શોધખોળ કરો

Heart Attack: ગુજરાતમાં હાર્ટ અટેકનો સિલસિલો યથાવત, સુરતમા વધુ બેના હાર્ટ અટેકથી મોત

સુરતમાં પણ વધુ બે વ્યક્તિઓના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા

સુરતઃ ગુજરાતમાં હાર્ટ અટેકના કારણે મોતનો સિલસિલો યથાવત છે. સુરતમાં પણ વધુ બે વ્યક્તિઓના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. મળતી જાણકારી અનુસાર, સુરતમાં એક સોસાયટીમાં રહેતા બે લોકોના હાર્ટ અટેકના કારણે મોત થયા હતા. એક સોસાયટીમાં રહેતા 18 વર્ષીય કમલેશ નામના યુવકનું હાર્ટ અટેકના કારણે મોત થયું હતું. કમલેશને શ્વાસ લેવામાં તકલીફ પડતા તેને તાત્કાલિક હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો.

તો બીજી તરફ 45 વર્ષીય રિક્ષા ચાલકનું હાર્ટ અટેકથી મોત થયુ હતું. નફીજ ખાનને છાતીમાં દુઃખાવો ઉપડતા તેમને હોસ્પિટલ લઇ જવાયા હતા જ્યાં ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. આ મામલે ખટોદરા પોલીસે મૃતદેહને પીએમ અર્થ મોકલી કાર્યવાહી હાથ ધરી હતી. પીએમ રિપોર્ટ બાદ મોતનું સાચુ કારણ જાણી શકાશે.

Surat: યુવક આત્મહત્યા કરવા બ્રીજ પરથી તાપી નદીમાં કુદ્યો, પાણી ના હોવાથી ફસાઇ ગયો કાદવમાં, પછી શું થયુ, જાણો

Surat: સુરતમાંથી એક યુવકે આપઘાતનો નિષ્ફળ પ્રયાસ કરવાનો ઘટના ઘટી, સુરતના જિલાના બ્રિજ પરથી એક રત્ન કલાકારએ તાપી નદીમાં કૂદી આપઘાતનો પ્રયાસ કર્યો છે. સુરતના કૉઝવે રોડ પર રહેતા યુવકે તાપી નદીમાં કુદીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, સદનસીબે તાપી નદીમાં પાણી ના હોવાના કારણે આ યુવક બચી ગયો હતો. જ્યારે યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો તે સમયે તે નદીમાં કુદ્યો અને પાણી ના હોવાનથી કાદવમાં ફસાઇ ગયો હતો, બાદમાં લોકોએ આ યુવકને કાદવમાંથી બહાર કાઢીને સારવાર માટે હૉસ્પીટલ ખસેડ્યો હતો. અત્યારે આ યુવકની સારવાર સ્વિમેર હૉસ્પીટલમાં છે. આ રત્નકલાકર યુવકે આપઘાતનો પ્રયાસ કેમ કર્યો તે અંગે હજુ માહિતી સામે આવી નથી, પોલીસ સમગ્ર મામલે તપાસ કરી રહી છે.

એક જ પરિવારના ચાર સભ્યોએ પીધી ઝેરી દવા, પિતરાઇ ભાઇને ફોન કરીને કહ્યુ- દીકરા-દીકરીને સાચવી લેજે

સુરતઃ સુરતના એક રત્નકલાકારના પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. મળતી જાણકારી અનુસાર, સુરતના સરથાણામાં એક રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં પત્નીનું મોત થયું હતું. રત્નકલાકારના પરિવારના ચાર સભ્યોએ આર્થિક સંકડામણના કારણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. સરથાણા યોગીચોક વિસ્તારમાં રહેતા એક જ પરિવારના ચાર સભ્યોએ સીમાડા નહેર પાસે દાતાર હોટેલ નજીક ઝેરી દવા પીને સામૂહીક આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. બાદમાં ચારેયને નજીકની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ પત્નીનું મોત નિપજ્યું હતું. સરથાણા વિજય નગર સોસાયટીમાં રહેતા અને મુળ ભાવનગરના શિહોરના વતની 55 વર્ષીય વિનુભાઈ ખોડાભાઈ મોરડીયા હીરાના કારખાનામાં કામ કરે છે. બુધવારે મોડી સાંજે વિનુભાઈ તેમની 50 વર્ષીય પત્ની શારદાબેન, તેમના 20 વર્ષીય પુત્ર ક્રિશ અને 15 વર્ષીય પુત્રી સેનિતાએ એક સાથે ઝેરી દવા પી લીધી હતી. વિનુભાઇએ તેના પિતરાઇને ફોન કરીને કહ્યું હતું કે ઘરે હાજર એક દીકરા અને એક દીકરીને સાચવી લેજે. ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સની મદદથી ચારેયને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ મોડી રાત્રે શારદાબેનનું મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા હોસ્પિટલ પહોચી પોલીસે તપાસ શરૂ કરી હતી. આર્થિક સંકડામણના કારણે પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની શક્યતા છે. જેથી પિતરાઈ ભાઈએ ઘટના સ્થળે દોડી જઇ ચારેયને હોસ્પિટલ ખસેડ્યા હતા

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Forecast : ગુજરાતમાં કમોસમી વરસાદનું આગાહીકારોનું અનુમાન, ક્યાં ક્યાં પડશે વરસાદ?Ahmedabad Rajkot Highway Accident : 4 વાહનો વચ્ચે ભયંકર અકસ્માત, 2ના મોત ; 3 આઇસર બળીને ખાખHun To Bolish : હું તો બોલીશ : ખાખી,ખાદીનું દારૂ કનેકશનHun To Bolish : હું તો બોલીશ : સુશાસનની અગ્નિપરીક્ષા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Vadodara: વડોદરામાં મેળામાં રાઈડનો દરવાજો ખુલતાં બાળકો નીચે પટકાયા, ત્રણની અટકાયત
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Aadhaar Update: આધાર કાર્ડમાં એકસાથે કેટલી વસ્તુઓ અપડેટ કરી શકો છો તમે ? આ છે નિયમ
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Ahmedabad: અમદાવાદના બગોદરા પાસે ગોઝારો અકસ્માત, ત્રણ ટ્રક બળીને ખાખ, બેનાં મોત
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
Rule Change: LPGથી લઇને Pension સુધી, એક જાન્યુઆરીથી થશે આ પાંચ ફેરફાર, ખેડૂતોને પણ થશે લાભ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
iPhone 16 પર શાનદાર ઓફર! 20,000થી પણ ઓછી થઇ કિંમત, અહી મળી રહી છે સસ્તી ડીલ
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Alert! આ નંબરો પરથી કોલ આવે તો ઉપાડતા નહી, મોટા કૌભાંડમાં ફસાવાનો છે ખતરો
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
Telegram યુઝર્સ થઇ જાવ સાવધાન, તમારી એક ભૂલ ખાલી કરી દેશે બેન્ક એકાઉન્ટ, સરકારની ચેતવણી
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
શિયાળો આવતા જ તમે તો નથી બની રહ્યા ને ડિપ્રેશનનો શિકાર, આ હોઇ શકે છે કારણ
Embed widget