શોધખોળ કરો
નવસારીમાં કોરોનાનો હાહાકારઃ આજે કોરોનાથી 3 દર્દીઓના થયા મોત
1 વિજલપોર શહેરમાં અને ૨ જલાલપોર તાલુકાના દર્દીઓના મોત થયા છે.
![નવસારીમાં કોરોનાનો હાહાકારઃ આજે કોરોનાથી 3 દર્દીઓના થયા મોત Three persons died from covid-19 in Navsari district નવસારીમાં કોરોનાનો હાહાકારઃ આજે કોરોનાથી 3 દર્દીઓના થયા મોત](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2020/07/14042800/home-isolation.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવસારીઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે. ત્યારે આજે નવસારી જિલ્લામાં કોરોનાની સારવાર દરમિયાન 3 દર્દીના મોત થયા છે. જેમાંથી 1 વિજલપોર શહેરમાં અને ૨ જલાલપોર તાલુકાના દર્દીઓના મોત થયા છે.
આજે રાજકોટમાં કોરોનાથી 4 દર્દીઓના મોત થતાં ખળભળાટ મચી ગયો છે. શહેરના રૈયા રોડ, એરપોર્ટ રોડ, ઘંટેશ્વર તેમજ પરાપીપળીયા ગામે રહેતા વૃદ્ધાનું કોરાનાથી મોત નીપજ્યું છે.
બીજી બાજુ આજે નવસારી કોવિડ-૧૯ હોસ્પિટલમાંથી ૧૮ દર્દીઓનો ત્રીજો રિપોર્ટ નેગેટિવ આવતા રજા આપવામાં આવી છે. નવસારી જિલ્લાની વાત કરીએ તો ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 134 કોરોનાના એક્ટિવ કેસો હતા. જ્યારે 162 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. તેમજ ગઈ કાલે સાંજ સુધી બે લોકોના મોત થયા હતા. જ્યારે ગુજરાતમાં ગઈ કાલે સાંજે 5 વાગ્યા સુધીમાં 2089 લોકોના કોરોનાથી મોત થયા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)