Heart Attack: સુરતમાં બેભાન થયા બાદ બે યુવકના મોતથી ખળભળાટ, હાર્ટ એટેકની આશંકા
Heart Attack News: રાજ્યમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોતનો સિલસિલો શરૂ થયો હોય છે, આજે ફરી એકવાર સુરતમાંથી બે યુવાના અચાનક મોત થતાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે
Heart Attack News: રાજ્યમાં ફરી એકવાર હાર્ટ એટેકથી મોતનો સિલસિલો શરૂ થયો હોય છે, આજે ફરી એકવાર સુરતમાંથી બે યુવાના અચાનક મોત થતાં લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. સુરત શહેરમાં આજે ઓચિંતા બેભાન થયા બાદ વધુ બે યુવકના મોત થયા છે. મળતી માહિતી પ્રમાણે, શહેરના પર્વત પાટિયા અને સારોલીના યુવકના બેભાન થયા બાદ મોત થયા હતા, જે પછી લોકો હાર્ટ એટેકની આશંકા સેવી રહ્યાં હતા. મૃતક બન્ને યુવાનોની ઉંમર અનુક્રમે 30 અને 25 વર્ષ હોવાનું આવ્યુ સામે આવ્યુ છે. બંને યુવકોના હાર્ટ એટેકથી મોત થયાની આશંકાથી ખળભળાટ મચી ગયો છે. ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં હાર્ટ એટેકથી મોતોના આંકડા સતત વધી રહ્યાં છે.
હૃદયરોગથી બચવા માટે શું ખાવું શું ન ખાવું?
અમેરિકન હાર્ટ અસોશિએશને લોકોને હૃદય રોગથી બચવા માટે આહાર અને જીવનશૈલીમાં સુધાર લાવવા પર ભાર મૂક્યો છે. શોધકર્તાએ જણાવ્યું કે, હૃદય રોગોના જોખમને ઓછું કરવા માટે વિભિન્ન પ્રકારના ફળો અને શાકભાજી,સાબુત અનાજ, કમ વસા વાળા ડેરી પ્રોડક્ટ, નોન ટ્રોપિકલ વનસ્પતિ તેલનો ઉપયોગ કરવો જોઇએ. તો બીજી તરફ સેચ્યુરેટેડ અને ટ્રાન્સ ફેટ, સોડિયમ, લાલ માંસ, મિઠાઇ અને શુગર ડ્રિન્ક જેવી ચીજોનું સેવન ઓછું કરવું ફાયદાકારક છે.
શું કહે છે એક્સપર્ટ?
અધ્યયનના પ્રમુખ લેખક ડો યૂની ચોઇ કહે છે કે, હૃદયને સ્વસ્થ રાખવા માટે જેટલું શક્ય હોય પ્રાકૃતિક ચીજોનું સેવન કરવું જોઇએ. પ્રોસેસ્ડ ચીજોની માત્રા ઓછું કરવી ઉત્તમ રહે છે. શક્ય હોય તેટલું ડાયટમાં નોન વેજ ઓછું કરી દો. આંકડા મુજબ દુનિયામાં સૌથી વધુ મોતનું કારણ હાર્ટ અટેક છે. આ સ્થિતિમાં જો નાની ઉંમરથી હાર્ટને હેલ્થી રાખતા ફૂડને ડાયટમાં સામેલ કરવાં આવે તો હાર્ટ અટેકના જોખમને ઘટાડી શકાય છે.
હાર્ટ એટેક માટે જવાબદાર ગંદી આદતો -
ડેસ્ક જોબ્સમાં વધારો અને શારીરિક પ્રવૃત્તિના અભાવ સાથે, ઘણા ભારતીયો બિનઆરોગ્યપ્રદ અને અનિયમિત જીવન જીવે છે, જેનાથી હૃદય રોગનું જોખમ વધે છે.
ભારતમાં ઉચ્ચ ચરબી, ખાંડ અને પ્રોસેસ્ડ ખોરાકનો વપરાશ નોંધપાત્ર રીતે વધ્યો છે, જે સ્થૂળતા, ઉચ્ચ કોલેસ્ટ્રોલ સ્તર અને હાઈ બ્લડ પ્રેશર તરફ દોરી જાય છે, જે હૃદય રોગ માટેના તમામ જોખમી પરિબળો છે.
ભારતમાં તાજેતરના સમયમાં ડાયાબિટીસના દર્દીઓની સંખ્યામાં ઝડપથી વધારો થયો છે, જેના કારણે લોકોને હૃદય રોગની સમસ્યાનો પણ સામનો કરવો પડી રહ્યો છે.
કામનું દબાણ, નાણાકીય સમસ્યાઓ, પ્રેમમાં વિશ્વાસઘાત અને જીવનશૈલીમાં ફેરફાર જેવા વિવિધ કારણોને લીધે તણાવનું સ્તર વધ્યું છે, જે હૃદયની સમસ્યાઓમાં ફાળો આપી શકે છે.
ભારતમાં, ખાસ કરીને મેટ્રો શહેરો દિલ્હી, મુંબઈ, બેંગલુરુમાં, ખરાબ હવા ગુણવત્તા સૂચકાંકને કારણે હૃદય રોગનું જોખમ વધી રહ્યું છે.
ભારતમાં ધૂમ્રપાન અને તમાકુનું વ્યાપકપણે સેવન કરવામાં આવે છે, જે હૃદયની સમસ્યાઓ અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓનું મૂળ કારણ છે.
Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી માત્ર જાણકારી માટે છે. ABPLive કોઈ પણ માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈ પણ માહિતીનો અમલ કરતાં પહેલા નિષ્ણાતની સલાહ જરૂર લો.
આ પણ વાંચો
ન્યૂઝ ચેનલો માટે કેન્દ્ર સરકારની એડવાઇઝરી, કુદરતી આફતો અને દુર્ઘટનાઓના દ્રશ્યો પર સમય અને તારીખ લખો