Surat: પીપલોદમાં ગટર સાફ કરવા ઉતર્યા ત્રણ કામદારો, ગૂંગળાઇ જવાથી બેના મોત
સુરતના પીપલોદ SVNIT કોલેજમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થતા પાલિકાની ટીમ દોડતી થઈ ગઇ હતી
સુરતઃ સુરતના પીપલોદ SVNIT કોલેજમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારોના મોત થતા પાલિકાની ટીમ દોડતી થઈ ગઇ હતી. આજે સવારના સમયે શહેરના પીપલોદની SVNIT કોલેજ પાસે ત્રણ કામદારો ગટર સાફ કરવા ઉતર્યા હતા. જેમાં ગૂંગળામણના કારણે બે લોકોના મોત થયા હતા. જ્યારે એકનો જીવ બચ્યો હતો. હાલ પાલિકાની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.
સુરતમાં મહિલાએ 11 વર્ષની બાળકીને હવસનો શિકાર થતા બચાવી
સુરતમાં એક મહિલાની સતર્કતાથી 11 વર્ષીય બાળકી નરાધમના હવસના શિકાર થતા બચી ગઇ હતી. શહેરના ડુમ્મસ વિસ્તારમાં મોડી રાત્રે દિપક ચાવલા નામનો નરાધમ 11 વર્ષીય બાળકીને લઈને ડુમ્મસની ઝાડીઓમાં જઇ રહ્યો હતો ત્યારે બંને લોકો પર રમીલાબેનની નજર પડતા તેમને શંકા ગઈ અને નરાધમની સામે જોઈને બોલ્યા કે પોલીસ આવે છે. આટલું જ બોલતા શખ્સ ગભરાયો અને રમીલાબેનને શંકા ગઈ હતી. જે બાદ રમીલાબેને તાત્કાલિક પોલીસ બોલાવી હતી. બાળકી અને નરાધમ એકબીજાથી પરિચિત નથી. આમ રમીલાબેનની સતર્કતાના કારણે એક બાળક દુષ્કર્મનો શિકાર થતા બચી ગઇ હતી.
ચૂંટણી પહેલા 16 કલેકટરની કરાઈ બદલી
Ahmedabad News: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા મોટા પાયે અધિકારીઓની બદલી થઈ રહી છે. તાજેતરમાં રાજ્યમાં 23 આઈએએસ ઓફિસરની બદલી કરાઇ હતી, તે બાદ હવે 16 કલેકટરની બદલી કરવામાં આવી છે.
કયા કલેકટરની ક્યાં બદલી કરાઈ
- બી.આર.આહીરની ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ઓફિસર સાબકાંઠામાં બદલી કરવામાં આવી છે.
- શ્રીમતી પી ડી માનસતાની ડેપ્યુટી કલેક્ટર ધોલેરા, સ્પેશિયલ ઈન્વેસ્ટમેંટ રિજિયન ઓથોરિટી, ગાંધીનગરમાં બદલી કરાઈ છે.
- વી.આઈ. પ્રજાપતિની ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ઈલેકશન ઓફિસર, દાહોદમાં બદલી કરાઈ છે.
- ડી.વી.વિઠલાણીની ડેપ્યુટી કલેક્ટર, સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ એન્ડ ટુરીઝમ ગવર્નન્સ ઓથોરિટી, નર્મદામાં બદલી કરાઈ છે.
- એચ.બી.કોદરવ ની નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી, સુરત (નવી બનાવેલ ચૂંટણી અસ્થાયી પોસ્ટ) માં બદલી કરવામાં આવી છે.
- સાગર મોવલીયાની ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ઈલેકશન ઓફિસર અરવલીમાં બદલી કરાઈ છે.
- વી એસ કાતેરિયાની ડેપ્યુટી કલેક્ટર-1, અરવલીમાં બદલી કરાઈ છે.
- કૃપાલી મિસ્ત્રીની ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેંટ ઓફિસર, જિલ્લા પંચાયત, ગાંધીનગરમાં બદલી કરાઈ છે.
- સુરજ સુથારની ડેપ્યુટી ડિસ્ટ્રીક્ટ ડેવલપમેંટ ઓફિસર (રેવન્યૂ), જિલ્લા પંચાયત, અમદાવાદમાં બદલી કરાઈ છે.
- નિકુંજ પરીખની ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેંટ ઓફિસર (ડેવલપમેંટ) જિલ્લા પંચાયત, બનાસકાંઠામાં બદલી કરાઈ છે.
- જે.એલ.પટેલની ડેપ્યુટી કલેક્ટર, સ્ટેમ્પ ડ્યુટી, નવસારીમાં બદલી કરાઈ છે.
- હરેશ ટી મકવાણાની ડેપ્યુટી ડિસ્ટ્રિક્ટ ડેવલપમેંટ ઓફિસર, જિલ્લા પંચાયત, પંચમહાલમાં બદલી કરાઈ છે.
- નિલોફર શેખની આસિસ્ટન્ટ કમિશ્નર, O/o કમિશન્નર ઓફ રૂરલ ડેવલપમેંટ, ગાંધીનગરમાં બદલી કરાઈ છે
- મયુર પરમારની પ્રાંત ઓફિસર, હાલોલ, જિઃપંચમહાલમાં બદલી કરાઈ છે.
- બાલમુકુંદ સૂર્યવંશીની પ્રાંત ઓફિસર, ભરૂચ, જિલ્લો કચ્છમાં બદલી કરાઈ છે
- વી કે ઉપાધ્યાયની ડેપ્યુટી કંટ્રોલર, સિવિલ ડિફેન્સ, ભાવનગરમાં બદલી કરાઈ છે.