શોધખોળ કરો
Advertisement
સુરતઃ સગાઈ પછી તાપીમાં હોડીમાં ફરવા નિકળેલા 5 મિત્ર સેલ્ફી લેતા હતા ને બોટ પલટી, જાણો કેટલાનાં થયાં કરૂણ મોત ?
સેલ્ફીના ચક્કરમાં બેલેન્સ ખોરવાતા નાવડી પલટી ગઈ હતી અને પાંચ યુવકો તાપી નદીમાં ડૂબી ગયા હતા. જોકે, 3 યુવકો તરીને બહાર આવી ગયા હતા. જ્યારે મિત્રોના મોત નીપજ્યા હતા. બે યુવકોના મોત થતાં ઉત્રાણ હળપતિવાસમાં સગાઈનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.
સુરત: અમરોલી ખાતે તાપી નદીમાં 2 યુવાનો ડૂબી જતા અરેરાટી વ્યાપી ગઈ છે. યુવકોના મોત પહેલાની અંતિમ તસવીરો સામે આવી છે. સગાઈના કાર્યક્રમ બાદ 5 મિત્રો નાવડીમાં સવાર થઈ ફરવા નીકળ્યા હતા. નાવડીમાં મૃતક રાહુલના મિત્ર સોનુ માલિયાએ વીડિયો બનાવ્યો હતો. વીડિયો બનાવતા બનાવતા તાપી નદીમાં ગયા હતા.
દરમિયાન સેલ્ફીના ચક્કરમાં બેલેન્સ ખોરવાતા નાવડી પલટી ગઈ હતી અને પાંચ યુવકો તાપી નદીમાં ડૂબી ગયા હતા. જોકે, 3 યુવકો તરીને બહાર આવી ગયા હતા. જ્યારે મિત્રોના મોત નીપજ્યા હતા. બે યુવકોના મોત થતાં ઉત્રાણ હળપતિવાસમાં સગાઈનો પ્રસંગ માતમમાં ફેરવાયો હતો.
વેડરોડ રહેમત નગરમાં રહેતો અજય બચ્ચુ રાઠોડ (ઉં.વ. 35) મિત્રો રાહુલ લક્ષ્મણ સોનવણે (ઉં.વ. 20) ,હિતેશ રાઠોડ (ઉં.વ. 20),અલ્ફાસ શેખ (ઉં.વ. 30 ) અને સોનુ શેખ (ઉં.વ. 19 )સાથે પોતાના નાનાભાઈની સગાઇમાં ઉત્રાણ ગયા હતા. બપોરે 2:30 વાગ્યા આસપાસ પાંચેય ઝીંગા પકડવા નાવડી લઈ તાપીમાં ગયા હતા.
દરમિયાન અજયે સેલ્ફી લેવા જતાં નાવડીનું બેલેન્સ બગડતા તે નદીમાં પડી ગયો હતો અને નાવડી પણ પલ્ટી મારી ગઈ હતી. તમામ નદીમાં પડી ગયા હતા. અલફાઝ, સોનુ અને હિતેશ જેમ તેમ નદીમાંથી બહાર નીકળી ગયા હતા. અજય અને રાહુલ ડૂબી જતા તેમના મોત નીપજ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દુનિયા
ક્રિકેટ
દેશ
Advertisement