકે સાતમા માળેથી માર્યો ભૂસકો...........
શુક્રવારે વહેલી સવારે પ્રેમિકાનો પતિ ગયો પછી રાજુ પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો.
વલસાડઃ ઉમરગામ ગાંધીવાડી વિસ્તારની સોસાયટીના સાતમા માળે રહેતી પ્રેમિકાને યુવક મળવા ગયો હતો. પ્રેમિકાના ફ્લેટમાં જ યુવક પ્રેમિકા સાથે જાતિય સુખી માણી રહ્યો હતો ત્યારે અચાનક પ્રેમિકાનો પતિ આવી ગયો હતો. પત્નિની અન્ય પુરૂષ સાથેની સેક્સલીલા જોઈને પતિ ભડક્યો હતો. બીજી તરફ પ્રેમી યુવક ગભરાયો હતો અને તેણે સાતમા માળેથી નીચે છલાંગ લગાવી દીધી હતી. આ ઘટનામાં યુવકનું નીચે પટકાવાથી સ્થળ પર જ મોત નિપજતાં ચકચાર મચી ગઇ છે.
બીજી તરફ યુવકના પરિવાર અને મિત્રોનો આક્ષેપ છે કે, પ્રેમિકાના પતિએ જ યુવકને નીચે ફેંકી દઈને હત્યા કરી છે. પ્રેમિકા સાથે યુવક પતિની ગેરહાજરીમાં પત્નિ સાથે રંગરેલિયાં મનાવતો હતો તેથી પ્રેમિકાના પતિએ કાવતરૂં ઘડીને પત્નિ મારફતે સેક્સ માણવા બોલાવ્યો હતો. એ વખતે પતિ પોતાના મિત્રો સાથે હાજર હતો ને તેમણે યુવકને નીચે ફેંકી દઈને હત્યા કરી છે.
આ ઘટનાની વિગત એવી છે કે, ઉમરગામ નગરપાલિકાના ગાંધીવાડી વિસ્તારની માણેક સોસાયટીની B વિંગમાં સાતમા માળે રહેતી એક પરિણીત યુવતીને 2 સંતાનના પિતા એવા 43 વર્ષીય યુવક રાજુભાઈ કિશનભાઇ દુબળા (રહે પાવર હાઉસ નજીક નવી નગરી) સાથે છેલ્લા શારીરિક સંબંધો હતા. પતિ કરિયાણાની દુકાન ધરાવે છે. પતિ દુકાને જાય ત્યારે પ્રેમી પ્રેમિકાના ફ્લેટમાં પહોંચી જતો ને બંને રંગરેલિયાં મનાવતાં હતાં.
શુક્રવારે વહેલી સવારે પ્રેમિકાનો પતિ ગયો પછી રાજુ પ્રેમિકાને મળવા માટે આવ્યો હતો. બંને બેડરૂમમાં કામક્રિડામાં મગ્ન થઈ ગયાં હતાં ત્યાં અચાનક પ્રેમિકાનો પતિ ઘરે પરત આવી ગયો હતો. રાજુ દુબળાએ પકડાઇ જવાની બીકથી સાતમા માળે ફ્લેટની ગેલેરીમાંથી છલાંગ મારતા માથાના તેમજ અન્ય ભાગે ઘંભીર ઇજા પહોચતા તેનું ઘટના સ્થળે મોત થયું હોવાનું મનાય છે.
આ ઘટના ની જાણ સંતોષભાઈ મંગુભાઈ રહે, પળગામ રામમંદિર ફળિયાએ ઉમરગામ પોલીસને કરતા ઘટના સ્થળ પર પહોચી લાશનો કબજો લઇ પીએમ માટે રવાના કરી હતી. અંતિમ વિધીમાં મૃતક રાજુના સ્વજનો આ અકસ્માત નહી પણ પૂર્વ આયોજિત હત્યા હોવાની શંકા વ્યક્ત કરતા હતા. પોલીસે હત્યા અને આત્મહત્યા બંને દૃષ્ટિકોણથી ઘટનાની તપાસ શરૂ કરી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ક્રિકેટ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion