શોધખોળ કરો
Advertisement
લોકડાઉનમાં ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થતાં બે ગુજરાતી યુવતીઓ બની બુટલેગર, મહારાષ્ટ્રથી દારૂ કારમાં ભરી રાજ્યમાં મારી એન્ટ્રી ને.....
કારના હપ્તા અને ઘર ચલાવવામાં આર્થિક સંકડામણથી કંટાળી શોર્ટકટથી પૈસા કમવવા પ્લાન ઘડયો હતો. આ યુવતીઓ મહારાષ્ટ્રમાંથી દારૂ લાવી અમદાવાદમાં વેચવા ખેપ મારી હતી.
સુરતઃ ગુજરાત સહિત સમગ્ર દેશ અને દુનિયા હાલ કોરોના મહામારી સામે લડી રહ્યા છે. ત્યારે કોરોના મહામારીમાં દેશમાં લાગેલા લોકડાઉનને કારણે અનેક લોકો બેકાર બન્યા છે. ત્યારે બેકાર બનેલી બે યુવતીઓની એક ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી છે. લોકડાઉનમાં ફોટોગ્રાફીનો ધંધો ઠપ્પ થતાં બહેનપણીઓ બુટલેગર બની ગઈ હતી. કારના હપ્તા અને ઘર ચલાવવામાં આર્થિક સંકડામણથી કંટાળી શોર્ટકટથી પૈસા કમવવા પ્લાન ઘડયો હતો.
આ યુવતીઓ મહારાષ્ટ્રમાંથી દારૂ લાવી અમદાવાદમાં વેચવા ખેપ મારી હતી. મહારાષ્ટ્રના પાલઘરથી દારૂ ભરી ગુજરાતમાં પ્રવેશતા બંને બહેનપણીઓ વલસાડમાં દરુભરેલી કાર સાથે પોલીસના હાથે ઝડપાઇ ગઈ છે. મહારાષ્ટ્રથી દારૂની ખેપ લઇ અમદાવાદ પહોંચે તે પહેલાં જ ઝડપાઇ ગઇ હતી.
31,200 રૂપિયાની કિંમતનો 216 બોટલ વિદેશી દારૂની બોટલ સાથે ઝડપાઈ હતી. વલસાડ પોલીસે અમદાવાદ અને જામનગરની બહેનપણીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતા ચકચાર મચી ગઈ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
બિઝનેસ
બિઝનેસ
બોલિવૂડ
દેશ
Advertisement