શોધખોળ કરો

Surat: સુરતમાં બે બાળકીઓ પર શ્વાનની ટોળકી તૂટી પડી, શરીરે બચકા ભરી ઘાયલ કરતા અરેરાટી

સુરત: રાજ્યમાં શ્વાનનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોને શ્વાન વધુ ટાર્ગેટ કરી રહ્યા છે. તેથી બાળકોને એકઠા મુકતા માતાપિતા ડરી રહ્યા છે. હવે સુરતમાં ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે.

સુરત: રાજ્યમાં શ્વાનનો આતંક દિવસને દિવસે વધી રહ્યો છે. ખાસ કરીને નાના બાળકોને શ્વાન વધુ ટાર્ગેટ કરી રહ્યા છે. તેથી બાળકોને એકઠા મુકતા માતાપિતા ડરી રહ્યા છે. હવે સુરતમાં ફરી એકવાર આવી જ ઘટના સામે આવી છે. અહીં લિંબાયતમાં બે માસુમ બાળકીને શ્વાનની ટોળકીએ ભોગ બનાવી છે. સ્કૂલમાં જતી વિદ્યાર્થિનીઓ પર શ્વાનોની ટોળકીએ બચકા ભરતા અરેરાટી મચી જવા પામી છે.

સુરતના લિંબાયત સંજય નગર ખાતે અને રામેશ્વર નગરમાં શ્વાનના આતંકથી લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. છ વર્ષીય બાળકી પરી પોતાના ઘર પાસે રમી રહી હતી તે દરમિયાન પરી પર શ્વાનની ટોળકી તુટી પડી હતી. જ્યારે  બીજી ઘટના લિંબાયત રામેશ્વર નગર ખાતે રહેતી 9 વર્ષીય વૈષ્ણવી સ્કૂલે જઈ રહી હતી તે દરમિયાન શ્વાનની ટોળકીએ વૈષ્ણવી પર હુમલો કર્યો હતો. બાળકીને શ્વાનની ટોળકીએ બચકા ભર્યા હતા. હાલ પરી અને વૈષ્ણવી સારવાર નવી સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે. તો બીજી તરફ આ બન્ને ઘટનાને લઈને રહિશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. મોટા શહેરમાં રખડતા ઢોરની સાથે સાથે હવે શ્વાનનો આતંત પણ વધી રહ્યો છે.

ચાંદી ગેન્ગનો સુરતમાં આતંક

સુરત શહેરમાં અસામાજિક તત્વોનો આતંક સતત વધી રહ્યો છે, શહેરમાં એક મારામારીની ઘટનાથી સમગ્ર પથંકમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. ખરેખરમાં શહેરમાં અસામાજિક તત્વોની બનેલી ચાંદી ગેન્ગના ગુંડાઓએ એક શખ્સ પર લાકડીઓના ફટકા મારીને જીવલેણ હુમલો કર્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ છે. 

મળતી માહિતી પ્રમાણે, શહેરમાં તાજેતરમાં જ લસ્સી ગેન્ગ પાંજરે પુરાયા બાદ વધુ એક ગેન્ગ સક્રિય બની છે, આ ગેન્ગનુ નામ ચાંદી ગેન્ગ છે. વાત એમ છે કે, ચાંદી ગેન્ગના માથાભારે ગુંડા બિલાલ ચાંદીએ કુરશીદ સૈયદ નામના શખ્સ પર હુમલો કર્યો છે. આ ઘટનામાં ચાંદી ગેન્ગના ત્રણથી વધુ સાગરિતોએ કુરશીદ સૈયદ પર લાકડીઓના ફટકા મારીને હુમલો કર્યો હતો. જેમાં કુરશીદ સૈયાદ ગંભીર રીતે ઘાયલ થયો હતો. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઇ ગઇ હતી. આ પછી ચાંદી ગેન્ગ વિરુદ્ધ શહેરના લિંબાયત પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો અને તપાસ શરૂ હાથ ધરવામાં આવી હતી. 

સુરતમાં ગેમ રમી રહેલો છોકરો 11માં માળેથી પટકાયો, આપઘાત કે અકસ્માત ? મોતનું રહસ્ય અકબંધ

સુરતમાંથી એક રહસ્યમયી મોતના સમાચાર સામે આવ્યા છે, સુરત શહેરમાં સિટીલાઇટના ક્રિસ એસ્ક્લેવમાં એક કરુણ મોતની ઘટના ઘટી છે. 14 વર્ષીય તરુણ એસ્કલેવના 11માં માળેથી નીચે પટકાયો અને તેનું મોત થઇ ગયુ હતુ, જોકે, આ આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ કોઇ ખુલાસો થયો નથી. માહિતી છે કે સુરતમાં આવેલા સિટીલાઇટના ક્રિસ એસ્કલેવમાં એક 14 વર્ષીય તરુણ મોબાઇલમાં મશગૂલ હતો તે સમયે તે 11માં માળેથી નીચે પટકાયો હતો, આ પછી તેનું મોત થઇ ગયુ હતુ. આ 14 વર્ષીય તરુણનું નામ અયાન જ્યારે ટ્યૂશનથી ઘરે આવ્યો ત્યારે આ ઘટના ઘટી હતી. ક્રિશ એસ્કેલેવમાં રહેતા તરુણના પિતા જીગર વિદાણી જે હીરાના વેપારી છે, તે દરમિયાન કાર રિપેર કરાવવા ગયા હતા, અને ઘરે દીકરો એકલો જ હતો. આ મૃતક કિશોર હીરા ઉદ્યોગપતિ ચંદ્રકાંત સંઘવીનો દોહિત્ર છે. મૃતક ધોરણ 9માં અભ્યાસ કરતો હતો, અને જ્યારે તે 11માં માળેથી નીચે પટકાયો તો તેને ગંભીર રીતે ઇજાઓ પહોંચી હતી, જોકે, અયાનને તાત્કાલિક સારવાર માટે ખાનગી હૉસ્પીટલમાં લઈ જવાયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થયુ હતુ. આ મોત અંગે સુરતના ઉમરા પોલીસે અકસ્માત નોંધ કરી તપાસ શરૂ કરી કરી હતી. મહત્વનું છે કે 14 વર્ષીય મૃતક અયાનનું મોત એક આપઘાત છે કે અકસ્માત તે અંગે હજુ સુધી કોઇ ખુલાસો સામે આવ્યો નથી. હાલમાં પોલીસ તપાસ કરી રહી છે, મૃતકના મૃતદેહનું પૉસ્ટમૉર્ટમ કરવામાં આવ્યા બાદ મોતની હકીકત સામે આવી શકે છે.

Join Our Official Telegram Channel:-  https://t.me/abpasmitaofficial

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ | રોડમાં ખાડા, પૈસા પાણીમાં!Hu to Bolish | હું તો બોલીશ | મોતના મકાનChhotaudepur News | ઘૂંટીયાઆંબાથી છલવાંટાના બનેલા નવા રોડનું પ્રથમ વરસાદમાં ધોવાણAmreli News | સાવરકુંડલા તાલુકાના જીરા ગામમાં પર્યાવરણ માટે અનોખું કદમ ગ્રામજનોએ ભર્યું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
Dang : સાપુતારા ઘાટમાં બસ ઊંડી ખીણમાં ખાબકી, 2 બાળકોના મોત
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
મુંબઈ હિટ એન્ડ રન કેસમાં મુખ્ય આરોપી પિતા સહિત બેની ધરપકડ, મહિલાનું થયું હતું મોત 
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
CUET UG 2024 Update: શું ફરીથી યોજાશે CUET UG પરીક્ષા? NTAએ વિદ્યાર્થીઓના આરોપો પર આપ્યું મોટું નિવેદન
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Ayushman Bharat યોજનામાં મોટા ફેરફારની તૈયારી, પાંચ નહી પરંતુ હવે 10 લાખનું મળી શકે છે વીમા કવર
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
Budget 2024 : PF ખાતાધારકોને બજેટમાં મળી શકે છે આ ભેટ, લાખો કર્મચારીઓને થશે ફાયદો
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
ITR Filing: આ કમાણી પર નથી આપવો પડતો એક પણ રૂપિયાનો ટેક્સ, જાણો સંપૂર્ણ લિસ્ટ
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Womens Asia Cup 2024: એશિયા કપ માટે BCCIએ કરી 15 સભ્યોની ટીમની જાહેરાત, આ ખેલાડીઓને મળ્યું સ્થાન
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Rathyatra 2024: અમદાવાદમાં રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ, ભગવાનના રથ નિજ મંદિર પહોંચ્યા
Embed widget